CIA ALERT

ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત ઉદ્યોગપતિઓ સાથેના સંવાદ કાર્યક્રમ પર વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ આફરીન : દરેક પ્રશ્નોના જવાબો આપવા કરેલો પ્રયાસ

Share On :

આજે તા.17મી નવેમ્બરે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરસાણા પ્લેટિનમ હોલ ખાતે આયોજિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ સાથે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોષ સાથેના સંવાદ કાર્યક્રમ જોરદાર રીતે સફળ રહ્યો હતો. ખુદ પિયુષ ગોયેલે કાર્યક્રમના વખાણ કરતા કહ્યું કે ચેમ્બર દ્વારા આયોજિત આવા લાઇવ ઇન્ટરએક્ટિવ કાર્યક્રમો બધી જગ્યાએ યોજાય તો ઉદ્યોગોને કોઇ પ્રશ્નો જ નહીં રહે.

ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ટરએક્ટીવ સેશનમાં કુલ 25 જેટલા પ્રશ્નો જુદા જુદા ઉદ્યોગપતિઓ દ્વારા પૂછવામાં આવ્યા હતા જેના સ્પષ્ટ જવાબો પિયુષ ગોયેલે સમારોહના અંતે આપ્યા હતા.

પિયુષ ગોયેલે સુરતના વિકાસ અંગે દર્શના જરદોષ અને ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી પાસેથી વાતો સાંભળીને મંત્રમુગ્ધ બની ગયા હતા. તેમણે સુરતને ભવિષ્યમાં ટેક્ષટાઇલ ક્રાંતિની આગેવાની લેવાનું આહવાન કર્યું હતું.

સુરતના ઉદ્યોગકારો સાથે યોજાયેલા ઇન્ટરેક્ટીવ સેશનને સંબોધતા દેશના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે વાત વાતમાં એ બાબતનો સંકેત આપી દીધો હતો કે મેગા ટેક્ષટાઇલ પાર્ક માટે સુરત દાવેદાર છે, સુરતમાં 45 કિ.મી. ત્રિજ્યામાં સમગ્ર ટેક્ષટાઇલ ઉદ્યોગ વિકસ્યો છે, આમ છતાં પણ મિત્રા જેવા મેગા ટેક્ષટાઇલ પાર્ક માટે સુરતે શહેરથી 40-50 કિ.મી. દૂરનું સ્થળ વિચારવું જોઇએ, જેથી જમીન પણ સસ્તી મળી રહે અને સુરતના ટેક્ષટાઇલ ઉધોગનો દાયરો પણ વધી જાય, રોજગારીનું સર્જન પણ વધુ થાય એકંદરે તમામને ફાયદો મળી રહે.

તેમણે કહ્યું કે સુરત મેગા ટેક્ષટાઇલ પાર્ક માટે દાવેદાર છે જ એમાં કોઇ બેમત નથી.સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે આજે બપોરે સુરતના ઉદ્યોગપતિઓ અને કેન્દ્ર વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ તથા ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોષ સાથે યોજવામાં આવેલા ઇન્ટરએક્ટિવ સેશનમાં પહેલા તો પિયુષ ગોયલે બધા જ પ્રશ્નકર્તાઓના પ્રશ્નો એક પછી એક સાંભળ્યા હતા. કુલ 25 જેટલા પ્રશ્નો એક પછી એક દરેક ક્ષેત્રમાંથી લોકોએ કર્યા અને તેને સાંભળ્યા અને નોટિંગ કર્યા બાદ પિયુષ ગોયેલે તેના જવાબો આપવાનું શરૂ કર્યું હતું.

પ્રોડકશન લિંક્ડ ઇન્સેન્ટીવ્સ સ્કીમમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોડકશન ટાર્ગેટના આંકડા ઘણાં ઉંચા હોવા બાબતની રજૂઆતના પ્રતિસાદમાં પિયુષ ગોયેલ કહ્યું કે સુરતના ઉદ્યોગપતિઓએ હવે મોટા મેદાન પર રમવાનો વખત આવી ગયો છે. રૂ.100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એકલા નહીં કરો તો બે ત્રણ જણાં ભેગા થઇ ને કરો, આ બાબત તમારી સાથે ભારતનો પણ વિકાસ કરશે.બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસનો ઉલ્લેખ કરતા પિયુષ ગોયેલે કહ્યું હતું કે હવે આપણે સેકન્ડ ક્વોલિટીનું વિચારવાનું છોડી દેવું જોઇએ.

અવ્વલ દરજ્જાની ક્વોલિટી માટે સરકાર તમારો સાથ આપવા તૈયાર છે, તેમણે કહ્યું કે કોઇપણ ઉત્પાદન માટે બીઆઇએસ સ્ટાન્ડર્ડ લાગૂ કરવા હોય તો તેઓ બેશક અમને મળે અમે એ પ્રોડક્ટ માટે બીઆઇએસ ધોરણો લાગૂ કરવામાં પૂરેપૂરી મદદ કરીશું. બીઆઇએસને કારણે ભારતનો માલ એટલે ક્વોલિટી માલ એવી પ્રતિષ્ઠા ભારતની થઇ જશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :