સૌરાષ્ટ્રની ચાર લોકસભા બેઠકો પર અકળ મતદાન
સૌરાષ્ટ્રની સાત બેઠકો રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને પોરબંદર માટે ગઈકાલે પ9 ટકા જેટલું સરેરાશ મતદાન થયું હતું. સૌરાષ્ટ્રની સાત બેઠકોમાં સૌથી વધારે મતદાન રાજકોટમાં 63.1પ ટકા થયું છે જ્યારે ઓછું મતદાન અમરેલીમાં પપ.73 ટકા થયું છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આટલી ગરમી વચ્ચે પણ સારૂં મતદાન થયું છે જ્યારે શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન થતાં રાજકીય પક્ષો અકળાયા છે અને રાજકીય તજજ્ઞો સ્પષ્ટ ગણિત માંડી શકતા નથી. સૌરાષ્ટ્રની સાત બેઠકોમાંથી ત્રણમાં ભાજપનું પલડું ભારે હોવાનું તારણ કાઢવામાં આવી રહ્યું છે જ્યારે ચાર બેઠકો પર તો ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે.
સૌરાષ્ટ્રની રાજકોટ બેઠકની વાત કરીએ તો 2014ની પેટર્ન મુજબ જ મતદાન થયું છે. પાટીદારોના વિસ્તાર ટંકારામાં મતદાન વધારે થયું છે જ્યારે કોળી મતદારોના પ્રભુત્વ ધરાવતા જસદણમાં ઓછું મતદાન થયું છે. મતદારો જાણે ઘરેથી કોને મત આપવો, તેવું નક્કી કરીને નીકળ્યા હોય એ રીતે મતદાન થયું છે અને એટલે જ આ વખતે કોઈ અનુમાનો લગાવી શકાય એવી સ્થિતિ નથી. જૂનાગઢમાં ગયા વખત કરતાં સરેરાશ ત્રણ ટકા મતદાન ઓછું થયું છે અને જે મતદાન ઘટયું છે તે સવર્ણોનું ઘટયું હોવાનું તારણ નીકળે છે. દલિત, મુસ્લિમ સમાજ દ્વારા વધારે મતદાન થયું છે અને જૂનાગઢમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ સારૂં મતદાન થયું છે. સોમનાથ વિસ્તારમાં 70.8પ ટકા અને વિસાવદરમાં સૌથી ઓછું પ9.01 ટકા મતદાન થયું છે. જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધી, વંથલીમાં કેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સભા સંબોધન કર્યું, તેની શું અસર થાય છે તે જોવાનું રહ્યું. હાલમાં આ બેઠકનું’ અનુમાન કરી શકાય એવું નથી. ભાવનગર બેઠકની વાત કરીએ તો ભાવનગરમાં પણ પાક વીમો, રસ્તા, વિકાસ સહિતના પ્રશ્નો સામે આવ્યા હતા. અહીં શહેર અને ગામડાંઓમાં લગભગ સરખું મતદાન થયું છે જે ભાજપનું પલડું ભારે કરી શકે તેમ મનાય છે. જામનગરમાં પણ સાંસદ પૂનમબેન માડમની પાંચ વર્ષની ટર્મ, તેમનું નેટવર્ક તેમને ફાયદો કરાવી શકશે એમ માનવામાં આવે છે, છતાં વિવાદમાં રહેલી જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધારે 6પ.13 ટકા મતદાન થયું તેના ઉપર સૌની નજર છે. દ્વારકા વિસ્તારમાં પ6.31 ટકા જેટલું ઓછું મતદાન થયું છે.
અમરેલી બેઠકની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી ઓછું મતદાન આ બેઠક માટે પપ.73 ટકા થયું છે. અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારમાં પાટીદારોનું જંગી મતદાન થયું છે. શહેરી વિસ્તારમાં પ્રમાણમાં ઓછું મતદાન ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે. અમરેલી બેઠક હેઠળ મહુવા, ગારિયાધાર વિસ્તારો આવતા હોવાથી આ વિસ્તારમાં ખેડૂતો વધારે નારાજ છે અને ધાનાણી આંદોલનના સમયમાં આ વિસ્તારના ખેડૂતોની પડખે રહ્યા હતા એટલે એમનું પલડું નમેલું દેખાય છે. અમરેલીમાં મહુવા વિસ્તારમાં 63.66 જેટલું ઊંચું મતદાન થયું છે જ્યારે ગારિયાધારમાં પ2.31 ટકા જેટલું ઓછું વોટીંગ થયું છે.
સુરેન્દ્રનગરમાં ભાજપના નવા ચહેરાસમા ઉમેદવાર ડૉ. મુંજપરા સામે કેંગ્રેસે દિગ્ગજ નેતા સોમાભાઈ ગાંડાભાઈ પટેલને ઉતાર્યા હતા તો કેંગ્રેસથી નારાજ કોળી આગેવાન લાલજીભાઈ મેર અપક્ષ લડતા હતા. એ રીતે અહીં ત્રિપાંખીયો જંગ હતો અને વિશેષ વાત એ કે, આ બેઠક માટે સૌથી વધારે 31 ઉમેદવારો હતા. આ બેઠક માટે પ7.86 ટકા મતદાન થયું છે. જેમાં વીરમગામ અને ધ્રાંગધ્રામાં વધારે અને ધંધુકામાં ઓછું મતદાન નોંધાયું છે. સુરેન્દ્રનગરના મતદારોએ મતદાનમાં સ્થાનિક પ્રશ્નો ખેતી, પાક વીમો અને પાણીની સમસ્યા ધ્યાને લઈ મતદાન કર્યું હોવાનું તારણ નીકળ્યું છે.
પોરબંદર બેઠક માટે ભાજપે નવા ચહેરા રમેશ ધડૂકને મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે ધોરાજીના ધારાસભ્યને લડાવ્યા હતા. પોરબંદર શહેરના લોકો માટે આ બન્ને નવા ચહેરા છે અને બન્ને પાટીદાર ખરા એટલે જ્ઞાતિવાદી સમીકરણો કરતાં પાટીદાર મતદારોએ સ્થાનિક પ્રશ્નોને અગ્રતા આપીને મતદાન કર્યું હોય એવું જણાઈ આવે છે. ગેંડલમાં પાટીદારોએ વધારે મતદાન કર્યું, તે સમીકરણ બદલાવી શકે. બન્ને પક્ષના જીતના દાવા વચ્ચે રાજકોટ, જામનગર, ભાવનગર બેઠકો ઉપર ભાજપનું પલડું ભારે છે પણ બાકીની ચાર બેઠકો સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં 23મી મે સુધી ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે.
જૂનાગઢ લોકસભા બેઠકની ચૂંટણી ગઇકાલે શાંતિમય સંપન્ન થઇ તેમાં લઘુમતિ અને દલિતોએ ધીંગુ મતદાન કરવા છતાં ગત ચૂંટણી કરતા ત્રણ ટકા ઓછા મતદાન પાછળ સવર્ણોની ઉદાસીનતા અને કંઇક ઉણપ હોવાનું જણાય છે. આ ત્રણ ટકાનો ઘટાડો નિર્ણાયક તો નહીં બને ને? તે સવાલ સૌને મુંઝવી રહ્યો છે.
જૂનાગઢ લોકસભા મત વિસ્તાર હેઠળની 7 વિ.સભા મત વિસ્તારમાં ગઇકાલે ચૂંટણી યોજાઇ હતી. તેમાં વિધાનસભા વાર મતદાનની ટકાવારી ઉપર નજર કરીએ તો જૂનાગઢ 59.01, વિસાવદર 53.01, માંગરોળ 63.89, સોમનાથ 59.01, તાલાળા 58.28 ટકા, કોડીનાર 59.63, ઉના 60.72 ટકા મતદાન નોંધાયુ છે. તેથી આ મત વિસ્તારમાં 60.73 ટકા મતદાન નોંધાયું છે. જૂનાગઢ લોકસભા બેઠકને ભાજપે પ્રતિષ્ઠાનો જંગ ગણ્યો છે. તેના ભાગરૂપે ગુજરાતમાં સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જૂનાગઢમાં ચૂંટણી’ સભાને સંબોધી હતી. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે કોડીનારમાં રોડ શો કર્યો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાતેય વિધાનસભા બેઠકો ઉપર ચૂંટણી સભા કરવી પડી હતી. જ્યારે કોંગ્રેસ ભાજપની સરખામણીમાં એકમાત્ર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ચૂંટણી સભા યોજાઇ હતી. કોંગ્રેસ પાસે આગેવાનો અને કાર્યકરો પણ ઓછા હોવાથી ભાજપ જેટલો જોરશોરથી પ્રચાર કરીશકી ન હતી તેનાથી સૌ પરિચિત છે.
આવા માહોલમાં યોજાયેલી ચૂંટણીમાં લઘુમતી અને દલિત વિસ્તારોમાં ધીંગુ મતદાન થયું હતું. તેની સામે સવર્ણોમાં ઉદાસીનતા દેખાઇ હતી તેના પરિણામે ગત લોકસભા ચૂંટણી કરતા ત્રણ ટકા ઓછું મતદાન નોંધાયું છે.
આ ઓછા મતદાન માટે કંઇક ઉણપ રહી હોય તેમ જણાય છે. રાજકીય પક્ષોના આગેવાનોમાં મતદાનના દિવસે ઉદાસીનતા નજરે ચડી હતી. ટાઢાપોરે નેતાઓ દેખાયા હતા. કાર્યકરો પણ ડોર ટુ ડોર જઇ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડી શકયા ન હતા.
મતદાનમાં લઘુમતી અને દલિતોના ઉત્સાહના પ્રમાણમાં સવર્ણોમાં ઉદાસનીતા દેખાઇ હતી. આ પાછળ કંઇક ઉણપ રહી હોય તેમ નકારી ન શકાય. ઉપરોકત બન્ને કોમોના ધીંગા મતદાનથી રાજકીય તજજ્ઞો પણ ચિંતિત બન્યા છે અને આંકડાના ગણિત કયાંક ઉંધા પડે તેવી આશંકા વ્યકત કરી રહ્યા છે. કદાચ મતદાનમાં ત્રણ ટકાનો ઘટાડો નિર્ણાયક સાબિત પુરવાર થાય તો નવાઇ નહીં.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
