સુરતમાં બસના ચેસિસ-ઍન્જિન નંબર કૌભાંડ: ઇન્સપેક્ટર સહિત ચાર પોલીસકર્મી સસ્પેન્ડ
લકઝરી બસના ચેસિસ-એન્જિન નંબર બદલવાના રાજ્યવ્યાપી રેકેટનો પર્દાફાશ કરવા બદલે રૂ. 31 લાખનો વહીવટ કરનાર પીઆઇ એન. ડી.ચૌધરી સહિત ચાર વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત ચારેયને પોલીસ કમિશ્ર્નર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
કામરેજ નજીકના વાલક ખાતે સ્ટાર ઓટો ગેરેજ ધરાવતા ઇર્શાદ પઠાણ લકઝરી બસના ચેસિસ અને એન્જિન નંબર બદલવામાં માસ્ટરમાઇન્ડ છે. આરટીઓનો લાખોનો ટેક્ષ ચોરી કરવા તે છેલ્લા ઘણા સમયથી આ કૌભાંડ ચલાવતો હતો. સરથાણા પોલીસ સુધી આ પ્રકરણ પહોંચ્યું હતું. જો કે, આ સમગ્ર પ્રકરણમાં કાર્યવાહી કરવાના બદલે સરથાણા પીઆઇ એન.ડી.ચૌધરી, પીએસઆઇ તથા બે કોન્સ્ટેબલો દ્વારા ગેરેજવાળા ઇશાર્દને ત્યાં મોડા રાત્રે પહોંચી ગયા હતા. જ્યાં તેઓને 300 જેટલી ડુપ્લિકેટ આરસીબુક, એક સરખી નંબર પ્લેટ મળી આવી હતી. બાદમાં પીઆઇ દ્વારા આ પ્રકરણ પર પડદો નાખવા રૂ. એક કરોડની માગ કરાઇ હતી. જોકે બાદમાં વાતાઘાટો કરી રૂપિયા 31 લાખનો તોડ કરી દેવામાં આવ્યો હતો. આ વાત પોલીસ કમિશનર સુધી પહોંચી હતી. જેથી આ તમામ ઘટનામાં પોલીસ કમિશનર દ્વારા ગુપ્ત તપાસ કરવામાં આદેશ આપ્યો હતો. તપાસ દરમિયાન એસીપી સી. કે. પટેલ દ્વારા પીઆઇનો ભાંડો ફોડી નાખવામાં આવ્યો હતો. એસીપીના રિપોર્ટના આધારે સરથાણા પોલીસ મથકમાં પીઆઇ એન.ડી.ચૌધરી, પીએસઆઇ હાથીસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ ગોપાલ ભરવાડ તથા ભગુ ભરવાડ વિરૂદ્ધ ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધતાની સાથે જ પોલીસ કમિશનર સતીષ શર્મા દ્વારા તાત્કાલિક ધોરણે ચારેયને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


