મુંબઇ જેવી રોટી બેંક સુરતીઓ શરૂ કરે તો શહેરમાં એકેય વ્યક્તિ ભૂખ્યો નહીં સૂવે
સૌથી પહેલાં ડી. શિવાનંદને વધારાના ભોજનને ડોનર પાસેથી કલેક્ટ કરવા માટે અને એને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે એક ટેમ્પો ડોનેટ કર્યો. અત્યારે મુંબઈમાં રોટી બૅન્કની બે વૅન મુંબઈભરમાંથી ભોજન કલેક્ટ કરવાનું અને ભોજન ડિસ્ટ્રિબ્યુટ કરવાનું કામ કરે છે. ચોવીસ કલાક માટે એક હેલ્પલાઇન નંબર ચાલે છે, જેના પર ફોન કરીને લોકો ભોજન ડોનેટ કરવા માટે સંપર્ક કરી શકે.
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર ડી. શિવાનંદન અને કેટલાક વર્કિંગ પ્રોફેશનલ્સે મળીને રોટી ફાઉન્ડેશન મુંબઈની સ્થાપના કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે ભોજનનો બગાડ થતો અટકાવવો. એટલે કે મુંબઈભરમાં જ્યાં પણ એક્સ્ટ્રા અથવા વધેલું ખાવાનું હોય એને નિર્ધારિત સ્થળે એકત્રિત કરીને એને ભૂખ્યા લોકો સુધી સમયસર પહોંચાડવાનું ઉત્કૃષ્ઠ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. દાનવીરોની નગરી ગણાતા સુરત શહેરમાં આવી કોઇ રોટી બેંકની શરૂઆત થશે ખરી
સુરત શહેરમાં આમ તો છુટીછવાયી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કેટલાક લોકો, કેટલીક સંસ્થાઓ ગરીબ લોકો સુધી ખાવાનું પહોંચતું કરી રહ્યા છે પરંતુ, તેમાં એકસૂત્રતો જોવા મળતી નથી. મુંબઇમાં રોટી બેંકની કામગીરી જોઇને સુરતમાં જો આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવે તો સુરતમાં કદાચ કોઇ ભૂખ્યું નહીં સૂવે.
મુંબઈમાં થતા ક્રાઇમને ઘટાડવા માટે ભૂખ્યાને ભોજન મળી જાય એવી વ્યવસ્થા થાય તો પણ ઘણું કામ થશે. આવો વિચાર આવેલો મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર ડી. શિવાનંદનને. આ વિચારથી પ્રેરાઈને જ તેમણે રોટી બૅન્કની શરૂઆત કરી છે ૨૦૧૭ના ડિસેમ્બરથી, જેના અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકોને ભોજન પીરસવામાં આવ્યું છે.
રોટી બૅન્ક દ્વારા અત્યાર સુધીમાં લગભગ એક લાખ મીલનું વિતરણ થઈ ચૂક્યું છે. જોકે તેમનો ટાર્ગેટ છે મહિનામાં ઓછામાં ઓછી દસ લાખ ફૂડ પ્લેટનું વિતરણ થાય.
મુંબઈમાં પણ એવા લાખો લોકો છે જેમને ખાવાનાં સાંસા છે. કેટલાક દિવસમાં એક વડાપાંઉ અને પાણીથી પેટ ભરે છે તો કેટલાકને એક ટંક ભોજન પણ માંડ મળે છે. ભૂખ્યો માણસ પોતાની ભૂખને પોષવા માટે ખોટો રસ્તો અપનાવતાં ખચકાતો નથી.
રોટી બૅન્કનો મૂળ વિચાર મુંબઈના ડબ્બાવાળાઓનો હતો, જેમણે સૌથી પહેલાં મુંબઈમાં જ્યાં પણ વધારાનું ખાવાનું હોય તેમની પાસેથી એ એકત્રિત કરીને એને મુંબઈના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. જોકે આ કામને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું કામ કર્યું ડી. શિવાનંદન અને વિદેશમાં વસતા નીતિન ખાનપુરકરે. આ બન્ને મહાનુભવોએ મળીને ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં જાણીતા ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. નટરાજન, ઇન્ડસ્ટ્રિયલિસ્ટ સુશીલ જીવરાજકા, સાઇકોલૉજિસ્ટ તરલ પારેખ, બૅન્કર અસ્મિતા ગડા જેવા અગ્રણી પ્રોફેશનલ્સને જોડીને રોટી ફાઉન્ડેશન મુંબઈની સ્થાપના કરી છે. સમાજ-કલ્યાણ માટે વર્ષોથી સક્રિય ડી. શિવાનંદન કહે છે, ‘આ કન્સેપ્ટ નવો નથી. ઘણા લોકો મુંબઈમાં અને દેશના અન્ય ખૂણામાં પણ આ રીતે લોકોને ખાવાનું પહોંચાડે છે. અમારી મકસદ છે કે ફૂડનો બગાડ ન થાય. સારું અને તાજું ખાવાનું આમ જ ગટરમાં નખાતું હોય અને બીજી બાજુ લાખો લોકો બ્રેડના ટુકડા માટે તરસતા હોય એ કેવી રીતે ચાલે? આજે ભૂખમરો વૈશ્વિક પ્રશ્ન બની ચૂક્યો છે ત્યારે ખાવાનું ગટરમાં જતું અટકાવવું એ આપણા સૌની પહેલી જવાબદારી છે.
સૌથી પહેલાં ડી. શિવાનંદને વધારાના ભોજનને ડોનર પાસેથી કલેક્ટ કરવા માટે અને એને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે એક ટેમ્પો ડોનેટ કર્યો. અત્યારે મુંબઈમાં રોટી બૅન્કની બે વૅન મુંબઈભરમાંથી ભોજન કલેક્ટ કરવાનું અને ભોજન ડિસ્ટ્રિબ્યુટ કરવાનું કામ કરે છે. ચોવીસ કલાક માટે એક હેલ્પલાઇન નંબર ચાલે છે, જેના પર ફોન કરીને લોકો ભોજન ડોનેટ કરવા માટે સંપર્ક કરી શકે. અત્યારે આ સંસ્થા દ્વારા સરેરાશ ૪૦૦ લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે.
રોટી બૅન્કમાં અત્યારે બે ડિસ્ટ્રિબ્યુશન વૅન ચાલે છે, જેના માટે એક હેલ્પર અને એક ડ્રાઇવર એમ ચાર લોકોનો ફુલટાઇમ સ્ટાફ છે. તેમનો પગાર અને ટેમ્પોના મેઇન્ટેનન્સનો ખર્ચ સંસ્થા દ્વારા અત્યારે કરવામાં આવે છે. ૨૦૧૭ની ૨૩ ડિસેમ્બરથી ફુલફ્લેજ્ડ શરૂ થયેલા આ કૅમ્પેનને મીડિયા અને સોશ્યલ મીડિયાને કારણે સારોએવો રિસ્પૉન્સ મળ્યો છે.
લોઅર પરેલમાં આવેલી શ્રી સુંદર નામની રેસ્ટોરાં દ્વારા રોજના દોઢસો લોકો જમી શકે એટલું શ્રેષ્ઠ ગુણવત્તાનું ખાવાનું ડોનેટ કરવામાં આવે છે. હિન્દુજા હૉસ્પિટલે પણ સંસ્થા સાથે MoU સાઇન કર્યું છે અને ત્યાંથી પણ લંચ અને ડિનરમાં સોથી દોઢસો લોકોનું ખાવાનું આપવામાં આવે છે. એ સિવાય DP નામની એક રેસ્ટોરાં દ્વારા રોજ દોઢસોથી બસો લોકો માટે નજીવા દરે ખાવાનું બનાવી આપવામાં આવે છે, જે તાતા હૉસ્પિટલની બહાર ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવે છે. પવઈની એક સોસાયટી દ્વારા દર શનિવારે લગભગ સવાસોથી દોઢસો લોકોને થઈ રહે એટલું ખાવાનું ડોનેટ કરવામાં આવે છે. સોસાયટીની બહેનો પોતપોતાના ઘરે પણ એક જ ડિશ બનાવે છે અને પછી એ રસોઈને ભેગી કરવામાં આવે છે.
રોટી બૅન્ક દ્વારા વિવિધ સ્કૂલ અને કૉલેજમાં સેમિનાર પણ થાય છે અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ વૉલન્ટિયર તરીકે જોડાઈ રહ્યા છે. સંસ્થાના ટ્રસ્ટી મંડળમાં પણ યંગસ્ટર્સ છે.
રોટી બૅન્કનો હેલ્પલાઇન નંબર છે ૮૬૫૫૫૮૦૦૦૧. ફૂડ-ડોનેશન માટે તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. રોટી બૅન્ક વિશે વધુ માહિતી જોઈતી હોય તો તેમની વેબસાઇટ http://www.rotibankindia.org પર વિઝિટ કરો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
