નવરાત્રીથી ONLINE Shopping ની ધૂમ, 2 કરોડ ભારતીયો 3 અબજ ડોલર્સની ખરીદી કરશે
Jayesh Brahmbhatt 98253 44944
- બે કરોડ લોકો વિવિધ ઇ-કોમર્સ વેબસાઇટ પરથી ખરીદી કરશે
- ત્રણ અબજ ડોલરનું વેચાણ થશે
ઓનલાઇન શોપર્સની વધી રહેલી સંખ્યા અને તેમાં પણ આગામી નવરાત્રી અને દિવાળીના ફેસ્ટીવલ્સને ધ્યાનમાં રાખીને અમેઝોન અને ફ્લીપકાર્ટે ઓનલાઇન શોપિંગ બિઝનેસમાં નેવર બીફોર ઓફર્સ સાથે આગામી નવરાત્રી દરિમયાન મેગા ફેસ્ટિવલ સેલ લોંચ કરશે. જુદી જુદી ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પરથી દિવાળી સુધીમાં અંદાજે 2 કરોડ લોકો 3 અબજ ડોલરની જંગી રકમની ખરીદી કરશે. આ ફેસ્ટિવલ સેલમાં બન્ને શોપિંગ સાઇટ્સ નેવર બીફોર પ્રાઇસની ટેગલાઇન સાથે મોબાઇલ, ગારમેન્ટસ, પરફ્યુમ્સ, હોમએપ્લાયન્સીઝ, ફુટવેયર્સથી લઇને ઇમ્પોર્ટેડ ફુડ સપ્લીમેન્ટસ વગેરે ચીજવસ્તુઓનું વેચાણ કરશે.
- એમેઝોન ઇન્ડિયા 10-15 ઓક્ટોબર ફેસ્ટિવ સેલ
- ફ્લિપકાર્ટ પણ 10-14 ઓક્ટોબર ‘ધી બિગ બિલિયન ડેઝ’ નામનો ફેસ્ટિવ સેલ
- શોપક્લૂઝ જેવી નાની કંપનીઓએ પણ 10 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી સેલની જાહેરાત કરી છે અને ફેશન, લાઇફસ્ટાઇલ, હોમ, કિચન, ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરિઝ કેટેગરીમાં 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે.
અગ્રણી ઇ-કોમર્સ કંપની એમેઝોનને આ વખતની તહેવારની સીઝનમાં મજબૂત વૃદ્ધિનો વિશ્વાસ છે. ખાસ તો બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાંથી મળી રહેલા નવા ગ્રાહકો તેમજ વિવિધતાસભર પ્રોડક્ટ્સ અને અગ્રણી બ્રાન્ડ્સ ઉપલબ્ધ હોવાથી વેચાણ વધવાનો કંપનીને આશાવાદ છે.

ભારતમાં ફ્લિપકાર્ટ સાથે ગળાકાપ સ્પર્ધા કરતી એમેઝોન ઇન્ડિયા 10-15 ઓક્ટોબર દરમિયાન તેનો ફેસ્ટિવ સેલ યોજશે અને ગ્રાહકોને આકર્ષવા માટે તગડાં ડિસ્કાઉન્ટની ઓફર કરશે. વોલમાર્ટ દ્વારા ખરીદવામાં આવેલી ફ્લિપકાર્ટ પણ 10-14 ઓક્ટોબર દરમિયાન તેનો ‘ધી બિગ બિલિયન ડેઝ’ નામનો ફેસ્ટિવ સેલ યોજવાની છે.
70 ટકાથી પણ વધારે નવા ગ્રાહકો બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાંથી આવવાની ધારણા છે.” એમ એમેઝોન ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું.
વનપ્લસ, શાઓમી અને સેમસંગ જેવી મોટી બ્રાન્ડ્સ તેમજ અન્ય પ્રોડક્ટ કેટેગરીની બ્રાન્ડ્સ પણ તેમની પ્રોડક્ટ્સ આ સેલ દરમિયાન વેચવાની તૈયારી કરી રહી છે. કયા સેગમેન્ટ મહત્તમ વૃદ્ધિ કરશે તેવા સવાલના જવાબમાં તિવારીએ જણાવ્યું હતું કે, “પ્રત્યેક કેટેગરી સારો દેખાવ કરે તેવી અપેક્ષા છે અને મોટા ભાગની કેટેગરીમાં 10 ગણી વૃદ્ધિ થવાનો અંદાજ છે.
અમને અંદાજ છે કે, મોબાઇલ ફોન, ફેશન અને લાર્જ એપ્લાયન્સિસ કેટેગરીનું પ્રદર્શન ઘણું સારું રહેશે.” એક અંદાજ છે કે, ચાલુ ઓક્ટોબર મહિનાના મધ્યમાં શરૂ થનાર ફેસ્ટિવ સેલ દરમિયાન લગભગ બે કરોડ લોકો વિવિધ ઇ-કોમર્સ વેબસાઇટ પરથી ખરીદી કરશે, એટલે ત્રણ અબજ ડોલરનું વેચાણ થઈ શકે છે.
શોપક્લૂઝ જેવી નાની કંપનીઓએ પણ 10 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી સેલની જાહેરાત કરી છે અને ફેશન, લાઇફસ્ટાઇલ, હોમ, કિચન, ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરિઝ કેટેગરીમાં 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


