મુંબઇ-દિલ્હી એરપોર્ટ પર મેઇન્ટેનન્સનું કામ, 900 ફ્લાઇટ્સ રદ થશે, ડોમેસ્ટિક ફ્લાઇટ્સ મોંઘી અને વિલંબથી
- દિલ્હી એરપોર્ટનો રનવે નવેમ્બરમાં 13 દિવસ બંધ રહેશે
- દિલ્હી એરપોર્ટ સૌથી જૂનો રનવે-27, 15 નવેમ્બરથી 13 દિવસ બંધ
- મુંબઈનું એરપોર્ટ પણ 7 ફેબ્રુઆરી 2019થી માર્ચના અંત સુધી સપ્તાહમાં ત્રણ દિવસ છ કલાક બંધ રહેશે
- મુંબઈ એરપોર્ટનો રનવે 7 ફેબ્રુઆરી 2019થી બાવન દિવસ માટે દિવસમાં છ કલાક (સવારના 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી) બંધ રહેશે
- 900 ફ્લાઇટ્સ રદ થવાની અને ઘણી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર થવાની શક્યતા
- દિલ્હી એરપોર્ટ બંધ રહેવાથી 200 ફ્લાઇટ્સ અને મુંબઈ એરપોર્ટના કારણે 700 ફ્લાઇટ્સને અસર થશે
ભારતના બે સૌથી બિઝી એરપોર્ટસ, મુંબઇ અને દિલ્હી રન-વે મેન્ટેનન્સ માટે નવેમ્બર 2018થી 2019ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં બંધ રહેવાના હોઇ નવેમ્બરથી ફેબ્રુઆરી 2019 સુધીમાં ભારતમાં નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં ફ્લાઇટ્સમાં વિલંબ અને મોંઘી ટિકીટ્સના પ્રશ્નોનો સામનો મુસાફરોએ કરવો પડશે. ખાસ કરીને ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં આ પ્રશ્નો મોટા પાયે સર્જાશે.
ભારતના બે સૌથી બિઝી એરપોર્ટસ, મુંબઇ અને દિલ્હી રન-વે મેન્ટેનન્સ કામ હાથ ધરાવાના કારણે 900 ફ્લાઇટ્સ રદ થવાની અને ઘણી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર થવાની શક્યતા છે.

દિલ્હી એરપોર્ટનો રનવે નવેમ્બરમાં 13 દિવસ બંધ રહેશે. મુંબઈનું એરપોર્ટ પણ 7 ફેબ્રુઆરી 2019થી માર્ચના અંત સુધી સપ્તાહમાં ત્રણ દિવસ છ કલાક બંધ રહેશે. દિલ્હી એરપોર્ટ બંધ રહેવાથી 200 ફ્લાઇટ્સ અને મુંબઈ એરપોર્ટના કારણે 700 ફ્લાઇટ્સને અસર થશે.
બંને એરપોર્ટના ક્લોઝર વખતે ડોમેસ્ટિક ફ્લાઇટ્સને સૌથી વધુ અસર થશે. ઉપરાંત, એરલાઇન્સ ફ્લાઇટ રદ કરશે અને તેને લીધે હવાઈભાડાંમાં વધારો નોંધાશે. એરપોર્ટ ઓપરેટર્સના જણાવ્યા અનુસાર રનવેને રિપેરિંગની જરૂર છે અને એરપોર્ટ ઓપરેટર્સે એરલાઇન્સ સહિત તમામ હિસ્સેદારો સાથે યોગ્ય સંકલન પછી આ નિર્ણય લીધો છે.
દિલ્હી એરપોર્ટ સૌથી જૂનો રનવે-27 નવેમ્બરની 15 તારીખથી 13 દિવસ સુધી બંધ રાખશે. રનવેનો ઉપયોગ મુખ્યત્વે ટર્મિનલ 1ડીનો ઉપયોગ કરતી ફ્લાઇટ્સ કરે છે. આ રનવે બંધ થવાથી ૨૦૦ ફ્લાઇટ્સને અસર થશે અને અન્ય ફ્લાઇટ્સના સમય ખોરવાશે. રિપેરિંગની જરૂરિયાત હોવાથી રનવે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવશે. રનવે બંધ કરવાનો નિર્ણય એરલાઇન્સ સહિત તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કરીને લેવાયો છે.
મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેને મજબૂત બનાવવા ક્લોજર જરૂરી છે. ક્લોઝરને પગલે મુંબઈ એરપોર્ટના રનવેનું ઇન્ટરસેક્શન મજબૂત બનશે. ઇન્ટરસેક્શન ખાતે રિપેરિંગ કામ થવાનું હોવાથી અમારે રનવે સંપૂર્ણ બંધ કરવો પડશે. એરપોર્ટને દિવસ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેને લીધે વહેલી સવાર, મોડી રાત અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને સૌથી ઓછી અસર થશે.
મુંબઈ એરપોર્ટનો રનવે 7 ફેબ્રુઆરી 2019થી બાવન દિવસ માટે દિવસમાં છ કલાક (સવારના 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી) બંધ રહેશે. તેને લીધે લગભગ 700 ફ્લાઇટ્સને અસર થશે. ઉપરાંત, મુંબઈ એરપોર્ટ 23 ઓક્ટોબર 2018ના રોજ થોડા કલાકો માટે બંધ રહેશે, જેની અસર 32 ફ્લાઇટ્સને થશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


