આજથી 3 દિવસ PM મોદીની US Tour

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો અમેરિકા પ્રવાસ આજથી 22/9/21થી શરુ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર, એનએસએ અજીત ડોભાલ અને વિદેશ સચિવ શ્રૃંગલા પણ હશે.

વડાપ્રધાન અમેરિકાના પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપ્રમુખ કમલા હૈરિસ સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન સાથે પણ વડાપ્રધાનની મુલાકાત થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન વચ્ચે બે વાર વર્ચ્યુઅલ મીટિંગ થઈ ચૂકી છે પરંતુ પહેલી વાર તેમની રુબરુ મુલાકાત થશે.
Agenda
- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન સાથે દ્વિપક્ષીય મીટિંગ.
- અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસ સાથે મુલાકાત.
- ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન સાથે મુલાકાત.
- જાપાનના પીએમ યોશીહિદે સુગા સાથે મુલાકાત.
- QUAD દેશોની મીટિંગમાં વડાપ્રધાન ભાગ લેશે.
- કોવિડ સંબંધિત ગ્લોબલ મીટિંગમાં ભાગ લેશે.
- અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે.
- યુએનની વાર્ષિક સભાને પણ સંબોધિત કરશે.
25 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિફોર્મ બાબતે સ્પષ્ટ વાત કરી શકે છે. અત્યારે જ્યારે ભારત આઝાદીની 75મી જયંતિ ઉજવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન યુએનમાં પોતાની ભાગીદારી વધારવા અને તેમાં જરુરી પરિવર્તન બાબતે પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. આ સિવાય અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સંબંધોને લગતી ચિંતાઓ પર પણ વડાપ્રધાન પોતાની વાત મૂકશે. ભારતે જણાવ્યું છે કે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ગઠબંધનની ક્વોડ દેશો પર કોઈ અસર નહીં થાય. આ નવા ગઠબંધનને ઓક્સ નામ આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા એવા સમય દરમિયાન જઈ રહ્યા છે જ્યારે દુનિયાભરના દેશો પોતાની અર્થવ્યવસ્થાની ગાડીને પાટા પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજી બાજુ અફઘાનિસ્તાનનું નેતૃત્વ હવે તાલિબાનના હાથમાં છે. આ સ્થિતિમાં અમેરિકા સહિત આખી દુનિયાની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
