CIA ALERT

GSPCએ 17 હજાર કરોડનું દેવાળું ફૂંક્યું : રાજ્યનાં 14 જાહેર સાહસોની ની ખોટ ₹18,412 કરોડ

Share On :

Jayesh Brahmbhatt   98253 44944

ગુજરાતમાં જાહેર સાહસો એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ્સ કે જેનો વહીવટ રાજ્ય સરકાર કરી રહી છે એ એકમોએ 18 હજાર કરોડથી વધુની જંગી ખોટ કરી છે. એક તરફ રાજ્ય સરકારની તિજોરી તળીયા ઝાટક છે, દેવું વિક્રમી રીતે વધી ગયું છે અને બીજી તરફ આવા ખોડંગાતા પબ્લિક સેક્ટર યુનિટમાં રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવતા રૂપિયા નિરર્થક બની રહ્યા છે. એકલા જીએસપીસી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)ની ખોટ જ રૂ.17 હજાર કરોડથી વધુની રકમને પાર કરી ગઇ છે. આ કોઇ આક્ષેપબાજી કે પોલિટીકલ સ્ટેટમેન્ટ નથી પણ ક્રોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા તેના રિપોર્ટમાં ગુજરાતના પબ્લિક સેક્ટર્સના નફા નુકસાનનું સરવૈયુ કાઢવામાં આવ્યું છે તેના પરથી મળેલી વિગતો અત્રે પ્રસ્તુત છે.

ગુજરાતમાં કયા જાહેર સાહસોએ કેટલી ખોટ કરી

રાજ્ય સરકાર હસ્તકના કુલ 77 પબ્લિક સેક્ટરના એકમોમાંથી 14 પીએસયુ (પબ્લિક સેક્ટર યુનિટ) (સરકારી સાહસો) એ ₹18,412.39 કરોડની ખોટ કરી છે. ખોટ કરનારા 14 પીએસયુમાં સૌથી મોટો ફાળો ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)નો છે.

પીએસયુની ₹18,412 કરોડની ખોટમાં જીએસપીસીનો ₹17,061 કરોડનો ફાળો છે. ત્યાર બાદ સરદાર સરોવર નિગમ લિમિટેડની ખોટ ₹973 કરોડ, ગુજરાત એસટી નિગમની ₹184 કરોડ, ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશનની ખોટ ₹117 કરોડ છે. જે સરકારી નિગમોની કુલ ખોટ ₹18,412 કરોડ થઈ છે તેમાં જીએસપીસીનો હિસ્સો 92 ટકા છે. જીએસપીસીનું ₹20,000 કરોડનું કૌભાંડ કેગના રિપોર્ટ દ્વારા છતું થાય છે.

ગુજરાતમાં કયા જાહેર સાહસોએ કેટલો નફો કર્યો

ગુજરાતના 55 પીએસયુએ ₹3,647.96 કરોડનો નફો કર્યો છે. વર્ષ 2016-’17ના ફાઇનલાઇઝ્ડ એકાઉન્ટ્સ પરથી કેગે હાથ ધરેલા પરફોર્મન્સ ઓડિટમાં આ વિગતો બહાર આવી છે. કેગના રિપોર્ટમાં જે નોંધવામાં આવ્યું છે તેમાં રાજ્ય સરકારના સૌથી વધુ નફો મેળવનારા જાહેર સાહસ એકમોમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ છે જેણે ₹737.79 કરોડનો નફો કર્યો છે. ત્યાર બાદ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે ₹445 કરોડનો નફો, ગુજરાત ગેસ લિમિટેડે ₹303.33 કરોડ, ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ₹293.38 અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડનો નફો 284.79 કરોડ છે.

2016-17માં પીએસયુમાં કુલ રોકાણ રૂ.દોઢ લાખ કરોડ

વર્ષ 2012-’13માં સ્ટેટ પીએસયુમાં કુલ ₹1,02,689 કરોડનું રોકાણ થયું હતું જે વધીને 2016-’17માં ₹1,49,499 કરોડ થયું છે. વર્ષ 2012-’13થી 2015-’16 દરમિયાન રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ 4.95થી 6.82 ટકા રહ્યું છે. તેવી જ રીતે સ્ટેટ પીએસયુની જાહેર ઇક્વિટી વર્ષ 2012-’13માં ₹59,130 કરોડ હતી તે વધીને 2016-’17માં ₹85,112 પહોંચી છે.

2012-’13થી 2015-’16 સમયગાળા દરમિયાન રિટર્ન ઓન ઇક્વિટી 0.27 ટકાથી વધીને 4.53 ટકાની વચ્ચે રહી છે. એસટી નિગમ અંગે રિપોર્ટમાં કેગે ટિપ્પણી કરી હતી કે નિગમનું આંતરિક કંટ્રોલ મિકેનિઝમ નબળું છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ઓડિટનાં તારણોમાં આ નિગમે 2012-’16માં ખોટ નોંધાવી છે. કંપનીની મોટા ભાગની આવક ફર્ટિલાઇઝરના વેચાણમાંથી આવી હતી, ગુજરાત એગ્રો કંપની પાસે એક્સ્પાયર્ડ ફર્ટિલાઇઝરના નાશ કે નિકાલ માટે કોઈ મેનેજમેન્ટ કે સિસ્ટમ ન હતી જે પર્યાવરણીય કાયદાનો ભંગ પણ કરે છે.

જીએસપીસીએ ભારત સરકારના પેટ્રોલિયમ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ પાસે ₹2.97 કરોડના વિલંબિત પેમેન્ટ બાબતે નીકળતાં નાણાં લેવાની કોઈ દરકાર રાખી ન હતી. તેવી જ રીતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડે તેનાં નાણાં બ્લોક હોવા છતાં જમીન હસ્તગત કરવાના નિર્ણયો લીધા હતા, સાબરમતી ગેસ લિમિટેડે યોગ્ય કેટેગરાઇઝેશન ન કરી શકવાને કારણે ₹58 લાખની રેવન્યુ ગુમાવી હતી. આઇડીસીએ તેના પ્લોટધારકોને ફાળવાયેલા પ્લોટ ઉપરાંત વધારાના પ્લોટ માંગતાં તેમને ફાળવ્યાનો નિર્ણય જે ગેરવાજબી કન્સેશનના ₹2.97 કરોડ અપાયું છે.

You can download from Google play store too

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :