રિલાયન્સનો નફો ૩૭ ટકા ઘટ્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્ચ ૨૦૨૦ને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એનર્જી અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસની નબળી કામગીરીને કારણે ચોખ્ખો નફો ૩૭ ટકા ઘટીને ૬,૩૪૮ કરોડ નોંધાયો હતો. કંપનીનો જાન્યુઆરી-માર્ચ ૨૦૧૯ના ગાળામાં ચોખ્ખો નફો ૧૦,૩૬૨ કરોડનો હતો. વધુમાં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ રાઇટ્સ ઇસ્યૂને મંજૂરી આપી હતી જે દરેક ૧૫ શેરે એક શેરના ધોરણે (૧૫:૧ના રેશિયો) ઓફર કરાશે અને તેની કિંમત શેરદીઠ ૧,૨૫૭ રહેશે.
કંપની રાઇટ્સ ઇસ્યૂ દ્વારા ૫૩,૧૨૫ કરોડ ઊભા કરવાનો લંક્ષ્યાક રાખે છે. દરમિયાન કંપનીની ચોથા ત્રિમાસિક ગાળામાં રેવેન્યૂ ૨.૫ ટકા ઘટીને ૧૫૧,૨૦૯ કરોડની થઈ હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં ૧૫૫,૧૫૧ કરોડ હતી.
કંપનીની રેવેન્યૂ ત્રિમાસિક ધોરણે ૧૦.૬ ટકા ઘટી હતી. ત્રિમાસિક ગાળામાં ઇબીઆઇટીડીએ ૭.૬ ટકા વધીને ૨૫,૮૮૬ કરોડની રહી હતી. જ્યારે કરવેરા પૂર્વેનો નફો ૨.૭ ટકા ઘટીને ૧૩,૪૯૦ કરોડનો રહ્યો હતો. આ ગાળામાં કેશ નફો ૧૨.૮ ટકા વધીને ૧૮,૮૧૩ કરોડનો થયો હતો.
કંપનીનો પૂરા થયેલા નાણાં વર્ષ દરમિયાન ચોખ્ખો નફો ૦.૧ ટકા વધીને ૩૯,૮૮૦ કરોડનો થયો હતો જે આગલા વર્ષે ૩૯,૮૩૭ કરોડ હતો. જ્યારે વર્ષ દરમિયાન રેવેન્યૂ ૫.૪ ટકા વધીને ૬૫૯,૨૦૫ કરોડની થઈ હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં ૬૨૫,૨૦૫ કરોડ હતી.
વર્ષ દરમિયાન ઇબીઆઇટીડીએ ૧૦.૪ ટકા વધીને ૧૦૨,૨૮૦ કરોડ રહી હતી જે વર્ષ અગાઉ ૯૨,૬૫૬ કરોડ હતી. કંપનીએ માર્ચ ૨૦૨૦ને અંતે પૂરા થયેલા વર્ષ માટે ૬.૫૦ ડિવિંડડની ભલામણ કરી હતી. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક પડકારો વચ્ચે પણ કંપનીએ નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ફરીથી સ્થિર કામગીરી દર્શાવી છે. અમે ક્ધઝુયમર બિઝનેસ અને નવા સાહસોમાં રોકાણને જાળવી રાખવા કટીબધ્ધ છીયે. અમે ભાવિ વિશાળ તકોને જોઈ રહ્યા છીયે અને રાઇટ્સ ઇસ્યૂ અને ઇક્વિટી કામકાજથી રિલાયન્સની સ્થિતિ વધુ મજબૂત થશે તેમજ અમારા રોકાણકારોની વેલ્યૂમાં નોંધપાત્ર વૃદ્ધિ કરશે.
કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, ૩૧ માર્ચે પુરા થતા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ જિયોનો નેટ પ્રોફિટ ૭૨.૭ ટકા વધીને રૂ. ૨,૩૩૧ કરોડ થયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


