પોલીસ અને સરકારની આબરુંનું લિલામ કરનાર પેપર કૌભાંડમાં 4 ઝડપાયા, મુખ્ય સૂત્રધાર બાકી
2 ડિસેમ્બર 2018ના રોજ રાજ્યના 9 લાખ જેટલા ઉમેદવારો જેમાં બેસવાના હતા એ પોલીસ લોકરક્ષકની રાજ્યવ્યાપી પરીક્ષા શરૂ થાય તેના થોડા જ કલાક પહેલાં પરીક્ષા ‘રદ’ કરી દેવામાં આવી હતી. પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર લીક થઇ જતા પરીક્ષા રદ થઇ હતી. પરીક્ષા રદ કરવાને પગલે ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ સમેત ભાજપાની પણ ભારે બદનામી થઇ હતી. પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર ફોડનારાઓને સકંજામાં લેવા માટે પોલીસે ભારે પ્રયાસો કરીને સોમવાર, તા.3 ડિસેમ્બર 2018ના રોજ સવારે 4 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જોકે, આ કૌભાંડના મુખ્ય સૂત્રધારને હજુ ઝડપવાનો બાકી છે.

-
લોકરક્ષક પરીક્ષાના પેપર કાંડમાં 4ની ધરપકડ
- વાયરલેસ પીએસઆઈ પી. વી. પટેલ
- અલવલ્લી જિલ્લાના બાયડ અરજણ વાવ વિસ્તારના મનહર રણછોડભાઈ પટેલ
- બનાસકાંઠા જિલ્લાના ઈડરણા ગામના રહેવાસી મુકેશ મૂળજીભાઈ ચૌધરી
- ગાંધીનગરની રૂપલ શર્મા
પોલીસ રક્ષકદળની રાજ્યવ્યાપી પરીક્ષાનું પેપર ફૂટી જવાની ઘટના અંગે તા.2 ડિસેમ્બર 2018ના રોજ ગાંધીનગર સેક્ટર 7નાં પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ-૪૦૬, ૪૨૦, ૪૦૯ અને ૧૨૦-બી અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલામાં સોમવાર, તા.3 ડિસેમ્બર 2018ના રોજ સવારે ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કરાયેલ આરોપીઓમાં એક વાયરલેસ પીએસઆઈ પી. વી. પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અલવલ્લી જિલ્લાના બાયડ અરજણ વાવ વિસ્તારના મનહર રણછોડભાઈ પટેલ અને બનાસકાંઠા જિલ્લાના ઈડરણા ગામના રહેવાસી મુકેશ મૂળજીભાઈ ચૌધરી તેમજ રૂપલ શર્માની ધરપકડ કરી લેવામાં આવી છે.
દિલ્હીમાં પેપરની આન્સર કી તૈયાર કરાવડાઇ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


