ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડિઝલમાં પ્રતિ લિટરે રૂ.5નો તોતિંગ ઘટાડો
- 3.26 વાગ્યે કેન્દ્ર સરકારે પેટ્રોલ ડિઝલના ભાવમાં રૂ.2.5 પ્રતિ લિટરે ઘટાડો કરવાની જાહેરાત કરી
- 3.52 વાગ્યે ગુજરાત સરકારે પેટ્રોલ ડિઝલમાં રૂ.2.5 (કેન્દ્ર સરકાર ઉપરાંત) ઘટાડો કરવાની જાહેરાત કરી
- 4.10 વાગ્યે મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ ડિઝલમાં રૂ.2.5 (કેન્દ્ર સરકાર ઉપરાંત) ઘટાડો કરવાની જાહેરાત કરી
પેટ્રોલ ડિઝલના ભાવોના મુદ્દે સમગ્ર દેશમાંથી મોદી સરકાર સામે ઉઠેલા અસંતોષને ઠારવા માટેના પ્રયાસોના ભાગરૂપે કેન્દ્ર સરકારે આજે શેરબજાર બંધ થવાની 4 મિનીટ પહેલા જ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તાત્કાલિક રીતે અમલ થાય એ રીતે રૂ.અઢીનો ઘટાડો કરવાની ઘોષણા કરી હતી. અરુણ જેટલીએ રાજ્ય સરકારોને પણ કહ્યું હતું કે તેઓ શક્ય એટલી રાહત સામાન્ય લોકો સુધી પહોંચાડે. કેન્દ્રના અઢી રૂપિયાના ઘટાડા બાદ જોવાનું એ રહે છે કે રાજ્ય સરકારો પૈકી કોણ વધુ ઘટાડો કરે છે. અરુણ જેટલીની જાહેરાતની ગણતરીની મિનીટોમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રૂ2.5નો ઘટાડો પ્રતિ લિટરે પેટ્રોલ અને ડિઝલમાં કરવાની જાહેરાત કરી હતી. જેને પગલે ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલના પ્રતિ લિટરના ભાવમાં રૂ5નો તોતિંગ ઘટાડો થયો હતો. સાંજે 4 વાગ્યે આ જાહેરાત થઇ હતી. હવે જોવાનું એ રહે છે કે એ પછી કઇ કઇ રાજ્ય સરકારો ઘટાડો કરી રહી છે.
- કેવી રીતે ભાવ ઘટાડો થશે
- પ્રતિ લિટર રૂ. 1 કેન્દ્ર સરકાર ઘટાડ્યા
- પ્રતિ લિટર રૂ. 1.5 ઓઇલ કંપનીઓ ઘટાડ્યા
- પ્રતિ લિટર રૂ.2.5 રાજ્ય સરકારોએ ઘટાડ્યા
પેટ્રોલ ડિઝલના ભાવમાં ગુજરાતમાં રૂ.5નો જંગી ઘટાડાના સમાચાર એટલા વાઇરલ થયા છે કે ન પૂછો વાત. વ્હોટ્સ એપ ગ્રુપથી લઇને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર વિજય રુપાણીની ટ્વીટના ફોટોઝ લોકોએ ખૂબ શેર કર્યા હતા.
Finance Minister Sh @arunjaitley Ji has announced Rs.2.5 cuts in petrol & diesel prices, reciprocating positively to FM’s announcement, the Govt Of Gujarat has also decided to reduce Rs.2.50 on both petrol & diesel. Thus petrol & diesel wd be Rs. 5 cheaper in the State of Gujarat
— Vijay Rupani (@vijayrupanibjp) October 4, 2018
(ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલી ટ્વીટ)
Maharashtra Government also decided to give additional relief of ₹2.5/litre on Petrol to give total benefit of ₹5/litre in the State of Maharashtra.
— Devendra Fadnavis (@Dev_Fadnavis) October 4, 2018
(મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાવ ઘટાડા અંગે કરેલી ટ્વીટ)

એ પૂર્વે આકાશને આંબી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારામાંથી લોકોને રાહત આપતા નાણાંમંત્રી અરુણ જેટલીએ ઈંધણના ભાવમાં 2.50નો તાત્કાલીક ધોરણે ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જેટલીએ જણાવ્યું કે, ‘પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે મંત્રી સમુહની આંતરિક બેઠકમાં કેન્દ્રે એક્સાઈઝ ડ્યુટી રૂ.1.5 ઘટાડી છે. આ ઉપરાંત ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પણ 1 રૂપિયાનો ઘટાડો કરશે.
કેન્દ્ર સરકાર આમ કુલ 2.5 રૂપિયા પ્રતિ લીટરની રાહત ગ્રાહકોને આપશે.’ જેટલીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આ વાત જણાવી હતી. તેમજ આ સાથે રાજ્યોને પણ સમાન દરે ઈંધણના ભાવમાં ઘટાડો કરવા અપીલ કરી હતી જેને પગલે ગ્રાહકોને 4-5 રૂપિયા સસ્તું ઈંધણ મળી શકે. નાણાં મંત્રીએ જણાવ્યું કે એક્સાઈઝ ડ્યુટી ઘટાડાતા આવકમાં રૂ. 10,500 કરોડનો ફટકો આ વર્ષે પડશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


