બીજો હવસખોર ડોક્ટર ઝડપાયો, રાજકોટમાં સિનિયર ડોક્ટરે જુનિયર પર રેપ કર્યાની ફરીયાદ
Jayesh Brahmbhatt 98253 44944
સમગ્ર ગુજરાતમાં સુરતના ડો. પ્રફુલ દોશી વિરુદ્ધ મહિલા પેશન્ટ પર દુષ્કર્મ કરવાની ફરીયાદના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને લોકો હજુ પણ ડો.પ્રફુલ દોશીને સબક મળે તે માટે પ્રદર્શનો કરી રહ્યા છે એવામાં રાજકોટથી સમાચાર સામે આવ્યા છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક સિનિયર તબીબે નાઇટ ડ્યૂટી દરમિયાન હોસ્પિટલમાં જ તેની જુનિયર મહિલા તબીબ પર રેપ કર્યો હતો. સમાજમાં બદનામીના ડરથી અમદાવાદની તબીબ યુવતિએ ફરીયાદ નોંધાવી ન હતી પણ બાદમાં પોલીસ કમિશનરની સમજાવટથી યુવતિએ તબીબને ઉઘાડો પાડવા માટે ફરીયાદ કરતા પોલીસે તેની ધરપકડ કરી છે. ગુજરાતમાં તબીબ દ્વારા દુષ્કર્મની આ બીજી ગંભીર ફરીયાદ બહાર આવતા સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બનવા પામ્યો છે. અને વાસનાલોલુપ તબીબો સામે ફીટકાર વરસી રહી છે.

રાજકોટ સ્થિત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલી એક તબીબ યુવતિએ ફરીયાદ નોંધાવી હતી કે ગઇ તા.30મી ઓગસ્ટના રોજ એ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવતી હતી ત્યારે તેમના ઉપરી તબીબ ડો. સચીન સિંહ એ તેને હોસ્પિટલના પાંચમા માળે નર્સિંગ કમ્પાર્ટમેન્ટની પાછળ આવેલા રેસ્ટ રૂમમાં તેની મરજી વિરુધ શારીરીક સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો અને ધમકી આપી હતી કે જો એ આ વાત કોઇને કહેશે કે ફરીયાદ કરશે તો સમાજનમાં તેની જ બદનામી થશે.
30મી ઓગસ્ટ 2018ના રોજ ઘટેલી આ ઘટના અંગે તબીબ યુવતિ ગભરાઇ ગઇ હતી. પરંતુ, બાદમાં તેણે અમદાવાદ ખાતે રહેતા તેના પિતાને આ બાબત જણાવતા પિતાએ રાજકોટ પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરી હતી. પોલીસ કમિશનરે નિર્ભય થઇને ફરીયાદ કરવા સમજાવતા આખરે ડો.સચીન શર્મા સામે બળાત્કારની ફરીયાદ નોંધાવવામાં આવી હતી. રાજકોટ પોલીસે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતેથી ડો.સચીન શર્માની એરેસ્ટ કરી હોવાનું જાણવા મળે છે.
આ ઘટના બની એ પછી યુવતિએ કોલેજના સર્જરી વિભાગ કે જ્યાં બન્નેની ડયૂટી હતી તેના વડાને તેમજ ડીનને ફરીયાદ કરી હતી. રાજકોટ કોલેજના ડીન ડો.યોગેશ ગોસ્વામીએ જણાવ્યું કે તેમને કરેલી ફરીયાદમાં યુવતિએ રેપ થયાનું જણાવ્યું ન હતું. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને વર્બલ હેરેસેમેન્ટનું જણાવ્યું હતું. આ અંગે તાકીદે એકશન લેવાયા હતા અને એ સમયે જ ડો.સચીન શર્માને 6 માસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
પ્રફુલ દોશી હોય કે સચીન સિંહ હોય બન્નેએ ફરજના સ્થળે જ દુષ્કર્મ આચર્યા
સુરતનો ડો. પ્રફુલ દોશી હોય કે રાજકોટનો ડો. સચીન સિંહ હોય બન્ને વાસનાભૂખ્યા તબીબોએ પોતાના ધંધાના સ્થળ એટલે કે જ્યાંથી તેમને પેશન્ટની સારવાર કરવાની હોય ત્યાં જ મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યા છે. પોલીસે બન્નેના ધંધાકીય સ્થળો પર તલાશી લીધી હતી. સમાજમાં તબીબો પર ફીટકાર એટલે જ વરસી રહી છે કે જેમને ભગવાન માનવામાં આવે છે એ તબીબો જ પોતાની વાસનાનો શિકાર નિર્દોષ મહિલાઓને બનાવી રહ્યા છે.
You can Find us on Google Play store too.. Free Application

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


