CIA ALERT

ગુજરાતમાં PNG-CNG માં તોતિંગ વધારાએ સામાન્ય માણસનું બજેટ ખોરવી નાંખ્યું

Share On :

ગુજરાત સરકારની ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળો ખાતે પાઈપલાઈન દ્વારા ઘર વપરાશ, કોમર્શિયલ, નોન કોમર્શિયલ, ઔદ્યોગિક એકમોના વપરાશ માટે પી.એન.જી. તથા વાહનો માટે સી.એન.જી. પૂરો પાડવામાં આવે છે. સરકારી ગેસ કંપની ગુજરાત ગેસ દ્વારા સી.એન.જી. પી.એન.જીની કિંમતમાં રૂ.૭/- નો વધારો ઝીંકી દીધો છે.

ગુજરાતમાં ૧૩ લાખ ઘરગથ્થું વપરાશકર્તા પાસેથી બે રૂપિયા જેટલો વધારો, કોમર્શિયલ ગેસના બાર હજાર જેટલા યુનિટો પાસેથી પ્રતિ ક્યુબીક મીટર રૂ.૭/- અને ૨૫૦ થી ૩૦૦ જેટલા સી.એન.જી. પંપ દ્વારા રૂ.૨.૭૦/- જેટલો જંગી વધારો વસૂલવામાં આવી રહ્યો છે.

કેન્દ્રની ભાજપ નેતૃત્વની એન.ડી.એ. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં બેફામ વધારાને કારણે જનતાનું હોમ ઇકોનોમીક્સ ખોરવાઈ ગયું છે. દેશના નાગરિકોને પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ, પી.એન.જી.-સી.એન.જી. સહિત અનેક ચીજ વસ્તુઓના ભાવ વધારાના કારણે મોંઘવારીના મારથી દેશની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. તેમ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારી ગેસ કંપની ગુજરાત ગેસ દ્વારા સી.એન.જી, પી.એન.જીની કિંમતમાં રૂ.૭/- નો વધારો ઝીંકી દીધો છે. ગુજરાતમાં ૧૩ લાખ ઘરગથ્થું વપરાશકર્તા પાસેથી બે રૂપિયા જેટલો વધારો, કોમર્શિયલ ગેસના બાર હજાર જેટલા યુનિટો પાસેથી પ્રતિ ક્યુબીક મીટર રૂ.૭/- અને ૨૫૦ થી ૩૦૦ જેટલા સી.એન.જી. પંપ દ્વારા રૂ.૨.૭૦/- જેટલો જંગી વધારો વસૂલવામાં આવી રહ્યો છે. કેન્દ્રની ભાજપ નેતૃત્વની એન.ડી.એ. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં બેફામ વધારાને કારણે ભારતની જનતાનું હોમ ઇકોનીમીક્સ ખોરવાઈ ગયું છે. ૨૦૧૪-૧૫ માં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડ્યૂટીથી ૧ લાખ ૭૨ હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે કમાણી હવે ૧૦ લાખ કરોડ રૂપિયા સુધીની થઈ ગઈ છે. જે પ્રજાના ખિસ્સામાંથી કેન્દ્ર સરકાર લઈ ગઈ છે. ભારત આશરે ૨૨૫ મિલ્યન મેટ્રિક ટન ક્રુડ બહારથી મગાવે છે, જે દેશની કુલ વપરાશના ૮૨ ટકા છે, જે ૨૦૧૪ માં ભાજપે સત્તા સંભાળી ત્યારે ૭૭ ટકા હતું. હાલમાં ક્રુડનો આંતરરાષ્ટ્રીય બજાર ભાવ ૭૫.૯૫ ડોલર પ્રતિ બેરલ છે. ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ સેસ ઉઘરાવતી હોવાથી મોંઘવારી આસમાને પહોંચી છે. કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં ૬ ટકાનો વધારો કર્યો છે. સરકારના આ પગલાંથી સીએનજીના ભાવમાં પણ ભડકો થયો છે. સાથોસાથ રાંધણ ગેસની કિંમતમાં પણ વધારો થયો છે. આ ભાવ વધારાથી વીજળી અને યુરિયા ઉત્પાદનનો ખર્ચ વધશે. મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ ટકા અને ડીઝલમાં ૪૩૩ ટકાથી વધુ કુલ ૧૨ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો. જ્યારે કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર વિતરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારાથી પેટ્રોલ-ડીઝલ, સી.એન.જી. પી.એન.જીમાં મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી લૂંટ, અને કાળઝાળ મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, લોકસભાની ચૂંટણી પૂર્વે વડા પ્રધાન એમ કહેતા કે, ૧૦૦ દિવસમાં મોંઘવારી હટાવીશું, આવા વચનોથી ઉલટ મોંઘવારી ઘટવાના બદલે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ ૧૦૦થી ૪૦૦ ટકાનો વધારો થઈ ગયો છે. મોદી સરકારના મળતિયા ઉદ્યોગપતિને લાભ થાય તે માટે સી.એન.જી. માં ૪૪ વખત ભાવ વધારો ઝીંકીને ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગને કમર તોડી મોંઘવારીના ખપ્પરમાં ધકેલી દીધા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :