ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં સમાધાનના બહુમતિ ઉમેદવારોનું અપમાન
ચેમ્બરના ઉપપ્રમુખપદે મેરીટવાળો ઉમેદવાર નહીં, મામકાને બેસાડવાના પ્રયાસો
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) માં હાલ આગામી વાઇસ પ્રેસિડેન્ટ માટેનો ઉમેદવાર નક્કી કરવા માટે લોકશાહીની પ્રક્રિયા ચૂંટણી નહીં અને મેરીટ્સવાળો ઉમેદવાર પણ નહીં બલ્કે મામકાને બેસાડવા માટે રીતસર લોબિંગ ચાલી રહ્યું છે. 16-16 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી ફોર્મ નહીં ખેંચીને એ બાબત નિશ્ચિત કરી દીધી છે કે તેમણે ગમે તે સંજોગોમાં લડી લેવા માટે ઉમેદવારી નોંધાવી છે, આમ છતાં, ચેમ્બર ઓફ કોમર્સમાં કેટલાક લોકો હજુ પણ એવા પ્રયાસો કરી રહ્યા છે કે 16 પૈકી મોટા ભાગના બેસી જાય અને બે અથવા ત્રણ ઉમેદવારો બાકી રહે. ચૂંટણી જ જો કરવાની હોય તો 2 વચ્ચે થાય કે 16 વચ્ચે શું ફરક પડશે ચેમ્બરને..
અનેક મિટીંગો વિફળ રહ્યા પછી, વાઇસ પ્રેસિડેન્ટ કેતન દેસાઇના પ્રયાસો નિષ્ફળ રહ્યા પછી તા.12મી એપ્રિલએ બપોરે બે વાગ્યે ફરીથી તમામ ઉમેદવારોની મિટીંગ યોજવામાં આવી છે અને તેમાં 16 પૈકી મોટા ભાગના બેસી જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાણકારો કહે છે કે કેટલાક લોકો એવા પ્રયાસો કરી રહ્યા છે કે 16 પૈકી મોટા ભાગના બેસી જાય જેમને 5-25 મતો મળવાના છે, તેવા ઉમેદવારો બેસી જાય તો બાકીના બે-ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજી શકાય.
એ બાબત પણ મીનમેખ છે કે જે લોકો પહેલા ચૂંટણીમાં ઉભા રહ્યા અને હવે કોઇકની વાતમાં આવીને, કોઇકની સમજાવટમાં આવીને ફોર્મ પરત ખેંચશે તો તેમની વેલ્યુ 5-25 વોટની થશે.
હકીકતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) માં બે કે ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થાય તેવું ચેમ્બરમાં કેટલાક મહારથીઓ કે જેઓ નજીકના ભવિષ્યમાં 10-15 વર્ષ સુધી પ્રમુખ બની શકે તેવી સ્થિતિમાં નથી તેઓ જ ગતકડાં ચલાવી રહ્યા છે.
ચેમ્બર ઓફ કોમર્સને મેરિટ ધરાવતા વાઇસ પ્રેસિડેન્ટના ઉમેદવાર નથી જોઇતા પરંતુ, જે ગતિવિધિઓ થઇ રહી છે એ જોતા કેટલાક બની બેઠેલા ઉદ્યોગપતિ નેતાઓ પોતાના ઉમેદવારને વી.પી. બનાવવા માટે લોબિંગ કરી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી પૂર્વે સુરત બેઠક પર જે સ્થિતિ સર્જાઇ હતી એ સુરતી વર્સિઝ ઓલ, હવે આ જ સ્થિતિમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) વાઇસ પ્રેસિડેન્ટના ઇલેકશન-સિલેેકશનના મુદ્દે આવીને ઉભી છે.
એક તરફ મૂળ સુરતી ઉમેદવાર તરીકે આશિષ ગુજરાતીને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે અને ચેમ્બરની ગતિવિધિઓથી વાકેફ છે. સામે પક્ષે દિનેશ નાવડીયા કે જેઓ સૌરાષ્ટ્રવાસી છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા દિનેશ નાવડીયાને નોનસુરતી, હિન્દીભાષી ગ્રુપના બી.એસ.અગ્રવાલ અને તેમના ગ્રુપના લોકો સપોર્ટ કરી રહ્યા છે. આમ એવો માહોલ છે કે મૂળ સુરતી વર્સીઝ ઓલનો જંગ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે પરંતુ, કન્ડીશન એ છે કે 16 પૈકી 13-14 ઉમેદવારો તેમની ઉમેદવારી 20મી એપ્રિલ સુધીમાં ખેંચી લે.
આ ઉમેદવારોનું હળાહળ અપમાન થઇ રહ્યું છે
નિખીલ મદ્રાસી
સી.એ. મિતીશ મોદી
જનક પચ્ચીગર
મૃણાલ શુક્લ
આશા દવે
ભદ્રેશ શાહ
સુનિલ જૈન
હિરેન શાહ
નીતિન ભરૂચા (કદાચ ખસી જાય)
વિજય મેવાવાલા
બંદના ભટ્ટાચાર્ય
હિમાંશુ બોડાવાલા
હરીવદન રાણા
મહેશ વાણાવાલા
રાજેન્દ્ર લાલવાલા
દિપક શેઠવાલા
નિખિલ મદ્રાશી
આ ઉમેદવારો પોતાને સ્વયં રિપ્રેઝન્ટ કરી રહ્યા છે, તેમના માટે કદાચ કોઇ ગ્રુપ પ્રોજેક્શન કે લોબિંગ ન કરતું હોય, એનો અર્થ એવો નથી કે તેમને બેસાડી દેવાની વૃતિ અમલી બનાવવામાં આવે. ઇલેકશન થશે અને જેને જેટલા મત મળશે તેના આધારે ચેમ્બર ઓફ કોમર્સના આગામી વાઇસ પ્રેસિડેન્ટ નક્કી થવા જોઇએ.
પણ હાલમાં જે ગતિવિધિઓ ચાલી રહી છે એ જોતા એવું જણાય રહ્યું છે કે બે-ત્રણ બળિયા ઉમેદવારોને શોધીને ઉપરોક્ત નામોને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણવાની પેરવી ચાલી રહી છે.
ચૂંટણી જ જો કરવાની હોય તો 3 ઉમેદવાર વચ્ચે કરો કે 16 વચ્ચે કરો, લોકશાહીના મૂલ્યો જળવાય રહેશે
કોઇપણ ભોગે ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉભા રહેલા 16 પૈકી 13-14 ઉમેદવારોને યેનકેન પ્રકારે બેસાડી દેવા માટે કેટલાક ઉદ્યોગપતિ નેતાઓ મરણિયા બન્યા છે. ચેમ્બર અસ્તિત્વમાં આવી ત્યારથી તેની સાથે સંકળાયેલા લોકો કહે છે કે ચૂંટણી બે-ત્રણ ઉમેદવારો વચ્ચે થાય કે 16 વચ્ચે થાય. હવે જ્યારે કોઇ બેસવા માટે તૈયાર નથી તો સમાધાનના નામે કોઇ પોતાની ખીચડી પકાવી રહ્યું છે. સમાધાન નહીં પણ સોદાબાજી ચાલી રહી હોવાનું પ્રથમદર્શી નજરે જણાય આવે છે. ઉમેદવારી ખેંચી લેવાના બદલામાં કોઇકને કોઇક કમિટીની ચેરમેનશીપ ઓફર થઇ રહી છે તો કોઇકને કંઇ બીજું પદ. એના કરતા તો ચૂંટણી થવી જોઇએ અને જેને જેટલા મત મળશે એના આધારે દરેક ઉમેદવારને પોતાનું સ્થાન પણ ખ્યાલ આવી જશે.
કોઇ ઉમેદવારે ઉમેદવારી પત્ર નોંધાવીને વિના કારણે લંગર નાખ્યું હશે તો પણ ચૂંટણી મતદાનમાં તેને ખબર પડી જશે કે તેને વોટ આપનારા કેટલા, ભવિષ્યમાં આ રીતે લંગર નાંખવાવાળા પણ ચેતી જશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
