પાન-આધાર લિંક 30મી જુન સુધી કરાવી લેજો, હવે મુદત નહીં વધે
તા.23 જુન, 2018
કેન્દ્ર સરકારે આવકવેરા રિટર્ન્સ ITR ફાઇલ કરવા તેમજ નવું પાન(PAN) મેળવવા માટે આધાર કાર્ડ સમગ્ર દેશમાં ફરજિયાત બનાવ્યું છે. પાન-આધાર લિંક કરવા માટેની પાંચ મુદતો પડી છે અને હવે છેલ્લી મુદત આગામી તા.30મી જુન 2018 છે. એ પછી કદાચ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં મુશ્કેલી પડી શકે.

જે પાનધારકોએ અત્યાર સુધી પાન-આધાર લિંકિંગ ન કર્યું હોય તેવા લોકોને સીઆઇએ માધ્યમ જણાવે છે કે તા.30મી સુધી પાન-આધાર લિંકઅપ કરાવી લે, અન્યથા બિનજરૂરી મુસિબત ઉભી થઇ શકે તેમ છે. પાન-આધાર લિંક કરવા માટેની અંતિમ મુદત 30-06-2018 નિયત કરવામાં આવી છે અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ આ મુદત વધારવા માટે હવે બિલકુલ રાજી નથી. કેમકે પાન-આધાર લિંક માટે સરકારે પાંચમી વખત તેની મુદત લંબાવી છે.
અગાઉ પાન અને આધારને લિંક કરવાની મુદત ગત વર્ષે ૩૧ જુલાઇ 2017, તા.૩૧ ઓગસ્ટ 2017 અને ૩૧ ડિસેમ્બર 2017 મુકર્રર કરવામાં આવી હતી. 2018માં અગાઉ તા. ૩૧ માર્ચ અંતિમ મુદત તરીકે જાહેર થઇ હતી. આધારને અન્ય વિવિધ સેવાઓ સાથે સાંકળવા માટે ૩૧ માર્ચની મુદત વધારવાના સુપ્રીમના અગાઉના આદેશને પગલે સીબીડીટીએ તેમ કર્યું હતું.
આવક વેરા કાયદાની કલમ ૧૩૯ એએ(૨)માં જણાવાયું છે કે પહેલી જુલાઇ, ૨૦૧૭ના રોજે પાન કાર્ડ ધરાવતી અને આધાર મેળવવાને પાત્ર દરેક વ્યક્તિએ તેનો આધાર નંબર ટેક્સના સત્તાવાળાઓને જણાવવાનો રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


