આયાતી માલની ખોટી માહિતી આપીને સફેદ કેરોસીન આયાત કરવાનું કૌભાંડ
- superior kerosene oil ઘુસાડવા અંગે બેની ધરપકડ: 11 કેસમાં મિસડિકલેરેશન થયાનું ખુલ્યું
- ઇન્ડસ્ટ્રીયલ કોમ્પોઝીટ મિકસર પ્લસના નામે સુપીરિયર કેરોસીન ઓઇલની આયાત
- આંતરરાજ્ય વ્હાઇટ કેરોસીન કૌભાંડમાં કંડલા કસ્ટમ લેબોરેટરીની ભુમિકા પણ શંકાસ્પદ, તપાસ થશે
- અત્યાર સુધીમાં વ્હાઇટ કેરોસીનના 439 કન્ટેઇનરો ઠાલવવામાં આવ્યા

આયાતી માલની ખોટી માહિતી રજૂ કરીને તેની જગ્યાએ ભળતી વસ્તુઓની આયાત કરવાનું કૌભાંડ પકડાયું છે. ઇન્ડસ્ટ્રીયલ કોમ્પોઝીટ મિકસર પ્લસના નામે સુપીરિયર કેરોસીન ઓઇલની આયાત કરીને આચરવામાં આવેલા આ કારસ્તાન અંગે ડીઆરઆઇએ બે શખસની ધરપકડ કરી છે. આંતરરાજ્ય એવા આ વ્હાઇટ કેરોસીન કૌભાંડમાં કંડલા કસ્ટમ લેબોરેટરીની ભુમિકા સામે ય પગલાં લેવાશે. 439 કન્ટેઇનર જેટલો કેરોસીનનો જથ્થો ઠલવાય ગયાનું ખુલ્યું છે.
થોડાસમય પહેલા ડીઆરઆઇએ આયાતી કન્ટેઇનર તોડીને તેમાંથી પ્રવાહીના નમુના લીધા હતાં. તેના પરીક્ષણમાં મિસડિકલેરેશનનો ઘટસ્ફોટ થયો હતો. આ સંદર્ભમાં એક આયાતકાર સનારી શિપિંગના કેસમાં 373.840 મેટ્રીક ટન સુપીરિયર કેરોસીન ઓઇલ (એસકેઓ)ની આયાત કરી હતી. પરંતુ તે માલ તેણે ઇન્ડસ્ટ્રીયલ કોમ્પોઝીટ મિકસર પ્લસ તરીકે ડિકલેર કર્યો હતો. એટલુ જ નહીં પણ કસ્ટમના એજન્ટ સીઆરસીએલ કંડલાના કેમીકલ એકઝામીનરે આ નમુનાની તપાસ કરીને આયાતકારની તરફેણમાં અહેવાલ આપ્યો હતો. આ કેસમાં સનારી શિપિંગના વીરભદ્રરાવ મોહનરાવની ધરપકડનું વોરન્ટ કાઢયું હતું. સાથોસાથ મૃત્યુંજય દાસગુપ્તા અને ઇકબાલ રહેમાન શેખનું વોરન્ટ પર કાઢ્યું હતું.એજન્સીના જણાવ્યા પ્રમાણે 11 કેસમાં મિસ ડિકલેરેશન સામે આવ્યું છે.
ગાંધીધામથી મળતી માહિતી પ્રમાણે કેરોસીનની દાણચોરીનું મોટુ કૌભાંડ છે. આ કૌભાંડ સાથે સંડોવાયેલ ત્રિપુટી દ્વારા અત્યાર સુધીમાં વ્હાઇટ કેરોસીનના 439 કન્ટેઇનરો ઠાલવવામાં આવ્યા છે. કસ્ટમના અધિકારીઓ અને કર્મચારીઓ સાથેની સાંઠગાંઠ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. આ જ રીતે અન્ય વસ્તુઓ પણ ભળતા નામે જ આયાત કરવામાં આવે છે. આયાતકાર દ્વારા રજુ કરાતા ડિકલેરેશનની સઘન તપાસ કરવામાં આવે તો અનેક નીચે રેલો આવી શકે તેમ છે. હાલમાં પકડાયેલા આ કેરોસીન કૌભાંડમાં રૂ.11 કરોડથી વધુની ડયુટી ચોરી બહાર આવે તેવી શકયતા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


