અનરાધર વરસાદથી સુરતીઓનું રુટિન વર્ક ખોરવાયું, જુઓ વરસાદની તસ્વીરો
સુરતમાં ગુરુવાર, 12મી જુલાઇ 2018ના રોજ પડેલા વરસાદની દુર્લભ તસ્વીરો
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બરાબર જામી ચૂક્યું છે. વલસાડ, વાપી, ડાંગ, ધરમપુર, નવસારી બાદ બુધવારે મધરાતથી મેઘરાજા સુરત શહેર પર એ રીતે અનરાધર અને મન મૂકીને વરસી રહ્યા છે કે સુરતનું સામાન્ય જનજીવન ખરાબ રીતે અસર પામ્યું છે.
ગુરુવારે સવારથી વરસી રહેલા અનરાધર વરસાદને પગલે સુરત શહેરની પ્રાઇવેટ સ્કુલ્સ તેમજ સુરત મ્યુનિ.ની શિક્ષણ સમિતિ સંચાલિત સ્કુલોમાં તાત્કાલિક અસરથી રજા ઘોષિત કરી દેવામાં આવી હતી. ખુદ કલેક્ટર ડો.ધવલ પટેલએ સુરત શહેરની શાળાઓમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રજા ઘોષિત કરી દેવામા ંઆવી હોવાનું ટ્વીટ કર્યું હતું.
ભારે વરસાદને પગલે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા ગુરુવારે સવારથી શહેરમાં ટ્રાફિકની ભારે સમસ્યાઓ સર્જાવા પામી હતી. વરસાદને પગલે નોકરીયાત વર્ગ વિસામણમાં મૂકાઇ જવા પામ્યો હતો. ઠેરઠેર પાણી ભરાવાના કારણે આવી સમસ્યા વકરી હતી. વરસાદની ઇન્ટન્સિટી એટલી વ્યાપક હતી કે સ્ટોર્મ ડ્રેનેજમાંથી પાણી વહે તે પહેલા રસ્તાઓ પર પુસ્કળ પ્રમાણમાં વોટર લોગિગંને કારણે પાણી ભરાવાની સમસ્યા ઠેરઠેર જોવા મળી હતી. બેંક, સરકારી કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ વગેરેમાં પણ કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી હતી.
સુરત મહાનગરપાલિકાએ પણ એવા ટેક્સ્ટ મેસેજ કર્યા હતા કે આગામી 48 કલાક દરમિયાન સુરત શહેર તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને ખાડી કિનારે વસતા લોકોએ સાવચેતીના દરેક પગલાં ભરી રાખવા.
ખુદ સુરત કલેક્ટર સુરત જિલ્લામાંથી વહેતી નદીઓમાં વધી રહેલા જલસ્તર પર મોનિટરીંગ કરી રહ્યા છે. તેમણે ખાસ ટ્વીટ કરીને નદીઓમાં વધી રહેલા જળસ્તરથી સામાન્ય લોકોને વાકેફ કર્યા હતા.
ડો. ધવલ પટેલે ટ્વીટમાં જણાવ્યું હતું કે મિંઢોળા, પૂર્ણા અને અંબિકા નદીઓમાં સતત જળસ્તર વધી રહ્યા છે. મારી તમામને વિનંતી છે કે નદીઓ પાસે જવાનું બિનજરૂરી સાહસ ન ખેડે. માછીમારી, બોટિંગ કે અન્ય કોઇ પ્રવૃતિ ટાળે અને ખાસ કરીને સેલ્ફી લેવાનું હાલ તુરત બંધ કરી દે એ જરૂરી છે.
સચીન પોલીસ મથક પાણીમાં, વાહનો ડૂબી ગયા
ભારે વરસાદને પગલે શહેરના સચીન વિસ્તારમાં પણ પાણીનો ભારે ભરાવો થયો હતો. અત્રે તસ્વીરો બયાન કરે છે કે સચીન પોલીસ મથક જ્યાં આવેલું છે ત્યાં પાણી ભરાવાના કારણે વાહનો ડૂબી ગયા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
