CIA ALERT

સેમસંગે છેલ્લા બે મહિનામાં બીજી વખત ટીવીના ભાવ ઘટાડ્યા

Share On :

સેમસંગે ગત જુન 2018માં કેટલાંક મોડલ્સના ભાવમાં 10-20 ટકાનો ઘટાડો કર્યો હતો અને હવે લગભગ તમામ સાઇઝના ટીવીના ભાવ ઘટાડ્યા છે. સ્માર્ટફોનની જેમ ટેલિવિઝન માર્કેટમાં પણ બજારહિસ્સો ગુમાવવો પડશે તેવી બીકને કારણે ટીવી માર્કેટની નંબર વન કંપની સેમસંગે છેલ્લા બે મહિનામાં બીજી વખત ટેલિવિઝનના ભાવમાં ઘટાડો કર્યો છે.

કંપનીએ આ વખતે સૌથી વધુ વેચાતા 32થી 43 ઇંચના ટીવીના ભાવમાં પાંચ ટકા (અથવા ₹1,000થી ₹2,500) જેટલો ઘટાડો કર્યો છે જ્યારે 75 ઇંચના વિશાળ કદના ટીવીના ભાવમાં 15 ટકા અથવા ₹45,000નો ઘટાડો કર્યો છે. માર્કેટમાં વેચાતા કુલ ટીવીમાં 80 ટકાથી પણ ‌વધુ હિસ્સો 32થી 43 ઇંચના ટીવીનો હોય છે.

ઓનલાઇન વેચાણ પર ભાર મૂકતી TCL, શાઓમી, BPL, Vu, સાન્યો અને કોડાક જેવી બ્રાન્ડ્સના ભાવ સાથેનો તફાવત ઘટાડવા માટે સેમસંગે નવાં મોડલ લોન્ચ કર્યાના બે મહિનાની અંદર જ તેનો ભાવ ઘટાડ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. નવી આવેલી ચાઇનીઝ અને અન્ય બ્રાન્ડ્સે ટીવી માર્કેટમાં 14 ટકા બજારહિસ્સો મેળવી લીધો છે અને સસ્તી કિંમતને કારણે આ બ્રાન્ડ્સની માંગ ધીમે ધીમે વધી રહી છે.

ભાવ ઘટાડ્યા બાદ પણ સેમસંગના 43 ઇંચના ટીવીનો ભાવ ₹37,000 છે, જેની સામે TCLનો ભાવ ₹28,490 અને થોમ્સનનો ભાવ ₹27,999 છે. પરંતુ સેમસંગ અન્ય પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ (LG, સોની અને પેનાસોનિક)ની જેમ બ્રાન્ડ વેલ્યૂ અને આફ્ટર-સેલ્સ સર્વિસના જોરે ગ્રાહકોને આકર્ષતી રહેશે તેવી અપેક્ષા છે.

વૈશ્વિક સ્તરે ટેલિવિઝન પેનલના ભાવમાં વધારો થયો હોવાથી ઉદ્યોગ ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યો હતો તેવા સમયે સેમસંગે ભાવમાં ઘટાડો કર્યો છે, જેથી LG, પેનાસોનિક અને સોની જેવી હરીફ કંપનીઓ પણ ભાવમાં ઘટાડો કરશે અથવા તો ભાવ યથાવત્ સ્તરે જાળવી રાખશે. પેનાસોનિકે તાજેતરમાં જ 40 ઇંચથી મોટા કદના ટીવીનાં કેટલાંક મોડલ્સના ભાવમાં ઘટાડો કર્યો હતો.

ભાવની બાબતમાં આક્રમક ટીવી બ્રાન્ડ્સ ધીમે ધીમે બજારહિસ્સો કબજે કરી રહી છે અને સેમસંગ આ કંપનીઓના ભાવની બરોબરી કરવાનો પ્રયાસ કરી રહી છે. ગ્રાહકોને વાજબી ભાવમાં સારી વસ્તુ આપવા માટે સેમસંગે પ્રત્યેક કદનાં એન્ટ્રી-લેવલ મોડલ્સના ભાવમાં ઘટાડો કર્યો છે.”

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :