CIA ALERT

ભાજપના વિધાનસભ્યોએ પત્ની-પીડિત પતિઓ માટે મોરચો ખોલ્યો

Share On :

હરીયાણા ભાજપના બે ધારાસભ્યોએ પત્નીપીડિત પતિ-મહાશયો અંગે ચિંતા વ્યકત કરી તેમની મદદે આવવાનું નક્કી કર્યું છે, બન્ને ધારાસભ્યોએ મહિલાઓની સુરક્ષા માટે ઘડવામાં આવેલી કલમોના થતા દુરુપયોગ અને મહિલાઓ દ્વારા પુરુષ તથા તેમના પરિવારોને કરવામાં આવતી માનસિક હેરાનગતિને દૂર કરવા રાષ્ટ્રીય પુરુષ પંચની સરકાર પાસે માગણી કરી છે.

હરિયાણાના રાજભર-ભારતીય જનતા પાર્ટીના લોકસભા ઉમેદવાર તથા અંશુલ વર્મા-સસંદ સભ્ય હરદોઇએ પુરુષ આયોગ અંગે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લીધો છે.

પુરુષ આયોગ કાર્યક્રમમાં બન્ને ધારાસભ્યો પુરુષ સલામતી અંગે વક્તવ્ય આપશે. રાજભારે પત્રકારોને જણાવ્યું છે કે દરેક મહિલા ખોટી હોય છે એવું તેમનુ કહેવાનું નથી, તેઓ દરેક પુરુષને સાચો પણ નથી માનતા પણ અત્યાચાર સામે રક્ષણાર્થે ઘડેલા સ્ત્રી તરફેણના કાયદાઓને કારણે ઘણીવાર નિર્દોષ પુરુષે પણ સહન કરવું પડે છે. નેશનલ કમિશન ફોર વુમનની જેમ જ નેશનલ કમિશન ફોર મેન પણ હોવું જરૂરી છે. તેમણે સંસદમાં પણ પુરુષોની તકલીફ અંગે અવાજ ઉઠાવ્યો હતો.

અશુંલ વર્માએ પણ પોતે જેના સભ્ય છે એ પાર્લામેન્ટરી સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ મુદ્દો રજૂ કર્યો હતો. અંશુલ વર્માએ દહેજ વિરોધી ધારા અને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ અંતર્ગત પુરુષોની થતી કનડગત સંદર્ભે કમિટીનું ધ્યાન દોર્યું હતું. તેમણે આ કલમો (૪૯૮એ)માં જરૂરી બદલાવ લાવવા સૂચન કર્યું.

તેમણે ઉમેર્યું હતું કે ૪૯૮ એ કલમ પુરુષ વિરોધનું શસ્ત્ર સમાન સાબિત થઇ રહી છે. ૧૯૯૮થી ૨૦૧૫ સુધીમાં કલમ હેઠળ ૨૭ લાખ કેસ નોંધવામાં આવ્યા છે. અંશુલે સ્ત્રી-પુરુષ સમાનતાના ધોરણ પર ભાર મૂક્યો છે.

જ્યારે નેશનલ કમિશન ફોર વુમનના ચેરપર્સન રેખા શર્માએ હકારાત્મક અભિગમ દાખવી જણાવ્યું છે કે મહિલાઓના અવાજને વાચા આપવા કમિશનની રચના કરવામાં આવી છે, એ જ રીતે પુરુષોની માગણીને ધ્યાનમાં રાખી નેશનલ કમિશન ફોર મેન પણ રચાય તો કઇ ખોટુ નથી. પરંતુ તેમણે તેમના તરફથી આવા કોઇ કમિશનની જરૂર નહીં હોવાની સ્પષ્ટતા પણ કરી હતી.

મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય મંત્રી મેનકા ગાંધીએ પણ તેમની પાસે પુરુષો પરના અત્યાચારની ફરિયાદો આવી હોવાનું જણાવ્યું હતું.

તેમણે રાષ્ટ્રીય મહિલા પંચને જ પુરુષોની ફરિયાદ વિશે વિચારણા કરવાનું અને પુરુષોને પણ તેમની રજૂઆત એનસીડબલ્યુના પ્લેટફોર્મ દ્વારા કરવા દેવા અનુરોધ કર્યો હતો.

તેમણે મહિલાઓ દ્વારા કરવામાં આવેલા જૂઠા કેસ સંદર્ભે પુરતી તપાસ માટે પણ અપીલ કરી હતી.

જોકે રાષ્ટ્રીય મહિલા પંચના રેખા શર્માએ પૂરતી વિગતો અને તપાસ વગર મેનકા ગાંધીના સૂચનનો અમલ કરવો શક્ય ન હોવાનું જણાવ્યું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :