


આજ રોજ તારીખ: 26.02.2025 ને બુધવાર ના રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કેમ્પસ ખાતે “સુમુલ-અમુલ પાર્લર એન્ડ કાફે” નું ઉદ્ઘાટન ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ “અમુલ બફેલો મિલ્ક” ના ૧ લિટર અને ૬ લિટર પેકિંગમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ, સુમુલ ડેરીના BOD જયેશભાઇ દેલાડ, VNSGU કુલપતિ કિશોરસિંહ ચાવડા, VNSGU કુલસચિવ રમેશદાન ગઢવી, સુમુલ ડેરીના એમડી અરુણ પુરોહિત, તેમજ સુમુલ ડેરી અને VNSGU ના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
“સુમુલ-અમુલ પાર્લર એન્ડ કાફે” શરૂ કરવામાં આવેલ છે, જેમા અમુલ-સુમુલના વિવિધ પ્રોડક્ટસ જેવા કે ડેરી પ્રોડક્ટસ, બેકરી પ્રોડક્ટસ, ખાખરા, ચોકલેટ્સ, ફ્રોઝન સ્નેક્સ તેમજ ફૂડ અને બેવરેજીસની વાઈડ રેન્જ ઉપલબ્ધ રહેશે. જેમ કે સેન્ડવીચીસ, પીઝા, મિલ્ક શેક, ચા-કોફી બનાવવામાં આવશે.
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કર્મચારીઓ, તેમજ યુનિર્વિસટીના વિઝિટ માટે આવતા વિઝિટર્સ, વાલીઓને હેલ્ધી અને શુદ્ધ ફૂડ અને ફૂડ પ્રોડક્ટ્સ મળી રહે તે હેતુથી “સુમુલ-અમુલ પાર્લર એન્ડ કાફે” ચાલુ કરવામાં આવ્યું છે.
વધુમાં સુરતના માનવંતા ગ્રાહકોને વધુ ફેટ વાળું દૂધ મળી રહે એ હેતુથી સુમુલ ડેરી દ્વારા “અમુલ બફેલો મિલ્ક” (FAT 6.5%)” નું લોન્ચિંગ કરવામાં આવ્યું, જે પ્રતિ લિટર રૂ. 71.00 થી માર્કેટમાં ઉપ્લબ્ધ રહેશે.