Paytmના શેરનું સૂરસૂરીયું : 9% ઓછા ભાવે લિસ્ટિંગ: અંતે 26% તૂટ્યો
દેશના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Paytm ની પેરેન્ટ કંપની One 97 Communications કંપનીનો શેર આજે તા.18મી નવેમ્બર 2021ના રોજ ભારતીય શેરબજારમાં લિસ્ટ થયો હતો. 9 ટકા ડિસ્કાઉન્ટ એટલે કે પ્રતિ શેર 195ની નુકસાની સાથે લિસ્ટ થયા પછી પણ આખો દિવસ આ શેરમાં ભંગાણ પડવાનું ચાલુ રહ્યું હતું અને બપોરે સાડાત્રણ વાગ્યે માર્કેટ બંધ થયું ત્યારે 26 ટકા જેટલો તૂટ્યો હતો. રોકાણકારોને આ શેર સારું વળતર આપશે તેવો આશાવાદ હતો.
ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટ થયા બાદ પેટીએમના શેરમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. ઇન્ડ્રા ડેમાં આ શેર BSE પર ઘટીને 1,586 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. સવારે 11:45 વાગ્યે પેટીએમનો શેર BSE પર 1,655 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે NSE પર શેર 1,626 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. 11:45 વાગ્યે પેટીએમનો શેર આશરે 24%ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીના શેર માટે લોઅર સર્કિટ 30% એટલે કે 1,564 રૂપિયા છે.
ભારતના સૌથી મોટા ગણાવાયેલા પેટીએમ આઇપીઓ માટે જે કહેવાયું તેનાથી વિપરીત અને લિસ્ટીંગના દિવસે કમાણીની આશા રાખનારા રોકાણકારોને આંચકો લાગ્યો છે.
Reported @ 10.30 am :પ્રતિ શેર રૂ.195નું નુકસાન સાથે લિસ્ટ થયો, ઇન્વેસ્ટર્શે ખરી ખોટી સંભળાવી

બોમ્બે સ્ટોક એક્ષચેન્જ પર પેટીએમનો શેર રૂ. 1955 એટલે કે 9.07 ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો. તેની ઈશ્યુ કિંમત 2150 રૂપિયા હતી. ઇન્વેસ્ટરને એક શેર પર 195 રૂપિયાનું નુકસાન થયું હતું. લિસ્ટિંગ બાદ શરૂઆતી કારોબારમાં તે ઘટીને રૂ. 1777.50 થયો હતો.
પીટીએમનો આઇપીઓ રૂ. 18,300 કરોડની જંગી કિંમતનો હોવાનો પ્રચાર ખૂબ જોરશોરથી ચાલ્યો હતો અને તેનું લિસ્ટંગ 10થી 15 ટકા ઉંચું આવશે તેવી પણ વાતો ફેલાઇ હતી. જોકે આજે લિસ્ટીંગના દિવસે પ્રતિસાદ મળ્યો ન હતો અને ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ સતત ઘટી રહ્યું હતું.
આ વર્ષે લિસ્ટ થનારી તે 49મી કંપની છે. Paytmનો IPO દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હતો. 18,300 કરોડના આ IPOને અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી. તેને કુલ 1.89 ગણી બિડ મળી હતી. તે 8 નવેમ્બરે ખુલ્યો અને 10 નવેમ્બરે બંધ થયો હતો. તેને QIB કેટેગરીમાં 2.79 ગણી અને રિટેલ રોકાણકારોની શ્રેણીમાં 1.66 ગણી બિડ મળી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


