કોરોના વાઇરસ હવે હવામાં હોવાની સરકારની કબૂલાત

સમગ્ર દેશનું સ્વાસ્થ્ય તંત્ર અપૂરતું પૂરવાર થાય તેટલી હદે કોરોના વકરી ગયા બાદ આખરે હવે સરકારે પણ કબૂલી લીધું છે કે, કોરોનાનું નવું રૂપ હવા મારફત ખૂબ જ ઝડપથી ફેલાય છે.
નીતિ આયોગમાં સ્વાસ્થ્ય સદસ્ય ડૉ.વી.કે.પાલે આજે કહ્યું હતું કે, કોરોનાનાં બીજા મોજાંના કેટલાક નિષ્કર્ષ એવા છે કે, આ વખતે વેન્ટિલેટરની જરૂર વધુ પડી રહી નથી. મૃત્યુની સંખ્યા પણ કેસનાં પ્રમાણમાં ઘટી ગઈ છે. ઓક્સિજનની આવશ્યકતા વધી ગઈ છે. કોરોના વાયરસ હવે હવાનાં માધ્યમથી વધુ ગતિએ ફેલાય છે.

તેમણે આંકડાની વાત કરતાં કહ્યું હતું, કોરોનાની પહેલી લહેરમાં 30 વર્ષથી ઓછી ઉંમરના 31 ટકા જેટલા લોકો સંક્રમિત થયા હતા. બીજી લહેરમાં પણ આ આંકડો 32 ટકા જેટલો જ છે. 30થી 4પ વર્ષની વયના લોકોમાં પોઝિટિવિટીનો દર. ગત વર્ષની જેમ જ આ વખતે પણ 21 ટકા જ છે. આવી જ રીતે યુવાનોમાં પણ સંક્રમણમાં કોઈ મોટો ઉછાળ આવ્યો નથી.
થોડા દિવસ પહેલા પ્રસિદ્ધ જર્નલ ધ લાન્સેટના એક અહેવાલમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોનાનો વધુ પડતો પ્રસાર હવાનાં માર્ગે થઈ રહ્યો છે. જેને પગલે આપણે સુરક્ષાનાં શિષ્ટાચારમાં તાત્કાલિક બદલાવ કરવાની જરૂર છે. આ રિપોર્ટને ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાના છ નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવેલું કે હવા દ્વારા સંક્રમણનાં સબૂત ખૂબ જ મજબૂત છે. તેની સામે મોટા ડ્રોપલેટથી સંક્રમણને પુષ્ટિ આપે તેવા પુરાવા નગણ્ય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ પુરાવાઓને આધારે ફેંસલો કરીને માર્ગદર્શન આપવું જોઈએ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


