મહિલા અનામતને કોંગ્રેસનો બિનશરતી ટેકો, રાહુલ ગાંધીએ ગુગલી નાંખી
કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સોમવારે તા.16મી જુલાઇ 2018ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં સંસદના 18 જુલાઈથી શરૂ થતા ચોમાસું સત્ર દરમિયાન મહિલા અનામત ખરડો પસાર કરવાનું જણાવ્યું હતું.
વડા પ્રધાનને લખેલા પત્રમાં ગાંધીએ પોતાના પક્ષ તરફથી ખરડાને બિનશરતી ટેકો ઑફર કરીને જણાવ્યું હતું કે હવે બદલાવનો સમય આવ્યો છે અને મહિલાઓને સંસદ અને વિધાનસભામાં તેમના હક મળવા જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે સંસદ સત્રમાં બિલ નિશ્ર્ચિતપણે પસાર થવું જોઈએ જેથી આ વર્ષે મોડેથી રાજ્યની અને આગામી વર્ષે લોકસભાની ચૂંટણીમાં મહિલાઓ વધુ ‘મહત્ત્વપૂર્ણ’ ભાગ લઈ શકે.
મિસ્ટર વડા પ્રધાન તમે ઘણી જાહેર રેલીઓમાં મહિલાઓને સમર્થ બનાવીને તેમને જાહેર જીવનમાં સાંકળવાની વાત કરી છે. મહિલાઓ પરત્વેની પ્રતિબદ્ધતાનું નિદર્શન કરવાનો આથી સારો માર્ગ બીજો કયો હોઈ શકે મહિલા અનામત બિલ માટે મારા પક્ષનો બિનશરતી ટેકો આપવાનો સંસદના આગામી સત્ર કરતાં વધુ સારો બીજો કયો સમય હોઈ શકે. બિલ પસાર કરવામાં વધુ વિલંબ થશે તો સાર્વત્રિક ચૂંટણી પહેલાં તેનો અમલ કરવાનું મુશ્કેલ બની જશે.
તેમણે જણાવ્યું હતું કે આ બિલ રાજ્યસભામાં 2010માં 9 માર્ચે પસાર થયું હતું. તે એક અથવા બીજા બહાના કે કારણસર લોકસભામાં આઠ વર્ષથી અટવાઈ ગયું છે.
કૉંગ્રેસ બિલ પ્રત્યેની પતિબદ્ધતા વ્યકત કરી રહી છે જ્યારે ભાજપ બીજી વાર વિચારણા કરે છે. ભાજપે 2014ના મેનિફેસ્ટો (ચૂંટણી ઢંઢેરો)માં આપેલા વચનો પૈકી આ એક મહત્ત્વનું વચન હતું.
તેમણે જણાવ્યું હતું કે મહિલાઓના સશક્તીકરણના મુદ્દે આપણે સાથે આવીને પક્ષીય રાજકારણથી આગળ વધીને દેશને સંદેશ પહોંચાડીએ કે અમને માનીએ છીએ કે પરિવર્તન કે બદલાવનો સમય આવી ગયો છે. સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને તેમનો હક મળવો જોઈએ.
લોકસભામાં ભાજપ અને તેના ગઠબંધનની બહુમતી હોવાથી કૉંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે સીમાચિહ્નરૂપ સમા બિલને હકીકત બનાવવા વડા પ્રધાનનો ટેકો જરૂરી છે. મને ખાતરી છે કે બિલ અટકી નહીં પડે.
કૉંગ્રેસ પક્ષે બિલના ટેકો આપતા નિવેદન પર 32 લાખ સ્ત્રી-પુરુષે સહી કરી છે. તે વડા પ્રધાનને સુપરત કરું છું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
