CIA ALERT

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ Archives - CIA Live

December 17, 2021
gsssb.jpg
1min392

Reported on 17/12/21

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક મુદ્દે આખરે સરકારે પેપર ફૂટ્યાનું સ્વીકાર્યું છે અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ ખુલાસાઓ કર્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, ‘પહેલા ક્યારેય પગલાં નહીં લેવાયા તેવા પગલાં આ કેસમાં લેવામાં આવશે. ગુનેગારને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં ફરી કોઈ આવું કરવાની હિંમત નહીં કરે.’

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, પેપર લીક કેસમાં અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરી છે. આ મામલે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પોલીસે 406, 409, 420, 120 મુજબ ગુનો દાખલ કર્યો છે, અને આગામી સમયમાં વધુ કલમો ઉમેરવામાં આવશે. કેસમાં હજી 4 આરોપી ફરાર છે અને જલ્દીથી તેમની પણ ધરપકડ કરવામાં આવશે. હાલ કેસની તપાસ ચાલી રહી છે અને આ અંગે વધુ માહિતી આપવામાં આવશે. તેમજ કેસના મૂળ સુધી પહોંચ્યા બાદ પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવાશે.

ગૃહ રાજ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, મામલો સામે આવ્યા બાદ 3 દિવસ સુધી સતત તપાસ ચાલી હતી. જેમાં સામે આવ્યું હતું કે, એક જ જિલ્લામાં 3 ગ્રુપમાં પેપર સોલ્વ કરવામાં આવ્યા હતા. પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું હતું અને પહેલા જ દિવસે 6 લોકોને પકડી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો સાથે હવે ફરિયાદ નોંધવામાં છે. કેસના મૂળ સુધી પહોંચવા માટે સરકાર કટિબદ્ધ છે અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Reported on 16/12/21

હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયાના મામલે ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ કરેલો ઈ-મેઈલ જિલ્લા પોલીસને મળતા LCBએ તપાસ તેજ કરી છે અને કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, સમગ્ર મામલે આજે રાજ્ય સરકાર દ્વારા વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) Assistant Social Welfare Officer,  Surveyor, Accountant/ Inspector & Junior Inspector All Candidates Marks  (Result - Marugujaratupdates.com

પ્રાંતિજના ઉંછાના એક ફાર્મ હાઉસમાંથી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયા હોવાનો યુવરાજસિંહ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને યુવરાજસિંહે તેના પુરાવા મીડિયા સામે પણ મૂક્યા હતા અને બે કારના નંબર પણ જાહેર કર્યા હતા જે તપાસ દરમિયાન હિંમતનગર બાયપાસ રોડ પરથી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.

પેપર લીક કૌભાંડ મામલે સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે, ત્યારે શંકાસ્પદ નંબરોવાળી બંને કાર હિંમતનગરથી મળી આવતા મામલો વધુ ગરમાયો છે. યુવરાજસિંહે જાહેર કરેલી ગાંડી નંબરના માલિક મીડિયા સામે આવ્યા હતા અને આ ષડયંત્રમાં તેમની કોઈ ભૂમિકા નથી તેવી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, છેલ્લા 20 દિવસથી ગાડી મારી પાસે જ છે. સીસીટીવી ફૂટેજ તથા સમગ્ર પુરાવા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મિટીંગનો દોર જારી રાખ્યો હતો અને તપાસની માહિતી મેળવી હતી. તેઓ સાબરકાંઠા પોલીસના પણ સતત સંપર્કમાં રહ્યા હતા. જેથી શુક્રવાર એટલે કે આજે રાજ્ય સરકાર દ્વારા આ મામલે વધુ સત્તાવાર માહિતી અપાશે તેવું જાણવા મળ્યું છે.

પેપર લીક મામલે હજી સઘન તપાસ ચાલી રહી છે, ત્યારે સંપૂર્ણ પરીક્ષા રદ કરવામાં આવશે કે જે ઉમેદવારોએ પેપર ફૂટી ગયા તેનો લોભ લીધો છે તેટલાની રદ કરાશે તે સવાલ ઉભો થયો છે. ગૌણ સેવા પસંદગી મંડળના પદાધિકારીઓ આ મામલે પોલીસ તપાસમાં શું નીકળે તેની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ પેપર ફૂટ્યાની માહિતી અને પુરાવા મીડિયા સમક્ષ રજૂ કરનાર યુવરાજસિંહનું કહેવું છે કે, નૈતિકાના આધારે અસિત વોરા રાજીનામું આપે. જો કે, શિક્ષણમંત્રી અસિત વોરાના સમર્થનમાં નિવેદન આપ્યું છે અને કહ્યું કે સમગ્ર મામલની તપાસ કરવામાં આવશે.