CIA ALERT

ટેક્સટાઇલ ઉદ્યોગ માટે SGCCIનું સીટેક્ષ-2019 પ્રાણવાયુ સમાન : SGCCI પ્રેસિડેન્ટ શ્રી હેતલ મહેતા

Share On :

દક્ષિણ ગુજરાતમાં વિકાસ પામેલા ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ ઘટકો માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત સીટેક્ષ 2019 પ્રદર્શન આજથી સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. SGCCI પ્રેસિડેન્ટ શ્રી હેતલ મહેતાએ સી.આઇ.એ.ને જણાવ્યું હતું કે આ એવું પ્રદર્શન બની રહેશે જે સુરતની ઇકોનોમીને બુસ્ટ કરતા ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રાણવાયુ સમાન બની રહેશે. ટેક્સટાઇલ ઉદ્યોગના દરેક ઘટકો માટે અહીં ઉપયોગી ઉત્પાદનો તેમજ ટેકનિક્સ ઉપલબ્ધ બને એ રીતે એક્ઝિબિટર્સ સીટેક્ષમાં આવ્યા છે.

 

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્‍બર ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ડેવલપમેન્‍ટ સેન્‍ટર અને ઉદ્યોગ કમિશનરશ્રી, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે તા. 4/1/ર019થી 6/1/ર019 દરમિયાન સરસાણા સ્‍થિત સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે સમગ્ર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટે ‘સુરત ઈન્‍ટરનેશનલ ટેક્ષટાઇલ એકઝીબીશન-19′ (સીટેક્ષ-ર019)નો આજથી ભવ્‍ય પ્રારંભ થયો છે.

સીટેક્ષ પ્રદર્શનના ઉદ્‌ઘાટન સમારોહમાં મુખ્‍ય મહેમાન તરીકે શ્રી મનોહર સેમ્‍યુલ (સિનિ. પ્રેસિડેન્‍ટ, ગ્રાસીમ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિ., મુંબઇ), શ્રી હંસરાજ ગોંડલીયા (ચેરમેન, અલીફ ગૃપ ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ), શ્રી ઇસ્‍માઇલ શરીફ (આસિસ્‍ટન્‍ટ ડાયરેકટર, ટેક્ષટાઇલ કમિશનર કચેરી, ભારત સરકાર), જિલ્‍લા ઉદ્યોગ કેન્‍ફ્‍ – સુરતના જનરલ મેનેજર શ્રી ડી.આર. પટેલ, માનનીય ધારાસભ્‍ય શ્રી વિવેક એન. પટેલ (સુરત – ઉધના)અને ટેક્ષટાઇલ મશીનરી મેન્‍યુફેકચર્સ એસોસિએશનના સેક્રેટરી જનરલ શ્રી સચિન અરોરા ઉપસ્‍થિત રહયા હતા.

ચેમ્‍બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જણાવ્‍યુ હતુ કે, કોઇપણ ઇન્‍ડસ્‍ટ્રીના વિકાસ માટે ટેકનોલોજી અપગ્રેડેશન ખૂબ જ જરૂરી હોય છે. એવા સંજોગોમાં સીટેક્ષ એકઝીબીશને સમગ્ર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીના ટેકનોલોજી અપગ્રેડેશન અને ધંધાના વ્‍યાપ માટે એકજ જગ્‍યાએ પ્‍લેટફોર્મ પુરુ પાડયુ છે. અહીં ટેક્ષટાઇલના દરેક સેકટરની લેટેસ્‍ટ મશીનરીને પ્રદર્શનમાં મુકવામાં આવી છે.

શ્રી ઇસ્‍માઇલ શરીફે જણાવ્‍યુ હતુ કે, ભારતમાં જ બનેલી મશીનરીથી ઉત્તમ કક્ષાનું ફેબ્રિક ઉત્પાદિત થઇ શકે છે. ભારતની મશીનરી દ્વારા ઉત્‍પાદીત થતા પ્રોડકટને હવે આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ સ્‍વીકારવાની શરૂઆત થઇ ગઇ છે. આથી કાપડનું ઉત્પાદન કરનાર ઉદ્યોગપતિઓએ અન્‍ય દેશોમાંથી સેકન્‍ડ હેન્‍ડ મશીન ઇમ્‍પોર્ટ કરવા કરતા ભારતમાં જ બનેલી મશીનરીનો ઉપયોગ કરવો જોઇએ. આ મશીનરીમાં થોડાક મહિનાઓ બાદ બદલાવ આવતા રહે છે. આથી ટેક્ષટાઇલ મશીનરીમાં અપગ્રેડેશન કરતા રહેવું જોઇએ. સમગ્ર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટે ચેમ્‍બરે જે એકઝીબીશનનું આયોજન કર્યું છે એ ખૂબ જ સરાહનીય છે.

શ્રી મનોહર સેમ્‍યુલે જણાવ્‍યુ હતુ કે, ચેમ્‍બર દ્વારા યોજાયેલા સીટેક્ષ એકઝીબીશનને કારણે એમએસએમઇને સૌથી વધુ ફાયદો થાય છે. ભારતની ટેકનોલોજી પણ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. પણ એના ડેવલપમેન્‍ટ અને પ્રોપર માર્કેટીંગ માટે જે ગેપ રહી જાય છે એ ગેપ આ એકઝીબીશન પુરી દે છે. સુરતમાં આખી ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી છે અને ઇનોવેશન પણ કરતી રહે છે. ઘણા બધા પ્રકારના ફેબ્રિકસ અહીં બને છે પણ એને ગ્‍લોબલ માર્કેટમાં એક્ષપોર્ટ કરવા માટે ટેકનોલોજીનો સપોર્ટ જોઇતો હોય છે અને આવી ટેકનોલોજી સીટેક્ષ જેવા એકઝીબીશનમાં એકજ જગ્‍યાએથી મળી રહે છે. આ એકઝીબીશનઆંત્રપ્રિન્‍યોર્સને પણ નવા ઇનોવેશન માટે પ્રોત્‍સાહન આપે છે.

શ્રી હંસરાજ ગોંડલિયાએ જણાવ્‍યુ હતુ કે, ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના ડેવલપમેન્‍ટ માટે ચેમ્‍બરે સુરતને આંગણે ટેક્ષટાઇલ ઈન્‍ડસ્‍ટ્રીને ખૂબ જ સરસ પ્‍લેટફોર્મ પુરુ પાડયુ છે.જો કે, આપણે હજી ટેક્ષટાઇલ એન્‍જીનિયરીંગ અને મશીનરી ક્ષોત્રે ઘણુ બધુ કરવાનું બાકી છે. ચેમ્‍બર જયારે એકજ સ્‍થળે આપણને આટલી સરસ ફેસીલિટી આપે છે તો એને ડિઝર્વ કરવા માટે આપણે પણ મશીનરી ક્ષોત્રે સખત મહેનત કરવાની જરૂર છે. ભારતમાં ટેકનોલોજી બને છે અને સારુ માર્કેટ ઉભુ થઇ રહયુ છે એ ખુશીની વાત છે.

ધારાસભ્‍ય શ્રી વિવેક પટેલે જણાવ્‍યુ હતુ કે, સમગ્ર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી માટેજે રીતે સીટેક્ષ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્‍યુ છે તે જોતા ચેમ્‍બર માટે વાઇબ્રન્‍ટ ગુજરાતની જેમ વાઇબ્રન્‍ટ ચેમ્‍બર કહીશ તો ખોટુ નથી. ઇન્‍ડસ્‍ટ્રીના વિકાસ માટે ઘણા મુદ્દાઓ મને મળ્‍યા છે એને સંબંધિત વિભાગ સુધી પહોંચાડીશું.વર્ષ ર03પ સુધી સુરત સૌથી વધુ વિકસતુ શહેર તરીકે ઉભરી આવે એના માટે સારી પોલિસી બને અને સુરતના વિકાસમાં લાભ થાય તેવા પ્રયાસ કરીશું.

સીટેક્ષ- ર0ક્ષ9ના ચેરમેન શ્રી હિમાંશુ બોડાવાલાએ જણાવ્‍યુ હતુ કે આ પ્રદર્શનમાં હાઇસ્પીડ રેપીયર લૂમ્‍સ, વોટરજેટ લૂમ્‍સ, એરજેટ લૂમ્‍સ, ડિજીટલ પ્રિન્‍ટીંગ મશીન, ઇલેકટ્રોનિક જેકાર્ડ અને હાઇસ્પીડ એમ્‍બ્રોઇડરી મશીન વિગેરે મુકવામાં આવ્‍યા છે. જે સમગ્ર ટેક્ષટાઇલ ઈન્‍ડસ્‍ટ્રીના વિકાસ માટે મહત્‍વનો ભાગ ભજવશે.

વિશ્વમાં હાઇસ્પીડ રેપીયર લૂમ્‍સ માટે સૌથી અગ્રણી ગણાતી ચાઇનાની છએ છ કંપનીએ પહેલી વખત સુરતના સીટેક્ષ પ્રદર્શનમાં ભાગ લીધો છે. ચાઇનાની સિગ્નેચર વાન્‍લી (પીકાનોલ બેઇઝ), રીફા (વામાટેક્ષા બેઇઝ), ટાઇટન (સ્‍મીત બેઇઝ), કીંગટેક્ષા (સોરીટ બેઇઝ), જિંગ્‍વી અને સુલટેક્ષા (સુલ્‍ઝર બેઇઝ) કંપનીઓએ તેઓની અદ્યતન દસ-દસ હાઇસ્‍પીડ રેપીયર લૂમ્‍સ મશીનરીઓ પ્રદર્શનમાં મુકી છે. ભારતની અલીફ કંપનીએ પણ ચાઇના બેઇઝ આ મશીનરી પ્રદર્શનમાં મુકી છે.

યસ બેન્‍કના શ્રી નિરજ તનેજાએ પણ ચેમ્‍બરને શુભેચ્‍છા આપી હતી અને કહયુ હતુ કે, સખત મહેનતથી સુરતની ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી આ મુકામ પર પહોંચી છે. બિઝનેસના વિકાસ માટે અમે પણ સપોર્ટ કરીશું.

ચેમ્‍બરના ઉપપ્રમુખ શ્રી કેતન દેસાઇએ સીટેક્ષ એકઝીબીશનમાં પધારેલા મુખ્‍ય મહેમાનો તથા ઉપસ્‍થિત તમામનો આભાર માની સમારોહનું સમાપન કર્યુ હતુ.

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :