બે પાર્ટીઓમાં પોલીસની રેડ, ધનવાન મહિલાઓને ઘરે ગઇ, અઠવામાંથી ઝડપાયેલી મહિલાઓ જેલમાં
તા.21મી ડિસેમ્બરને શુક્રવારે રાત્રે સુરત શહેરમાં બે સ્થળોએ ચાલી રહેલી મહિલાઓની શરાબ પાર્ટીમાં પોલીસે રેડ કરીને મહિલાઓને ઝડપી પાડી. પહેલો કેસ હાઇપ્રોફાઇલ અને બીજો કેસ મિડલ ક્લાસનો હતો. માલેતુજાર મહિલાઓને ઉમરા પોલીસે બ્લડ સેમ્પલની કાર્યવાહી બાદ ઘરે જવા દીધી અને સગરામપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા મિડલ ક્લાસ કેસમાં અઠવા પોલીસે 4 મહિલા સમેત 14ને આખી રાત લોકઅપમાં રાખ્યા હતા. પોલીસ કમિશનર સતીશ શર્માના ધ્યાને કેસ આવ્યો છે હવે જોવાનું એ રહે છે કે આ મુદ્દે કેવા પગલાં ભરવામાં આવે છે
ઉમરા પોલીસની ઓઇસ્ટર હોટેલમાં રેડ કેસ, અહીંથી હાઇપ્રોફાઇલ માલેતુજાર મહિલાઓ ઝડપાઇ હતી, જેને બ્લડ સેમ્પલ લીધા બાદ ઘરે જવા દેવાઇ, રાત્રે એફ.આઇ.આર. પણ દાખલ કરવામાં આવી ન હતી
હાઇપ્રોફાઇલ કેસમાં પીપલોદ સ્થિત ઓઇસ્ટર હોટેલમાં પોલીસ કમિશનરની સીધી સૂચનાથી ઉમરા પોલીસે પાડેલી રેડમાં શહેરના કહેવાતા ખાનદાન ઘરાનાઓની 21 જેટલી મહિલાઓ દારુનો નશામાં ધૂત ઝડપાઇ જવા પામી હતી. પોલીસે તમામ મહિલાઓની અટકાયત કરીને નવી સિવિલ હોસ્પિટલમાં ચેકીંગ માટે મોકલી આપી હતી. દારુના નશામાં ઝડપાયેલી શહેરના કરોડોપતિ પરિવારોની મહિલાઓના બ્લડ સેમ્પલ લેવાઇ ગયા પછી આશ્ચર્યજનક રીતે ઉમરા પોલીસે મહિલાઓને ઘરે જવા દીધી. રાત્રે એફ.આઇ.આર. પણ દાખલ કરવામાં આવી ન હતી. સ્થળ પર ઉપસ્થિત લોકોએ મહિલાઓને વીઆઇપી ટ્રીટમેન્ટ આપી હોવાની ફરીયાદો કરી હતી. પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માની સીધી સૂચના પછી પણ ઉમરા પોલીસે હાઇપ્રોફાઇલ કેસમાં દારૂ પીને ઝડપાયેલી મહિલાઓ પરત્વે કયા કારણથી સોફ્ટ કોર્નર રાખીને ઘરે જવા દીધી એ તપાસનો વિષય બન્યો છે.
Video 01
Video 02
અઠવા પોલીસ મથકે સગરામપુરા ખાતે ચાલી રહેલી દારુની મહેફિલમાં રેડ પાડીને 5 મહિલા સમેત 14ને પકડ્યા હતા, બ્લડ સેમ્પલ લીધા બાદ એફ.આઇ.આર. દાખલ કરવામાં આવી અને રાત્રે તમામને લોકઅપમાં જ રાખવામાં આવ્યા હતા
તા.21મી ડિસેમ્બરને શુક્રવારે રાત્રે જ શહેરના અઠવા પોલીસ મથક વિસ્તારમાં પોલીસે દારુની મહેફીલ પર રેડ પાડીને કુલ 14 વ્યક્તિઓને ઝડપી પાડયા હતા. પોલીસે દારુ પીને ઝડપેલા 14 પૈકી 5 મહિલાઓ હતી. તમામને નવી સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ અપાવડાવ્યા બાદ અઠવા પોલીસે પોતાના લોકઅપમાં મૂકી દીધા હતા. અઠવા પોલીસે રાત્રે જ દારૂની મહેફિલ અંગેની એફ.આઇ.આર. નોંધી દીધી હતી. અને 5 મહિલાઓ સમેત કુલ 14 ની ધરપકડ પણ બતાવી દીધી હતી.
ઉમરા અને અઠવા પોલીસ મથકની કામગીરીમાં એક જ વિરોધાભાસ, દારુબંધીના નિયમો બન્ને પોલીસ મથકના અલગ અલગ કેમ
ઉપરોક્ત બન્ને કેસમાં વિરોધાભાસ એ જ છે કે સુરત શહેરની હદમાં બનેલા આ બન્ને કેસ પૈકી ઉમરા પોલીસે માલેતુજાર મહિલાઓને રાત્રે ઘરે કેમ જવા દીધી એ પ્રશ્ન હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજ્યમાં દારુબંધીનો કાયદો સમાન છે, પોલીસ કમિશનરની સીધી સૂચના પછી પણ ઉમરા પોલીસ અને અઠવાલાઇન્સ પોલીસના દારુબંધીના કાટલા કેમ અલગ. ઉમરા પોલીસની શંકાસ્પદ ભૂમિકા હવે છૂપી રહી નથી. પીપલોદની ઓયસ્ટર હોટલમાંથી ઝડપાયેલી મહિલાઓને વીઆઇપી ્ટ્રીટમેન્ટ આપવાના મુદ્દે વગોવાઇ ગયેલી ઉમરા પોલીસ કયા સંજોગોમાં માલેતુજાર મહિલાઓને ઘરે જવા દીધી એનો જવાબ સંભવતઃ પોલીસ કમિશનર માગશે તો તમામ રહસ્યો ઉજાગર થઇ શકે તેમ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


