31 October વડા પ્રધાનના આગમન સમયે કેવડિયા ખાતે આદિવાસીઓનું બંધનું એલાન
૩૧ ઑક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે કેવડિયા ખાતે આવવાના છે તે જ દિવસે આદિવાસી સમાજે પોતાના હકોની માગણીઓને લઇને કેવડિયાબંધનું એલાન આપ્યું છે.

રાષ્ટ્રીય એકતા દિવસની સામે આદિવાસી સમાજની રાષ્ટ્રીય આફત દિવસની ઉજવણીની જાહેરાત કરી છે. ગુજરાતની પૂર્વપટ્ટી ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાં ૩૧ ઑકટોબરે વિવિધ સંગઠનો અને સમાજના આગેવાનોના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આદિવાસી અગ્રણી પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી સામે આદિવાસી સમાજની સંસ્કૃતિ, ઓળખ, જમીનો, જંગલો, માનવતા અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે આદિવાસી સમાજે ૩૧ ઑકટોબરના રોજ કેવડિયા વિસ્તારબંધનું એલાન આપ્યું છે અને આદિવાસીઓના બંધારણીય અધિકારો નષ્ટ કરીને જો કેવડિયા વિસ્તારને બીજું કાશ્મીર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો આદિવાસીઓ ભાજપના ઝંડાને કાયમી તિલાંજલિ આાપી દેશે. ૩૧ ઑક્ટોબરે અમે અહિંસક આંદોલન કરીશું અને સમગ્ર આદિવાસી પંથક સ્વંયભૂ બંધ પાળશે. વધુમાં પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે, કેવડિયા અને આસપાસના વિસ્તારોમાં વિકાસના નામે સ્થાનિક લોકોને હટાવીને બહારના લોકોને લાવવામાં આવી રહ્યા છે. તેનો અમારો વિરોધ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેક્ટને લઇને જે બાંધકામ કરાઇ રહ્યું છે, તેને પગલે આદિવાસીઓને નુકસાન થઇ રહ્યું છે, તેનો અમારો વિરોધ છે. ભાજપ કેવડિયાને કાશ્મીર સમજવાની ભૂલ ના કરે, જરૂર પડશે તો દેશના ૧૨.૫ કરોડ આદિવાસીઓ કેવડિયા વિસ્તારને બચાવવા રસ્તાઓ પર આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


