સુરતના ડાયમંડ ઉદ્યોગમાંથી સેંકડો કેસો મળ્યા પછી હવે 7 દિવસ માટે કારખાનાઓ બંધ કરાયા
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ દરરોજ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં અનલોક-1 જાહેર કર્યા બાદ ફરી ધંધા ઉદ્યોગો શરૂ થયા છે. તેવામાં પણ ખાસ કરીને હિરા ઉદ્યોગમાં કામ કરતા લોકોમાં કેસ વધારે સામે આવી રહ્યા છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા સુરત મહાનગર પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ચાલતા હિરાના કારખાનાઓ ક્લસ્ટર તરીકે જાહેર કરી સાત દિવસ બંધ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.

આ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશન બંછાનિધિ પાનીએ કહ્યું છું કે, સુરત શહેરના કેટલાક ડાયમંડ યુનિટ્સમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવતું નથી તેમજ માસ્ક ન પહેરવાના કારણે આવા કારખાનાઓમાં કામ કરતા કારીગરો તથા તેમના પરિવારજનોમાં કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે.
આ અંગે તેમણે વધુમાં કહ્યું કે આ સ્થિતિમાં SMCના નોર્થ ઝોન એટલે કે લાલદરવાજા, કતારગામ સહિતના વિસ્તારમાં આવેલા તમામ કારખાનાઓને ‘ક્લસ્ટર’ જાહેર કરવામાં આવે છે. તેમજ આ તમામ કારખાનાઓ સાત દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


