PM મોદી આજ (29/10)થી ઈટાલી-બ્રિટનની મુલાકાતે

Share On :

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 16મી જી-20 સમિટ તથા વર્લ્ડ લીડર્સ સમિટ અૉફ કૉન્ફરન્સ અૉફ પાર્ટીઝ સીઓપી-26માં સહભાગી થવા માટે ઈટાલી અને યુકેની પાંચ દિવસની મુલાકાત માટે આજે રવાના થશે. તેઓ ઈટાલીના વડા પ્રધાન મારિયો ડ્રાઘીના આમંત્રણથી 30 અને 31 અૉક્ટોબરે યોજાનારી જી-20 સમિટમાં ભાગ લેવા રોમ જશે. જી-20ના સભ્ય દેશો, યુરોપિયન યુનિયન, અન્ય આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડા આ સમિટમાં ભાગ લેશે.

વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રીંગલાએ વડા પ્રધાનની વિદેશ મુલાકાત વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે વડા પ્રધાનની આ આઠમી જી-20 સમિટ હશે. આ સમિટ માટે ઈટાલી દ્વારા નક્કી કરવામાં આવેલા મહામારી, વૈશ્વિક સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવી, આર્થિક સુધારા, જળવાયુ પરિવર્તન અને ખાદ્યસુરક્ષા જેવા મુદ્દાને ભારત પૂર્ણપણે ટેકો આપે છે. આ સમિટમાં વડા પ્રધાન અફઘાનિસ્તાનમાં ઉદ્ભવેલી સ્થિતિનો સામનો કરવા સંગઠિત પગલાં વિશે ચર્ચા કરે તેવી શક્યતા છે. જી-20, વિશ્વના 19 દેશો અને યુરોપિયન યુનિયનનું આંતરરાષ્ટ્રીય ફોરમ છે.

વડા પ્રધાન ઈટાલીના વડા પ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. એ પછી તેઓ પહેલી અને બીજી નવેમ્બરે યોજાનારી સીઓપી-26 સમિટમાં સહભાગી થવા ગ્લાસગો જશે. 120થી વધુ દેશોના વડા આ શિખર સંમેલનમાં સહભાગી થશે. આ સમિટ 2020માં યોજાવાની હતી, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. નરેન્દ્ર મોદી યુ.કે.ના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે. સીઓપી-26 સમિટમાં પેરિસ સમજૂતી માર્ગદર્શિકાનું કાર્યાન્વયન, જળવાયુ પરિવર્તનના ઉપાયો, ક્લાઈમેટ ફાઈનાન્સ, ટેકનૉલૉજી વિકાસ વગેરે વિશે ચર્ચા કરવામાં આવશે. ભારત પહેલીવાર 2023માં જી-20 સમિટનું યજમાન બનવાનું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :