CIA ALERT
29. March 2024

ચેમ્બર ઓફ કોમર્સ બજેટ રિસ્પોન્સ Archives - CIA Live

February 2, 2023
SGCCI-budget-1280x853.jpg
2min186

કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલું બજેટ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની દૃષ્ટિએ આવકારદાયક : ચેમ્બર

સીજીટીએમએસઇ સ્કીમ અંતર્ગત કોર્પસ ફંડમાં રૂપિયા નવ હજાર કરોડનું વધારાનું ફંડ ઉમેરવાની જાહેરાત, આ બાબતે એક ટકા ઇન્ટરેસ્ટ કોસ્ટ ઘટાડવામાં આવી છે, જે આવકારદાયક : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા

2023

સુરત. ભારતના કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બુધવાર, તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૩ ના રોજ વર્ષ ર૦ર૩–ર૪ ના બજેટની જાહેરાત કરવામાં આવી હતી. આ બજેટને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની દૃષ્ટિએ એકંદરે સારું ગણાવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, દેશના કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સપ્તૠષી બજેટ રજૂ કર્યું છે. બજેટમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એમ્પ્લોયમેન્ટ, રેલ્વેઝ, ગ્રીન ગ્રોથ, યુથ પાવર, ફાયનાન્શીયલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સૌથી વધારે ફોકસ ગ્રીન ગ્રોથ, યુથ પાવર અને સ્ટાર્ટ–અપ્સ પર કરવામાં આવ્યું છે. જેને કારણે રોજગારી વધશે.

નાણાં મંત્રી દ્વારા એમએસએમઇને રાહત થાય તેવી જાહેરાત કરાઇ છે. કોવિડના સમયમાં પ્રોજેકટ પૂર્ણ નહીં કરી શકનારી સરકારી કોન્ટ્રાકટ લેનારી એજન્સીઓ કે જેઓની સિકયોરિટી એનકેશ થઇ ગઇ હોય એવા એમએસએમઇ એકમોને ૯પ ટકા રિફંડ આપવાની જાહેરાત કરાઇ હતી. એમએસએમઇ સરકારી કોન્ટ્રાકટરો માટે વોલિએન્ટરી સેટલમેન્ટ સ્કીમની જાહેરાત કરાઇ હતી.

સીજીટીએમએસઇ સ્કીમ અંતર્ગત કોર્પસ ફંડમાં રૂપિયા નવ હજાર કરોડનું વધારાનું ફંડ ઉમેરવાની જાહેરાત કરાઇ છે, આથી આ સ્કીમ અંતર્ગત એમએસએમઇ ઉદ્યોગકારોને વાર્ષિક નવી રૂપિયા બે લાખ કરોડની લોન મળી શકશે. આ મામલે એક ટકા ઇન્ટરેસ્ટ કોસ્ટ ઘટાડવામાં આવી છે, જે અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાંબા સમયથી એમએસએમઇ સેક્રેટરીને સતત રજૂઆતો કરાઇ હતી.

એમએસએમઇ સપ્લાયર્સને પેમેન્ટ આપ્યા બાદ જ સંબંધિત રકમના ખર્ચ તરીકે ઇન્કમ ટેક્ષમાં બાદ મળશે. આ જાહેરાતને પગલે એમએસએમઇ ઉદ્યોગકારોને સમયસર પેમેન્ટ મેળવવામાં સરળતા થઇ રહેશે. આ ઉપરાંત ટફ સ્કીમ અંતર્ગત રૂપિયા ૯૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે એમએસઇસીડીપી સ્કીમ અંતર્ગત રૂપિયા ૧પ૦ કરોડની ફાળવણી કરાઇ છે.

હાલ લેબગ્રોન ડાયમંડ બનાવવા માટે સીડની આયાત કરવામાં આવે છે ત્યારે સીડનું ઉત્પાદન ભારતમાં થઇ શકે તે હેતુથી આઇઆઇટીને પાંચ વર્ષ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ફંડ ફાળવવાની જાહેરાત કરાઇ હતી. તદુપરાંત સીડની આયાત ઉપર લાગતી કસ્ટમ ડયૂટી ઘટાડવાની જાહેરાત કરાઇ હતી.

યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા કૃષિ સ્ટાર્ટ–અપ્સને પ્રોત્સાહિત કરવા માટે એક એગ્રીકલ્ચર એકિસલરેટર ફંડની સ્થાપના કરવામાં આવશે. નવા સ્થપાતા સ્ટાર્ટ–અપને આગામી દસ વર્ષ માટે ઇન્કમ ટેક્ષનો લાભ આપવામાં આવે છે ત્યારે નવા સ્ટાર્ટ–અપ્સ સ્થપાવવા માટેની સમય મર્યાદા એક વર્ષ માટે વધારવામાં આવી છે. કો–ઓપરેટીવ મોડલમાં મેન્યુફેકચરીંગ કરતી સોસાયટીને કોન્સ્ટન્ટ રેટ ઓફ ઇન્કમ ટેક્ષ ૧પ ટકા આપવાની જાહેરાત કરાઇ છે.

બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ સહકારી ક્ષેત્રે ખાંડ મંડળીઓની વર્ષો જૂની મુશ્કેલીનું નિરાકરણ આવ્યું છે. એસેસમેન્ટ ઇયર ર૦૧૬–૧૭ પહેલાં શેરડી ખરીદવા માટે થયેલા તમામ ખર્ચને ઇન્કમ ટેક્ષમાં ખર્ચ તરીકે ગણવામાં આવે તેવી જોગવાઇ કરાઇ છે. આવી રીતે રૂપિયા ૧૦ હજાર કરોડ જેટલી રાહત ખાંડ મંડળીઓને આપવામાં આવી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે સૌથી વધુ મંડળીઓ આવેલી છે, ત્યારે ખાંડ મંડળીઓને ઘણી મોટી રાહત બજેટમાં કરાયેલી જાહેરાતથી થઇ છે.

દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે રૂપિયા દસ લાખ કરોડના ખર્ચની જાહેરાત કરવામાં આવી છે. જેને કારણે જીડીપી ગ્રોથમાં વધારો થશે. દેશભરમાં વિવિધ રાજ્યોમાં પ૦ જેટલા નવા એરપોર્ટ ડેવલપ કરવામાં આવશે. જેમાં સુરત એરપોર્ટનો પણ સમાવેશ થાય એવી આશા છે. આ ઉપરાંત એન્વાયરમેન્ટ પ્રોટેકશનમાં સુધારો લાવવા સસ્ટેનેબલ પ્રોજેકટ માટે ઇન્સેન્ટીવ આપવામાં આવશે. ગ્રીન એનર્જી અને ગ્રીન ક્રેડીટ પ્રોગ્રામ માટે જાહેરાત કરાઇ છે.

નેશનલ ફાયનાન્શીયલ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રી બનાવવામાં આવી છે. જેના થકી ક્રેડીટ ફલોમાં સુધારો થઇ શકશે. બેટરી સ્ટોરેજ સિસ્ટમવાળા ચાર ગીગાવોટ સુધી સ્થપાતા રિન્યુએબલ એનર્જીવાળા પ્રોજેકટ માટે વાયાબિલિટી ગેપ ફંડીંગની જાહેરાત કરાઇ છે. પાનકાર્ડને કોમન બિઝનેસ આઇડેન્ટીફાયર બનાવવામાં આવ્યું છે. ડીનેચરલ ઇથાઇલ આલ્કોહોલની બેઝીક કસ્ટમ ડયૂટીમાંથી એકઝમ્પ્શન આપ્યું છે.

નવી કર વ્યવસ્થામાં આવકવેરા મુકિત મર્યાદા વધારીને રૂપિયા ૭ લાખ કરવામાં આવી છે. કરદાતાઓને રૂપિયા ૩ લાખ સુધીની આવક પર કોઇ ટેક્ષ લાગશે નહીં. રૂપિયા ૩ થી ૬ લાખ સુધીની આવક પર કરદાતાઓને પ ટકા, રૂપિયા ૬ થી ૯ લાખ સુધીની આવક પર ૧૦ ટકા, રૂપિયા ૯ લાખથી ૧ર લાખ સુધીની આવક ઉપર ૧પ ટકા, રૂપિયા ૧ર થી ૧પ લાખ સુધીની આવક ઉપર ર૦ ટકા અને રૂપિયા ૧પ લાખથી વધુની આવક ઉપર ૩૦ ટકા ટેક્ષ લાગશે. ઇન્કમ ટેક્ષ રિબેટ વધારીને રૂપિયા ૭ લાખ કરવામાં આવી છે.