ભારતમાં વિમાની પાઇલોટની જબરદસ્ત કમી વર્તાશે
ભારતીય વિમાની કંપનીઓ આગામી વર્ષોમાં સેંકડો વિમાનની ડિલિવરી લેવાની છે ત્યારે તેમને મોટાપાયા પર પાઇલટ્સની અછતનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. ઇન્ડિગો, સ્પાઇસજેટ, જેટ એરેવેઝ, ગોએર, વિસ્તારા અને એરએશિયા જેવી એરલાઇન્સ માર્ચ 2019 સુધીમાં લગભગ 100 પ્લેનની સંયુક્ત ડિલિવરી મેળવશે, તેમ એરલાઇન્સના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.
ભારતીય એરલાઇન્સને એક જ વર્ષની અંદરના સમયગાળામાં 800થી 1000 પાઇલટ તથા તેનાથી અડધી સંખ્યામાં ફર્સ્ટ ઓફિસર્સ અને કમાન્ડર્સની જરૂર પડશે. હાલમાં ફર્સ્ટ ઓફિસર્સ વિપુલ પ્રમાણમાં છે. પરંતુ પ્લેનની ડિલિવરી મળશે ત્યારે સૌથી મોટી તકલીફ કમાન્ડરને લગતી છે.
ભારતીય એરલાઇન્સને આગામી એક વર્ષમાં 800થી વધુ કમાન્ડરની જરૂર પડશે, તેમ સિડની સ્થિત કન્સલ્ટન્ટ કાપા સેન્ટરના સાઉથ એશિયાના સીઇઓ કપિલ કૌલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ સમયે 30 ટકા કે 240 જેટલા પાઇલટની ઘટ પડશે તેમ લાગે છે. એરલાઇન ફર્સ્ટ ઓફિસર્સથી કેપ્ટનને તાલીમ આપી અપગ્રેડ કરવા પ્રયત્નશીલ છે અને ઘણી એરલાઇનને આગામી વર્ષોમાં તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે કમાન્ડરની ભરતી કરવાની જરૂરિયાત લાગતી નથી.
તેના પરિણામે પાયલોટોએ વધુ કામ કરવું પડશે, તેમના કામકાજના કલાકો વધી જશે અને તેમને આરામનો ઓછો સમય મળસે. વિકસતા અર્થતંત્રમાં સતત વિકસતા મધ્યમ વર્ગ અને વધતી જતી વ્યક્તિગત આવકે ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર બનાવી દીધું છે. આગામી દાયકામાં ભારતીય વિમાની કંપનીઓ એક હજારથી વધારે પ્લેનની ડિલિવરી લેવાની છે ત્યારે આ જરૂરિયાત 8,000થી 10,000 પાઇલોટ્સની હશે.
એકબાજુ ઘરઆંગણે કમાન્ડરોની મર્યાદિત સંખ્યા અને સરકાર દ્વારા વિદેશી પાઇલટને લેવા સામેની અનિચ્છાના લીધે આ સ્થિતિ વધુ વણસી શકે છે, તેમ એરલાઇન એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.
ભારતીય એરલાઇનો જે રીતે વૃદ્ધિ પામી છે તેની સામે સ્થાનિક સ્તરે વિકસેલા પાઇલોટ્સનો ખાસ પ્રવાહ નથી. તેને ધ્યાનમાં રાખતા વિદેશી પાઇલોટ્સ પર જ આધાર રાખવો પડશે. અમલદારશાહી અને આકરી નિયમનકારી નીતિના લીધે વિદેશી પાઇલટ લાવવા મુશ્કેલ પડી શકે છે. રેગ્યુલેટરી મંજૂરીમાં 40થી 60 દિવસ લાગી જાય છે. બીજા દેશો કરતાં ભારતમાં રેગ્યુલેટરી પ્રક્રિયા વધારે આકરી છે. ડીજીસીએ ભારતીય હવાઈદળના પાઇલોટ માટે જે મેડિકલ ધોરણો હોય તેવા ધોરણોની અપેક્ષા કોમર્સિયલ પાયલોટ પાસે પણ રાખે છે.
યાદ રાખો, ભારતીય કંપનીઓને અમેરિકન કે યુરોપીયન પાઇલોટ પોસાઇ શકે તેમ નથી. તેઓ મુખ્યત્વે રશિયા, યુક્રેન કે મેક્સિકોના પાયલોટ્સની ભરતી કરે છે. તેઓને સરેરાશ ભારતીય કમાન્ડરને ચૂકવાતા વેતન કરતાં 30થી 35 ટકા વધારે માસિક બેઝિક પગાર ચૂકવવો પડે છે. ભારતીય પાયલોટને મહિને ₹6,50,000 પગાર મળે છે જ્યારે વિદેશી પાયલોટને ₹8,84,000 (13,000 ડોલર) ચૂકવવા પડે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
