T-20 World Cup આજે England-NZ વચ્ચે સેમિ-ફાઇનલ
ખિતાબની પ્રબળ દાવેદાર પણ ઇજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યામાંથી પસાર થઈ રહેલી ઇંગ્લેન્ડની ટીમ ટી-20 વિશ્વ કપના બુધવારે Dt.10/11/21 રમાનાર પહેલા સેમિ ફાઇનલમાં સતત અપેક્ષાકૃત દેખાવ કરનાર ન્યુઝિલેન્ડની ટીમ સામે ટકરાશે ત્યારે વન ડે વર્લ્ડ ચેમ્પિયન ઇયોન મોર્ગનની ટીમનો ઇરાદો કિવિઝ પર હાવી થવાનો રહેશે. વિશ્વ કપની શરૂઆતથી ઇંગ્લેન્ડની ટીમને હોટ ફેવરિટ ગણવામાં આવે છે પણ આખરી લીગ મેચમાં દ. આફ્રિકા સામેની હારથી તેની કેટલીક ખામીઓ સામે આવી ગઈ છે.
બીજી તરફ ન્યુઝિલેન્ડની ટીમે અપેક્ષા અનુસારનો દેખાવ કરીને સેમિ ફાઇનલની તેની રાહ ખુદ તૈયાર કરી છે. કિવિઝ ટીમ ઉલટફેરમાં માહિર છે. તેની નજર ઇંગ્લેન્ડ સામે વન ડે વર્લ્ડ કપના ફાઇનલની કમનસીબ હારનો હિસાબ ચૂકતે કરવા પર હશે. અબુધાબીની પીચ બેટિંગ માટે અનુકુળ છે. આથી મેચમાં મોટો સ્કોર બની શકે છે. ટોસ અને ઝાકળની ભૂમિકા નિર્ણાયક રહેશે.
ઇજાને લીધે જેસન રોય ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો છે. આથી ઇંગ્લેન્ડના દાવનો પ્રારંભ જોસ બટલર સાથે જોની બેયરસ્ટો કરી શકે છે. ઇંગ્લેન્ડ માટે બટલર, બેયરસ્ટો, મોઇન અલી જેવા ખેલાડી વિશેષ રહેશે. જે મેચનો નક્શો બદલી શકે છે.
રોયના સ્થાને આખરી ઇલેવનમાં સેમ બિલિંગ્સને તકની સંભવાના છે. સ્પિનર મોઇન અલી અને આદિલ રશીદની ભૂમિકા ઇંગ્લેન્ડ માટે મહત્ત્વની બની રહેશે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરો માર્ક વૂડ, ક્રિસ વોક્સ વગેરેની કિવિ બેટધરો સામે કસોટી થશે, કારણ કે કિવિ બેટધરો ફાસ્ટ બોલરો વિરુદ્ધ આક્રમક બેટિંગ માટે જાણીતા છે.
બીજી તરફ ન્યુઝિલેન્ડના મગજમાં 2019ના વન ડે વર્લ્ડ કપની ફાઇનલની હાર હશે. જેમાં તેને મેચ ટાઇ થયા બાદ ઓછી બાઉન્ડ્રીને લીધે હાર સહન કરવી પડી હતી. આ હાર કિવિઝ માટે દિલ તોડનારી હતી. આ પછી કેન વિલિયમ્સનની ટીમે આઇસીસીની સ્પર્ધામાં નિરંતર શાનદાર દેખાવ કર્યો છે. જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ છે. ન્યુઝિલેન્ડ પાસે નિશ્ચિત રીતે ટૂર્નામેન્ટની શ્રેષ્ઠ બોલિંગ લાઇન અપ અને ફિલ્ડિંગ યુનિટ છે. ટ્રેટ બોલ્ટ અને ટિમ સાઉધીની ખતરનાક જોડીનો સામનો કરવો ઇંગ્લેન્ડ માટે કઠિન બની રહેશે. લોકી ફરગ્યૂસનની ઉણપ એડન મિલ્નેએ પડવા દીધી નથી. બન્ને સ્પિનર ઇશ સોઢી અને મિચેલ સેન્ટરન પ્રભાવી પ્રદર્શન કરી રહ્યા છે. બન્ને ઓપનર અનુભવી માર્ટિન ગુપ્ટિલ અને યુવા ડેરિલ મિશેલ શાનદાર ફોર્મમાં છે. કપ્તાન કેન વિલિયમ્સન વિશ્વાસપાત્ર બેટ્સમેન છે. સેમિ ફાઇનલમાં તેનું યોગદાન મહત્ત્વપૂર્ણ બની રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
