SDCAની ચૂંટણી : પરિવર્તન પેનલના દરેક આરોપોના સ્ટેડીયમ પેનલે જડબાંતોડ જવાબો આપ્યા
આગામી તા.7મી ફેબ્રુઆરી 2021ના રોજ યોજાઇ રહેલી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની મેનેજિંગ કમિટીના 21 સભ્યોની ચૂંટણીમાં અમે અત્યાર સુધી પરિવર્તન પેનલના મેનિફેસ્ટો તેમજ પ્રેસ કોન્ફરન્સના નિવેદનો પ્રકાશિત કર્યા હતા. આજરોજ તા.3 ફેબ્રુઆરીએ સુરત ટેનિસ ક્લબ ખાતે સ્ટેડીયમ પેનલ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સના અંશો અહીં પ્રસ્તુત કરી રહ્યા છીએ.

લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના પ્રણેતા અને ચૂંટણીમાં સ્ટેડીયમ પેનલના સુકાની કનૈયાલાલ કોન્ટ્રાક્ટર, હેમંતભાઇ કોન્ટ્રાક્ટર, ખજાનચી સી.એ. મયંક દેસાઇ, ડો. નૈમેષ દેસાઇ વગેરેએ જણાવ્યું હતું કે પરિવર્તન પેનલ દ્વારા તેમના મેનિફેસ્ટોમાં જે પણ કંઇ ચાર્જીસ મૂકવામાં આવ્યા છે એ તમામ બેબુનિયાદ છે. આગેવાનોએ કહ્યું કે પરિવર્તન પેનલ નકારાત્મક પ્રચારથી ચૂંટણી જીતવા માગે છે જ્યારે સ્ટેડીયમ પેનલ તેમણે કરેલા કાર્યોથી આ ચૂંટણી જીતશે.
સ્ટેડીયમ પેનલે કહ્યું
- હેલ્થક્લબ, જિમ્નેશિયમ પ્લાન મુજબ અને હકીકતમાં પ્લાનથી પણ સારી રીતે તૈયાર કરવામાં આવશે.
- સ્ટેડીયમની જમીનના દાતાઓને પ્રતિનિધિત્વ આપવાના દરેક ઠરાવોને નિયમાનુસાર એસ.ડી.સી.એ.ની વાર્ષિક સાધારણ સભામાં પસાર કરવામાં આવ્યા છે. આપબળે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
- હિતેષ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલા દાન તેમજ તેમાંથી નિર્માણ પામનારા પ્રોજેક્ટ એઝ ઇટીઝ સાકાર થશે, પણ એ તબક્કાવાર હાથ ધરાશે. હિતેશ પટેલ પોતે કરેલી જાહેરાતના સાર્થક કરવા માટે કટિબદ્ધ છે.
- સ્ટેડીયમના સભ્યોને કોરોના કાળમાં બંધ સુવિધાઓની સામે 25 ટકા રાહત આપવાની પરિવર્તન પેનલની જોગવાઇ ફગાવતા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે કહ્યું કે આ રાહત આપવી એ એસ.ડી.સી.એ.ના સભ્યોનું અપમાન બરાબર છે. આવી રાહત એક ગતકડાથી વિશેષ કશું નથી.
- સ્ટેડીયમ પેનલે કહ્યું કે સુરતથી જુદી જુદી ટીમોમાં કુલ 45 જેટલા ખેલાડીઓ સિલેક્ટ થયા છે એટલું જ નહીં પણ વર્ષે દહાડે લાલભાઇ સ્ટેડીયમ પર કુલ 500 જેટલી નાની મોટી મેચો રમાઇ રહી છે.
- ક્રિકેટ માટે સ્ટેડીયમ પર ઉભી કરવામાં આવેલી માળખાગત સુવિધાઓને ભારતના રાષ્ટ્રીય સ્તરના કોચ, ખેલાડીઓ વખાણી ચૂક્યા છે.
- સ્ટેડીયમ પેનલના કાર્યકાળમાં દરેકે દરેક આર્થિક વ્યવહારોનું પેમેન્ટ ચેકથી જ કરવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમ અગાઉ ડેવલપ થઇ ન હતી.
પરિવર્તન પેનલે નેગેટીવ પ્રચાર કરીને ચૂંટણી જીતવી છે, અમે પોઝીટીવ પ્રચારથી ચૂંટણી જીતી બતાવીશું હેમંત કોન્ટ્રાક્ટર (સ્ટેડીયમ પેનલ)
21 ઉમેદવારો પૂરા નહીં હોવા અંગે પણ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે કહ્યું કે તેમની સાથે થોડી રાજરમતો રમાઇ અને તેના કારણે તેઓ 21માં સભ્યનું ફોર્મ ભરાવી શક્યા નથી. એમાં કોઇ મોટી વાત નથી. અમારી પેનલમાં 21મું નામ એક ક્રિકેટર તરીકે સુરતના ગૌરવશાળી ક્રિકેટર અને ભૂતપૂર્વ રણજીટ્રોફી પ્લેયરનું લખ્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
