ટેક્સટાઇલ ઉદ્યોગકારો-કારખાનેદારોને અપગ્રેડ કરશે ચેમ્બરનું SITEX 2019 એક્ઝિબિશન
સીટેક્ષ પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારંભ શુક્રવારે, તા. 4 જાન્યુઆરી ર019ના રોજ સવારે 10:30 કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર અને ઉદ્યોગ કમિશનરશ્રી, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે તા. 4/1/ર019થી 6/1/ર019 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સમગ્ર ટે1ટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ‘સુરત ઈન્ટરનેશનલ ટેક્ષટાઇલ એકઝીબીશન-19′ (સીટેક્ષ-ર019) યોજાશે.
શું શું હશે સિટેક્ષ-2019માં
- ટેક્ષટાઇલ મશીનરી
- ટેક્ષટાઇલ એન્સીલરી અને મશીનરીઓ
- એમ્બ્રોઇડરી એન્ડ બ્રાઇડીંગ મશીનરી
- એસેસરીઝ
- ટેક્ષટાઇલ એન્જીનિયરીંગટેકનીકલ ટેક્ષટાઇલ સંબંધીત મશીનરી
- એસેસરીઝ
- યાર્ન
- ફેબ્રિકસ
ચેમ્બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જણાવ્યુ હતુ કે, ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષટાઇલ સેકટરને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ ચોથું પ્રદર્શન છે. આ પ્રદર્શનમાં ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીના ટેક્ષટાઇલ મશીનરી, ટેક્ષટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રાઇડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષટાઇલ એન્જીનિયરીંગ, ટેકનીકલ ટેક્ષટાઇલ સંબંધીત મશીનરી અને એસેસરીઝ, યાર્ન અને ફેબ્રિકસ જેવા તમામ સેકટર્સને આવરી લેવામાં આવ્યા છે. આથી જ અમને તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે.
સીટેક્ષ પ્રદર્શનના આયોજનમાં એસોસિએટ તરીકે ભારત સરકારના ટેક્ષટાઇલ વિભાગનું ટેક્ષટાઇલ કમિશ્નર કાર્યાલય, ગુજરાત સરકારનું ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નરેટ અને સુરત મહાનગરપાલિકા ચેમ્બરની સાથે જોડાયા
હેતલ મહેતાએ વધુમાં કહયુ હતુ કે, સીટેક્ષ પ્રદર્શનના આયોજનમાં એસોસિએટ તરીકે ભારત સરકારના ટેક્ષટાઇલ વિભાગનું ટેક્ષટાઇલ કમિશ્નર કાર્યાલય, ગુજરાત સરકારનું ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નરેટ અને સુરત મહાનગરપાલિકા ચેમ્બરની સાથે જોડાયા છે. સપોર્ટર્સ તરીકે યસ બેન્ક પણ જોડાઇ છે.
ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્યુ હતુ કે, સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 1 લાખ 10 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં સીટેક્ષ પ્રદર્શન યોજાશે. જેમાં ટેક્ષટાઇલના વિવિધ સેકટરના 130થી વધુ એકઝીબીટર્સ લેટેસ્ટ ટેક્ષટાઇલ મશીનરી અને એન્સીલરીનું તથા મેન્યુફેકચરર્સ તેમના યાર્ન અને ફેબ્રિકસના ઉત્પાદનો પ્રદર્શિત કરનાર છે. આ મશીનરીમાં શટર લૂમ્સ, રેપીયર લૂમ્સ, વોટરજેટ લૂમ્સ, એરજેટ લૂમ્સ, નીડલ લૂમ્સ મશીન, ટીએફઓ, ટ્વીસ્ટર મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીન, ઇલેકટ્રોનિક જેકાર્ડ, યાર્ન ડાઈંગ પ્લાન્ટ, વોટર રિસાયકલીંગ પ્લાન્ટ અને સકર્યુલર નીટીંગ મશીનનો સમાવેશ થાય છે.
ટેક્ષટાઇલના વિવિધ સેકટરના 130થી વધુ એકઝીબીટર્સ લેટેસ્ટ ટેક્ષટાઇલ મશીનરી અને એન્સીલરીનું તથા મેન્યુફેકચરર્સ તેમના યાર્ન અને ફેબ્રિકસના ઉત્પાદનો પ્રદર્શિત થશે
સીટેક્ષ- ર019ના ચેરમેન શ્રી હિમાંશુ બોડાવાલાએ જણાવ્યુ હતુ કે, ત્રણ દિવસ ચાલનારા સીટેક્ષ પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારંભ શુક્રવારે, તા. 4 જાન્યુઆરી ર019ના રોજ સવારે 10:30 કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી મનોહર સેમ્યુલ (સિનિ. પ્રેસિડેન્ટ, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિ., મુંબઇ), શ્રી હંસરાજ એ. ગોંડલીયા (ચેરમેન, અલીફ ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ), શ્રી સૌરભ સિન્હા (ડેપ્યુટી ડાયરેકટર, ટેક્ષટાઇલ કમિશનર કચેરી, અમદાવાદ) અને માનનીય ધારાસભ્ય શ્રી વિવેક એન. પટેલ (સુરત – ઉધના) પધારનાર છે.
મશીનરીમાં શટર લૂમ્સ, રેપીયર લૂમ્સ, વોટરજેટ લૂમ્સ, એરજેટ લૂમ્સ, નીડલ લૂમ્સ મશીન, ટીએફઓ, ટ્વીસ્ટર મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીન, ઇલેકટ્રોનિક જેકાર્ડ, યાર્ન ડાઈંગ પ્લાન્ટ, વોટર રિસાયકલીંગ પ્લાન્ટ અને સકર્યુલર નીટીંગ મશીનનો સમાવેશ
આ પ્રદર્શન દરમિયાન તા. 4 જાન્યુઆરી ર019ના રોજ સાંજે 4:00 કલાકે ‘સિનારીયો ઓફ ટેક્ષટાઇલ મશીનરી’ વિષય ઉપર સેમિનાર યોજાશે. જેમાં તજજ્ઞો ટેક્ષટાઇલ મશીનરી ઉપર માહિતીપ્રદ વકતવ્ય રજૂ કરશે. આ પ્રદર્શન તા. 4 થી 6 જાન્યુઆરી ર019 સુધી સવારે 10:00 થી સાંજે 6:00 કલાક સુધી ટેક્ષટાઇલ ઉદ્યોગમાં રસ ધરાવતા મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
