ટેલિકોમ શેરોનું ભાવિ સુપ્રીમ કોર્ટના 11 June ના નિર્ણય પર
ટેલિકોમ કંપનીઓની એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે તા.11મી જુનને ગુરુવારે સુનાવણી હાથ ધરાવાની સુપ્રીમ કોર્ટની સૂચનાના આધાર પર ટેલિકોમ શેર્સની નું ભાવી નક્કી થશે. ખાસ કરીને વોડા આઇડિયા માટે આજનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય મહત્ત્વનો રહેશે જેનો શેર છેલ્લા એક મહિનામાં બમણાથી વધારે વધ્યો છે.
સુનાવણીમાં સરકારની વિનંતી પણ સામેલ કરી શકાય છે જેણે ટેલિકોમ કંપનીઓને ચુકવણી માટે 20 વર્ષનો સમય આપવાની માંગણી કરી છે. એનાલિસ્ટ્સે કહ્યું કે કોર્ટ કંપનીઓને વહેલી ચુકવણી કરવા જણાવશે તો આ શેરમાં આવેલી તેજી અટકી જશે.
એજીઆરની ચુકવણી માટે 15-20 વર્ષ કરતાં ઓછો સમય મળશે તો તેમની પાસે 4G માટે મૂડીખર્ચ કરવા નાણાં નહીં બચે. તેથી માર્કેટ શેર પર અસર પડશે કારણ કે રોકાણ નહીં વધારાય તો માર્કેટ હિસ્સો ઘટશે.
ટેલિકોમ ઓપરેટર વોડાઆઇડિયાએ સરકારને એજીઆર પેટે ₹58,254 કરોડની ચુકવણી કરવાની છે જેમાંથી હજુ સુધી માત્ર ₹6,854 કરોડ ચૂકવાયા છે. બુધવારે આ શેર 7.34 ટકા વધીને ₹10.82 બંધ આવ્યો હતો. એક મહિના પહેલાં ₹4.58નો ભાવ હતો. તેની તુલનામાં શેર 136 ટકા વધ્યો છે. તેની સરખામણીમાં છેલ્લા એક મહિનામાં ભારતી એરટેલના શેરમાં છ ટકાનો વધારો થયો છે.
વોડાઆઇડિયાના શેરમાં તેજી એવા સમયે આવી છે જ્યારે ડિલિવરી વોલ્યુમ ઘટ્યું છે. એટલે કે લાંબા ગાળાના રોકાણકારોને તેના ઋણના સ્તર અને એજીઆરની બાકી નીકળતી રકમ અંગે શંકા છે.
ઇટીઆઇજી ડેટાબેઝ દ્વારા એકત્ર કરાયેલા ડેટા પ્રમાણે છેલ્લા એક સપ્તાહમાં ડિલિવરી વોલ્યુમની ટકાવારી 23 ટકાની નજીક હતી જ્યારે છેલ્લા એક મહિનામાં 26.9 ટકા હતી. તે ત્રણ મહિનાના સરેરાશ ડિલિવરી વોલ્યુમ 28.6 ટકા અને છ મહિનાના સરેરાશ ડિલિવરી વોલ્યુમ 28.54 ટકાની નજીક છે.
આ કાઉન્ટરમાં સટ્ટાકીટ પ્રવૃત્તિ દર્શાવે છે. ટેલિકોમ સેક્ટર સારું દેખાય છે અને શેર વધી રહ્યો છે કારણ કે બીજી ટેલિકોમ કંપનીઓ વધી રહી છે. વધુ રેલી આવે તો વોડાફોનનો શેર વેચવો જોઈએ.
લાંબા ગાળાના રોકાણકારોને એજીઆર અને રિપેમેન્ટના મુદ્દે સ્પષ્ટતાની જરૂર છે. કંપની ચાલુ રહે તે માટે એજીઆરની ચુકવણીમાં તેને ઓછામાં ઓછાં 15 વર્ષનો સમયગાળો મળવો જોઈએ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


