CIA ALERT

नैतिक देसाइ Archives - CIA Live

December 22, 2022
cia_multi-1280x1045.jpg
1min441

સુરતના યંગસ્ટર્સ અનેક નીત નવી અને ઉડીને આંખે વળગે તેવી સિદ્ધીઓ હાંસલ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ સુરતના રહેવાસી હિમલ દેસાઇના પુત્ર અને નવોદિત બોલિવુડ એક્ટર નૈતિક દેસાઇ અને કચ્છ એક્ષપ્રેસ મૂવીની જાણિતી હિરોઇન હીના વારડે પર ફિલ્માંકિત કરવામાં આવેલા સોંગ આલ્બમને બોલીવુડની પેનોરમા મ્યુઝિક ચેનલ પેનોરમા મ્યુઝિક પર લોંચ કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી દેશ વિદેશમાં હજારો લોકોએ સુરતના ફિલ્મ એક્ટર નૈતિક દેસાઇનું આ આલ્બમ સોંગ એ વક્ત રૂક જા જોયું છે એ તમામ તેની એક્ટિંગ, એપિરીયન્સને વખાણી રહ્યા છે.

નૈતિક દેસાઇએ મુંબઇની સુપ્રસિદ્ધ એક્ટીંગ કોલેજ, વ્હિસલીંગ વુડ્ઝમાં અભ્યાસ કર્યો છે.

નૈતિક દેસાઇ પર ફિલ્માંકિત એ વક્ત રૂક જા ના ગીતકાર અને પ્રોડ્યુસર પણ સુરતના જ રહેવાસી વિકેશ પટેલ છે. આ સોંગમાં નૈતિક દેસાઇ સાથે તેમના પિતા હિમલ દેસાઇએ પણ એક્ટીંગ કરી છે. સોંગનું મ્યુઝિક અને ગાયકી સોહમ નાયક અને ડીરેક્ટ કરવાનું કાર્ય શૈલેષ પટેલ તથા અતુલ સોનારે કરી છે.

સુરતના યંગ એક્ટર નૈતિક દેસાઇના આ આલ્બમ સોંગને વધુને વધુ નિહાળવા માટે સુરત સહિત સમગ્ર ગુજરાતના લોકોનો અનુરોધ કરવામાં આવે છે.