CIA ALERT

મોંઘવારીના વિરોધમાં પૅરિસ ભડકે બળે છે

Share On :

ફ્રાન્સની રાજધાની પેરિસ અને અન્ય શહેરોમાં મોંઘવારી અને ઊંચા કરવેરાને મુદ્દે શનિવારે મોટા પાયે રમખાણ ફાટી નીકળ્યા હતા, આડેધડ લૂંટફાટ કરાઇ હતી અને ઘણી જગ્યાએ આગ ચાંપવામાં આવી હતી. ખાસ કરીને ઇંધણના ભાવવધારાના નિર્ણયની સામે સરકાર-વિરોધી રમખાણો ફાટી નીકળ્યા છે.

પેરિસની હિંસામાં ૧૩૩ લોકો ઘાયલ થયા હતા અને ૪૧૨ જણની ધરપકડ કરાઇ હતી. ફ્રાન્સની સરકાર કટોકટી લાદવાનું વિચારી રહી છે. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુલ મૅકૉંએ રમખાણને વખોડી કાઢતા જણાવ્યું હતું કે હું હિંસાને કોઇપણ સંજોગમાં ચલાવી નહીં લઉં.

દેખાવકારો ફ્રાન્સમાં વધારાયેલા કરવેરા અને મોંઘવારીના વિરોધમાં પેરિસમાં મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને પોલીસ સાથે અથડામણમાં ઊતર્યા હતા.

ફ્રાન્સની રમખાણવિરોધી પોલીસે તોફાનીઓને વિખેરવા માટે અશ્રુવાયુ છોડ્યો હતો અને પાણીના મારાનો ઉપયોગ કર્યો હતો.

હિંસામાં ઘાયલ થયેલા લોકોમાં ૨૩ પોલીસનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા ૪૧૨ લોકોમાંથી ૩૭૮ને પોલીસ કસ્ટડીમાં રખાયા હતા.

ફ્રાન્સના પ્રમુખ આર્જેન્ટિનામાં જી-૨૦ની શિખર પરિષદમાં ભાગ લઇ રહ્યા છે. તેમણે બ્યુનોસ એરિસમાં પત્રકારોને પેરિસમાંની હિંસા અંગેના કોઇપણ સવાલનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.

આમ છતાં, તેમણે ત્યાંથી ચેતવણી આપતા જણાવ્યું હતું કે હું હિંસાને કોઇપણ સંજોગમાં ચલાવી નહિ લઉં. આર્ક ડી ટ્રાયમ્ફ ખાતે તોડફોડ કરનારાઓએ પરિણામ ભોગવવા પડશે. હું સરકારની તાકીદની બેઠક યોજીશ.

ઇંધણના ભાવવધારાને મુદ્દે દક્ષિણ ફ્રાન્સના માર્સેલી ખાતે પણ દેખાવકારો મોટા પાયે હિંસા પર ઊતર્યા હતા. અનેક સ્થળે પોલીસ પર હુમલા કરાયા હતા, દુકાનો લૂંટાઇ હતી અને ઇમારતોને આગ લગાડાઇ હતી.

દેખાવકારો પેરિસમાં ફ્લુએરસન્ટ યલૉ રંગના જૅકૅટ પહેરીને જાહેરમાં ભેગા થયા હતા.


પેરિસમાં ૨૦૦૫ બાદ આ સૌથી મોટા પાયે દેખાવ યોજાઇ રહ્યા છે. અનેક સ્થળે રસ્તા પર વાહનવ્યવહાર રોકવામાં આવ્યો હતો.

પેરિસનાં મેયર એન હિડાલ્ગોએ જણાવ્યું હતું કે દેશમાં ફેલાયેલી હિંસા બહુ જ દુ:ખદ બાબત ગણાય. અમે રમખાણને ચલાવી નહિ લઇએ.

ફ્રાન્સમાં મોંઘવારીના વિરોધમાં ગઇ ૧૭મી નવેમ્બરથી દેખાવ થઇ રહ્યા છે. હિંસામાં અત્યાર સુધીમાં બે જણ માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.

 

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :