CIA ALERT

SGCCI અને રિયાધની ઇન્ડિયન એમ્બેસી વચ્ચે Online બેઠક

Share On :

સાઉદી અરેબિયામાં સુરતના ટેક્સટાઇલ, ડાયમંડ અને ફાર્મા ક્ષેત્ર માટે રોકાણની વિપુલ તકો

સાઉદી સરકારની ઇન્વેસ્ટમેન્ટ બોડી અને નેશનલ ચેમ્બર સાથે સુરતના ઉદ્યોગકારોની B2B બેઠકો યોજવા ભારતીય દૂતાવાસ કટિબદ્ધ

સાઉદી અરેબિયામાં એક્સપોર્ટ વધારવા વેસ્ટર્ન કોસ્ટ, રિયાધ અને દમામ કોસ્ટની મુલાકાત લેવા ચેમ્બરના પ્રતિનિધિમંડળને આમંત્રણ

સુરત, 15 જુલાઈ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા મંગળવાર, તા. 14 જુલાઈ 2026ના રોજ રિયાધ (સાઉદી અરેબિયા) સ્થિત ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ મીટિંગ યોજવામાં આવી હતી. આ ઓનલાઇન મીટમાં રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી (કોમર્સ) શ્રી વિપુલ બાવા અને ચેમ્બરના હોદ્દેદારો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો મજબૂત કરવા અને સાઉદી અરેબિયામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે નિકાસની નવી તકો શોધવા અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું.

બેઠકના પ્રારંભમાં SGCCIના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “ચેમ્બર આજે દક્ષિણ ગુજરાતમાં 14,500થી વધુ પ્રત્યક્ષ સભ્યો અને 155થી વધુ અગ્રણી વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી દેશની અગ્રણી સંસ્થા છે.” તેમણે સાઉદી અરેબિયાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ દક્ષિણ ગુજરાતના મુખ્ય મજબૂત ક્ષેત્રો જેવા કે ટેક્સટાઇલ્સ, ડાયમંડ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતાઓ રજૂ કરી હતી.

બેઠકમાં ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં નેચરલ ફાઇબર, કોટન અને સિન્થેટિક કાપડ ક્ષેત્રે સુરતના મોનોપોલી સમાન સ્થાનની વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે જ તેમણે સાઉદી અરેબિયામાં સુરતના કાપડની નિકાસ સરળતાથી વધારી શકાય તે માટેના રોડમેપ અંગે ચર્ચા કરી હતી.

રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી શ્રી વિપુલ બાવાએ સાઉદી અરેબિયામાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોનો વ્યાપાર વધે તે માટે સાઉદીના વેસ્ટર્ન કોસ્ટ, રિયાધ અને દમામ કોસ્ટની પ્રત્યક્ષ મુલાકાત લેવા અને ત્યાંના બજારની માહિતી મેળવવા ચેમ્બરના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળને સત્તાવાર આમંત્રણ આપ્યું હતું. તેમણે ખાતરી આપી હતી કે, ચેમ્બરનું આ ડેલિગેશન જ્યારે સાઉદી આવશે ત્યારે દૂતાવાસ દ્વારા તેમની બેઠકો ‘નેશનલ ચેમ્બર ઓફ કોમર્સ – રિયાધ’, ‘ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (સાઉદી અરેબિયા)’ અને ‘સાઉદી ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ’ના ટોચના હોદ્દેદારો અને બાયર્સ સાથે ગોઠવવામાં આવશે.

શ્રી બાવાએ સાઉદી અરેબિયાના ‘વિઝન-2030’ અંતર્ગત ટેક્સટાઇલ્સ, ડાયમંડ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જી (સૌર અને પવન ઊર્જા) ક્ષેત્રે સાઉદી સરકાર દ્વારા અપાતા આર્થિક પ્રોત્સાહનો, સબસિડી અને લિબરલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસીઓ વિશે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી.

અંતમાં ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ સાઉદી અરેબિયાના બાયર્સને સુરતના આગામી પ્રદર્શનોમાં લાવવા અંગે ઉત્સુકતા દર્શાવી હતી અને ભારતીય દૂતાવાસના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરીને બેઠકનું સમાપન કર્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :