CIA ALERT

સોમવારે ખેડૂતો અને વિવર્સની બે મહારેલીઓ, 11થી 2 ટ્રાફિકજામ રહેશે

Share On :

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી સોમવાર તા.1લી ઓક્ટોબર 2018નો સપ્તાહના પહેલા કામકાજી દિવસે સુરત મહાનગરપાલિકાની મુગલીસરા ખાતે આવેલી મેઇન ઓફીસ પર ખેડૂતો અને વિવર્સ બન્ને મોરચો માંડશે. ઓલપાડના ભાંડૂત નજીક કચરા નિકાલ અંગેની પ્રપોઝ્ડ સાઇટ ડેવલપ કરવાના ઇરાદાની વિરુદ્ધમાં ઓલપાડના ખેડૂતો સોમવારે સવારે 10 વાગ્યાથી જહાંગીરપુરાથી નીકળીને મુગલીસરા ખાતે મહારેલી દોરી લાવશે. બરાબર એ જ સમયે પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસેથી વિવર્સ પણ બાઇક રેલી લઇને મુગલીસરા ખાતેની પાલિકા કચેરીએ આવવા માટે નીકળશે.

સોમવારે સુરતીઓએ ટ્રાફિકજામથી બચવું પડશે

સોમવારે તા.1લી ઓક્ટોબરને બપોરે બાર વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં આ બન્ને રેલીઓને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય તેવી પૂરીપૂરી શક્યતાઓ છે. ખાસ કરીને અડાજણ, તાપી પરના બ્રિજ, ચોકબજાર, મુગલીસરા, નાનપુરા, અઠવાલાઇન્સ, મજૂરાગેટ, રિંગરોડ જેવા વિસ્તારોમાં સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી ભારે ટ્રાફિક જામની સ્થિતિ રહે તેવી શક્યતા છે.

રેલીના આયોજન માટે શનિવારે 4 વાગ્યે મિટીંગો

આજે શનિવાર તા.29મી ઓક્ટોબર 2018ના રોજ આ બન્ને મહારેલીઓના આયોજન માટે સાંજે 4 કલાકે જુદા જુદા સ્થળોએ મિટીંગો બોલાવવામાં આવી હતી. વિવર્સની રેલી અંગે વિવર્સ અાગેવાન અશોક જીરાવાલાએ જણાવ્યું કે ફોગવા દ્વારા રેલીના આયોજન માટે શનિવારે સાંજે 4 વાગ્યે રિંગરોડ પર જશ માર્કેટના બોર્ડ રૂમમાં  મિટીંગ યોજવામાં આવી છે જેમાં દરેક ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહેવું.

એવી જ રીતે આજે શનિવારે સાંજે 4 કલાકે જહાંગીપુરા પાટીદાર જીન ખાતે સોમવારની ખેડૂત મહારેલીના આયોજન માટે મિટીંગ યોજાઇ રહી છે.

લોકરોષની ઝલક પાલિકાના વહીવટકર્તાઓ જોશે ઃ દર્શન નાયક

ખેડૂત આગેવાન અને જિલ્લા પંચાયતના સભ્ય દર્શનભાઇ નાયકે જણાવ્યું કે ભાંડૂત ખાતે કચરા નિકાલની સાઇટ શરૂ કરવા અંગે પાલિકાએ સ્થળ તપાસ, ભૌગોલિક સ્થિતિ, સ્થાનિક રહેવાસીઓની લાગણી, ફિઝીબિલીટી વગેરે કશું જોયા વગર જ પ્રપોઝ્ડ સાઇટ તરીકે જાહેરાત કરી દીધી છે. ભાંડૂત અને આસપાસના ગામવાસીઓમાં આ પ્રોજેક્ટ સામે ભારે લોકરોષ ભભૂકી ઉઠ્યો છે. પાલિકાના વહીવટકર્તાઓને લોક લાગણીનું ભાન થાય એ માટે જ સોમવાર તા.1 ઓક્ટોબરના રોજ જહાંગીરપુરાથી મુગલીસરા ખાતે મહારેલી યોજવામાં આવી છે.

બ્લેક ટીશર્ટ અને કાળી પટ્ટી, માથે હેલ્મેટ સાથે હજારો બાઇક સવારો કૂચ કરશે ઃ અશોક જીરાવાળા

ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ સીઆઇએ લાઇવને જણાવ્યું કે સોમવારની વાહન રેલી માટે ડ્રેસ કોડ નક્કી કરાયો છે. દરેકે દરેકે બ્લેક ટી શર્ટ અથવા શર્ટ ફરજિયાત, હાથે કાળી પટ્ટી ધારણ કરવી પડશે અને બાઇક ચલાવનારે ફરજિયાત હેલ્મેટ પહેરીને જ રેલીમાં જોડાવું પડશે. આ રેલી દક્ષેશ્વરથી નીકળીને મુગલીસરા ખાતે કૂચ કરી લઇ જવાશે.

We are on Google Play store too

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :