- તલાટી કમ મંત્રીઓ પોતાની લાગણી અને માંગણીઓ સંતોષાય એ માટે દર્શન દેસાઇની સહાનુભૂતિ
- જર્જરિત પશુ દવાખાના નવા બનાવવા તેમજ તત્કાલિત અસરથી રિપેરિંગ કરવા દર્શન દેસાઇની રજૂઆત
- કીમમાં અદ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવા માટે દર્શન દેસાઇની માગણી
- ભાંડૂત ખાતે સુરત મનપાની પ્રપોઝ્ડ ડિસ્પોઝલ સાઇટ આવે તે પહેલા રોકથામ કરવા દર્શન દેસાઇની માગ
- જિલ્લા પંચાયત વિસ્તારમાં બોગસ તબીબો સામે નક્કર કામગીરી કરવા માટે દર્શન દેસાઇની આક્રમક રજૂઆતો
આજ રોજ યોજાયેલી સુરત જિલ્લા પંચાયત ની સામાન્ય સભા માં જિલ્લા પંચાયત સભ્ય શ્રી દર્શન ભાઈ નાયક દ્વારા આરોગ્ય, સિંચાઈ, શિક્ષણ, રસ્તા, મકાનો વગેરે વિભાગોને સ્પર્શતા પાયાના 18 જેટલા લોકપ્રશ્નોની કરેલી આક્રમક રજૂઆતોને પગલે શાસકોમાં સન્નાટો મચી ગયો હતો. દર્શન દેસાઇએ એક પછી એક એવા પ્રશ્નો ઉઠાવ્યા હતા કે અધિકારીઓના મોઢા સિવાય જવા પામ્યા હતા. દર્શન દેસાઇએ કહ્યું કે લોકોના કામો નહીં થાય ત્યાં સુધી તેઓ અાક્રમકતાથી રજૂઆતો કરતા રહેશે અને લોકોને સ્પષ્ટ ચિતાર આપશે કે કયા અધિકારી કે પદાધિકારીને કારણે કામો થતા નથી.
જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં દર્શન દેસાઇએ રજૂ કરેલા મહત્વના પ્રશ્નોમાં
(૧) ખાસ કરીને બોગર્સ ડોક્ટરો અને ચોર્યાસી તાલુકા માં પ્રાથમિક આરોગ્ય કેદ્રો અને PM કરવાની બાબતમાં સભામાં ધારદાર રજુઆત કરવામાં આવી જેના અનુસંધાન માં જિલ્લા પંચાયતના સાથી સભ્યો એ પણ આરોગ્યની નબળી કામગીરી ને ચિંતા વ્યક્ત કરી અને તત્કાલ પગલાં લેવા રજુઆત કરી હતી.
(૨) ધનસુખભાઈ પટેલ દ્વારા ઓલપાડ તાલુકાના ભાંડૂત ગામેં શહેર નો ઘન કચરો નાખવા ના વિરોધ માં મુકાયેલ ઠરાવ ને નામંજુર કરતા દર્શન ભાઈ નાયક દ્વારા સુરત જિલ્લા ના તમામ ગામડા ના લોકો ની લાગણી ને માન આપવા ખાતર કોઈ પણ ગામ માં શહેર નો કચરો ન નાખવો જોઈએ એવી ધારદાર રજુઆત કરવામાં આવી અને આ રજુઆત ધ્યાન માં લઇને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા સરકાર માં લેખિત રજુઆત કરવાંની ખાત્રી આપવામાં આવી હતી.
(3) કીમ ગામે વસ્તી વધતા જે હાલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલે છે તેને અધતન બનાવી કમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવાની રજુઆત કરવામાં આવી હતી.
(૪) સુરત જિલ્લા ના તલાટી કમ મંત્રીઓ પોતાની લાગણી અને માંગણીઓ સંતોષાય એ માટે હડતાલ પર ઉતર્યા છે સાચા અર્થ માં ગામડાના વિકાસ અને લોકો ની સેવામાં એમનો મોટો ફાળો છે તો તેમની માગણી સંતોષાય તે માટે આજની સુરત જિલ્લા પંચાયતની સભામાં પ્રમુખ સ્થાનેથી ઠરાવ કરવાની માગણી દર્શન ભાઈ નાયક દ્વારા કરવામાં આવી હતી.
(5) સુરત જિલ્લા માં જુના જર્જરિત પશુ દવાખાના નવા બનાવવા તેમજ તત્કાલિત અસર થી રિપેરિંગ કરવા માટે જિલ્લા ના પશુપાલકો ના હીતમાં રજુઆત કરવામાં આવી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944