CIA ALERT

સુરતના 2 ક્રિકેટરો, ચિરાગ ગાંધી અને હાર્દિક પટેલ ગુજરાતની ટીમમાંથી સૈયદ મુસ્તાકલી ટ્રોફી રમશે

Share On :

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના બે સુરતી ક્રિકેટરો, ચિરાગ ગાંઘી (મિડલ આેડૅર બેટ્‌સમેન), હાર્દિક પટેલ (લેફટ આમૅ સ્પિનર)ની ગુજરાત ક્રિકેટ ટીમમાં બી.સી.સી.આઈ. દ્રારા આયોજીત સૈયદ મુસ્તાક અલી ટી – ૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પસંદગી પામ્યા છે. આ ટુર્નામેન્ટ તારીખ ૨૮ આેકટોબર, ૨૦૨૧ આેકટોબર દિલ્હી મુકામે રમાશે.

ચિરાગ ગાંઘી આ પહેલા ગુજરાત માટે ૨૬ રણજી ટ્રોફી, ૩૬ વન-ડે, ૫૫ ટી-૨૦ મેચોમાં તેમજ હાર્દિક પટેલ ૧૭ રણજી ટ્રોફી, ૩૦ વન-ડે, ૩૨ ટી-૨૦ મેચોમાં ગુજરાતની ટીમ વતી રમી ચુકયા છે. તેમજ આ બંને અનુભવી ખેલાડી ગુજરાત રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફીઅને સૈયદ મુસ્તાક અલી ટી – ૨૦ની વિજેતા ટીમમાં મહત્વની ભુમિકા અદા કરી હતી.

આ તમામ ખેલાડીઆે એસ.ડી.સી.એના ચીફ સિલેકટર મેહુલ પટેલ(સિનીયર), વિમલ પટેલ, હિરેન પટેલ, પ્રફુલ પટેલ તથા હેડ કોચ શ્રી પ્રતિક પટેલ અને કોચ શ્રી વિપુલ પટેલનાં દેખરેખ હેઠળ તાલીમ લે છે.

આ બંને ખેલાડીઆેને એસ.ડી.સી.એ.ના માનનીય પ્રમુખ હેમંતભાઇ કોન્ટ્રાકટર, મેન્ટર કનૈયાભાઇ કોન્ટ્રાકટર, ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેષભાઇ દેસાઇ તેમજ મેનેજીંગ કમિટી સભ્યો અને ક્રિકેટ કમિટી સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :