ક્રેડિટ લેપ્સ સહિતના પ્રશ્નો અંગે GST ટીમ સમક્ષ SGCCIની મુદ્દાસર રજૂઆતો પરીણામ લાવશે
કેન્દ્રીય કપડા મંત્રી સમક્ષ ભલે ફોગવાના આગેવાનો અશોક જીરાવાળા, મયુર ગોળવાલા, આશિષ ગુજરાતીએ કાળા વાવટા બતાવીને અપરિપક્વતા દાખવી હોય પરંતુ, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે પરિપક્વતા દાખવતા આજે વિવર્સ સમેત ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ ઘટક પક્ષોને કનડતા ક્રેડિટ લેપ્સ તેમજ જીએસટી સમેતના પડતર પ્રશ્નો ઉકેલવા માટે નવી દિલ્હીથી ખાસ આવેલી જીએસટી અધિકારીઓની ટીમ સમક્ષ મુદ્દાસર રજૂઆતો કરીને સમગ્ર ઉદ્યોગના હિતમાં ઝડપભેર નિકાલ લાવવા માટે રજૂઆતો કરી હતી. ચેમ્બર પ્રમુખ હેતલ મહેતાએ ક્રેડિટ લેપ્સ તેમજ જીએસટીના પ્રશ્નોની ઘેરી અસરથી જીએસટી અધિકારીઓને વાકેફ કર્યા હતા. નવી દિલ્હીથી ખાસ આવેલી જીએસટી અધિકારીઓ સમક્ષ આજે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા થયેલી રજૂઆતો આગામી દિવસોમાં રંગ લાવશે અને પરીણામદાયી માહોલ સર્જાશે એ બાબત હવે નિશ્ચિત બની છે.
ફોગવાના કેટલાક આગેવાનોએ બગાડેલી બાજી હવે ચેમ્બર દ્વારા સુધારવામાં આવી રહી છે
ફોગવાના કેટલાક આગેવાનોએ ક્રેડિટ લેપ્સના મુદ્દે કોંગ્રેસના રાહુલ ગાંધીનું નામ લઇને ડહોળી નાંખેલા સમગ્ર મામલામાં હવે ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ સમગ્ર ઉદ્યોગના વિશાળ હિતમાં કેન્દ્ર સરકારને મોટું મન રાખીને મામલો ઉકેલી આપવા માટે રજૂઆતોનો દૌર શરૂ કર્યો છે. સૂત્રો જણાવે છે કે ચેમ્બરના પ્રયાસોને પગલે ક્રેડિટ લેપ્સ સહિત ટેક્સટાઇલ ઉદ્યોગના સ્પર્શતા મોટા ભાગના પ્રશ્નોનો ટૂંક સમયમાં તબક્કાવાર નિકાલ શરૂ થઇ જશે.
આજે તા.5મી જાન્યુઆરી 2019ના રોજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા નવી દિલ્હીથી સુરત આવેલા જીએસટી વિભાગના એડીશનલ ડાયરેકટર જનરલ શ્રી એસ.કે.રહમાન તથા તેમની ટીમ સમક્ષા ક્રેડીટ લેપ્સના નિરાકરણ માટે તેમજ જીએસટીના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી હતી.
ચેમ્બર તથા અન્ય વિવરઅગ્રણીઓએ વિવર્સની જે ક્રેડીટ સરકાર પાસે જમા છે એને વિવર્સ યુટીલાઇઝ કરી શકે એવી વ્યવસ્થા જીએસટી વિભાગ દ્વારા ગોઠવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
ચેમ્બર પ્રમુખ હેતલ મહેતાએ વિશાળ વિવર્સ આલમનું હિત જોતા વહેલી તકે ઉકેલ લાવી આપવા રજૂઆત કરી
ચેમ્બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જીએસટી વિભાગના એડીશનલ ડાયરેકટર જનરલ શ્રી એસ.કે. રહમાન તથા તેમની ટીમ સમક્ષ ક્રેડીટ લેપ્સનો મામલો ઉકેલવા તેમજ જીએસટીના અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. તેમણે કહયુ હતુ કે, ક્રેડીટ લેપ્સના મામલે સૌથી વધુ વિવર્સ આલમ અસરગ્રસ્ત થઇ છે. આથી હવે આ મામલે વહેલી તકે બધાને નિરાકરણ જોઇએ છે.
વિવર્સ અગ્રણી હિમાંશુ બોડાવાલાની રજૂઆતો
વિવર્સ અગ્રણી શ્રી હિમાંશુ બોડાવાલાએ એવી રજુઆત કરી હતી કે, વિવર્સની જે ક્રેડીટ સરકાર પાસે જમા છે એને રૂપિયામાં વિવર્સને નહીં આપવામાં આવે તો ચાલશે પણ એને વિવર્સ યુટીલાઇઝ કરી શકે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે.
વિવર્સ અગ્રણી રાજેન્દ્ર લાલવાલાની રજૂઆતો
વિવર્સ અગ્રણી શ્રી રાજેન્દ્ર લાલવાલાએ રજૂઆત કરી હતી કે નેરો ફેબ્રિકસમાં જરી બોર્ડરને જીએસટીના સ્લેબમાં કાપડથી અલગ કરી દેવામાં આવી છે. ફેબ્રિકસની ઉપર 5 ટકા જીએસટી લાગુ પડે છે ત્યારે એ જ કાપડમાંથી કાપીને છુટી કરવામાં આવેલી લેસને 1ર ટકા જીએસટી સ્લેબમાં ગણવામાં આવે છે. જયારે પ્રોડકટ તો એક જ છે. આથી જરી બોર્ડરનો પણ કાપડના 5 ટકા જીએસટી સ્લેબમાં સમાવેશ કરવામાં આવે.
જરી ઉદ્યોગના અગ્રણી બિપીન જરીવાલાની રજૂઆતો
જરી ઉદ્યોગના અગ્રણી શ્રી બિપીન જરીવાલાએ એવી રજૂઆત કરી હતી કે કોપર, બ્રાઝ અને સિલ્વરબેઇઝ ટ્રેડીશનલ જરી અને મેટાલીક જરીને જીએસટીમાં એકજ હેડમાં રાખી એની ઉપર 1ર ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. આથી આ બંનેને અલગ – અલગ હેડમાં નાંખવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી. મેટાલિક જરી ઉપર ભલે 1ર ટકા જીએસટી સ્લેબ રહે પણ ટ્રેડીશનલ જરી માટે જીએસટી 1ર ટકામાંથી ઘટાડીને પ ટકા કરવામાં આવે એવી રજૂઆત થઇ હતી.
નવી દિલ્હી જીએસટી વિભાગના ત્રણ અધિકારીઓની ટીમ સમક્ષ વિવર અગ્રણી શ્રી હિમાંશુ બોડાવાલા અને શ્રી રાજેન્દ્ર જરીવાલા, કીમ – પીપોદરા વિવર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી રસિક કોટડીયા અને ઉપપ્રમુખશ્રી જયંતિ જોલવા, ચેમ્બરના ભુતપુર્વ પ્રમુખ શ્રી રાજેન્દ્ર ચોખાવાલા, ઉદ્યોગપતિ શ્રી ધીરુભાઇ શાહ, જરી ઉદ્યોગના અગ્રણી શ્રી બિપીન જરીવાલા અને દિપક જરીવાલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
