CIA ALERT

ઇન્ડીયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા Archives - CIA Live

September 28, 2022
india-vs-sa.png
1min405

ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ટી-20 શ્રેણીનો આજે તા.28મી સપ્ટેમ્બર 2022ને બુધવારથી પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ મેચની પૂર્વ સંધ્યાએ આફ્રિકાના કપ્તાન ટેમ્બા બાવૂમાએ કહ્યંy કે ટીમ સામે સૌથી મોટો પડકાર શરૂઆતી ઓવરોમાં સ્વિંગ થતી ઝડપી બોલનો સામનો કરવાનો હશે. આ તકે બાવુમાએ ઓસ્ટ્રેલિયા સામે 2-1થી જીત મેળવનાર ભારતીય ટીમની પ્રશંસા કરી હતી અને વિશ્વસ્તરીય ગણાવી હતી.

મેચ પૂર્વેની પત્રકાર પરિષદમાં આફ્રિકી કેપ્ટન બાવુમાએ કહ્યું કે વર્લ્ડ કપની તૈયારી માટે બન્ને ટીમ માટે આ સિરીઝ ઘણી મહત્ત્વની છે. ભારતમાં નવા દડાથી બોલરોનો સામનો કરવો ચુનૌતિપૂર્ણ બની રહેશે. શરૂઆતમાં બોલ ઘણા સ્વિંગ થાય છે. અમે આફ્રિકાની જે પરિસ્થિતિમાં ટેવાયેલા છીએ એથી ભારતીય બોલરો વધુ સ્વિંગ કરે છે.

જો કે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભારતીય ઝડપી બોલરો બહુ પ્રભાવિત કરી શકયા નથી. આમ છતાં બાવુમા કહે છે કે સફળતા માટે અમારે શરૂઆતી ઓવરમાં વિકેટ ગુમાવતા બચવું પડશે. બુમરાહ અને ભુવનેશ્વર જેવા બોલરો હંમેશા શરૂમાં પડકાર આપે છે. જો કે આ શ્રેણીમાં ભુવનેશ્વરને વિશ્રામ અપાયો છે. બાવુમા કહે છે કે રોહિત અને વિરાટ મોટા નામ છે. તેની સાથે ટીમમાં ઘણા સારા ખેલાડીઓ છે. તેમના દેખાવથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. અમે ભારત સામે ખુલીને રમશું. અમે બેસ્ટ ટીમ વિરૂધ્ધ શાનદાર પ્રદર્શનની કોશિશ કરશું.