ભારતમાં કોવીડ-19ના 1 કરોડ ટેસ્ટ પૂરા થયા : 6.97 લાખ પોઝીટીવ દર્દીઓ મળ્યા
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ભારતમાં ગતરોજ તા.5મી જુલાઇને રવિવારે બધા રાજ્યો મળીને કુલ 1 કરોડ (10 મિલિયન) કોવીડ-19 લેબોરેટરી ટેસ્ટ પૂરા કરવામાં આવ્યા હતા. આ એક કરોડ ટેસ્ટમાંથી ભારતમાં કોરોના પોઝીટીવ હોય તેવા 6 લાખ 97 હજાર 413 લાખ દર્દીઓ મળી આવ્યા હોવાની અધિકૃત માહિતી આઇ.સી.એમ.આર. દ્વારા આપવામાં આવી હતી.

આઇ.સી.એમ.આર. સંસ્થાના અધિકારીએ આપેલી માહિતી મુજબ દેશમાં હાલ દૈનિક 3 લાખ કોવીડ ટેસ્ટિંગની કેપેસીટી છે જે વધુ વિકસાવવામાં આવી રહી છે. હાલની ટેસ્ટીંગ માટેની માળખાગત સુવિધાઓમાં કુલ 1105 લેબોરેટરી થકી દેશભરમાં કોવીડ ટેસ્ટિંગ થઇ રહ્યા છે. જેમાં 788 સરકારી લેબોરેટરીઝ, 317 પ્રાઇવેટ લેબોરેટરીઝ, 592 આર.ટી.-પીસીઆર લેબ્સ, ટ્રુનેટ લેબ્સ 421 અને સીબીનાટ લેબ્સ 92નો સમાવેશ થાય છે.
રવિવાર તા.5મી જુલાઇના દિવસે ભારતમાં એક દિવસમાં સૌથી વધુ પરીક્ષણનો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. કુલ 1 લાખ 80 હજાર 596 કોવીડ ટેસ્ટીંગ રવિવાર તા.5મી જુલાઇના દિવસે હાથ ધરવામાં આવ્યા હતા.
છેલ્લા 14 દિવસોમાં ભારતમાં આક્રમક ટેસ્ટીંગ અપનાવાયું હતું. જેમાં દૈનિક સરેરાશ 2.15 લાખ ટેસ્ટ અને છેલ્લા પાંચ દિવસમાં જ 1 મિલિયન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
” As per the Health Ministry, there are 2,53,287 active cases in the country while 4,24,432 patients have been cured or discharged, while one patient has migrated. ”
Latest on CiA Live web
- 29/7/25: Gujaratમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ
- India: સૌથી મોટી IT કંપની TCS 12,000 કર્મચારીની છટણી કરશે
- Cricket: ટીમ ઇન્ડિયાના બૅટ્સમેનોએ અસરદાર લડત બતાવી અને ચોથી ટેસ્ટ ડ્રૉ કરાવી
- હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુ ભક્તોના મોત
- Sumulના ચેરમેન માનસિંહ પટેલને ઇફ્કો રત્ન એવોર્ડ એનાયત
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
