એશિયાડમાં ભાલા ફેંક ચૅમ્પિયન નીરજ ચોપડા ટીમ ઇન્ડિયાનું તિરંગા સાથે નેતૃત્વ કરશે
આગામી ૧૮ઑગસ્ટથી ૨ સપ્ટેમ્બર દરમિયાન જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારત ૫૭૨ ઍથ્લેટો મોકલી રહ્યું છે. ભારતના આ દળનું ભાલા ફેંકમાં ભારતનો ટોચનો ખેલાડી નીરજ ચોપડા તિરંગા સાથે નેતૃત્વ કરશે.
આવતા તા.18મી ઓગસ્ટને શનિવારે જકાર્તામાં શરૂ થનારી એશિયન ગેમ્સમાં ભારતીય સંઘનું તિરંગા સાથે નેતૃત્વ નિરજ ચોપડો સંભાળશે એવી જાહેરાત ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિયેશનના પ્રમુખ નરિન્દર બત્રાએ ગઈ કાલે કરી હતી.
૨૦ વર્ષનો નીરજ કૉમનવેલ્થ ગેમ્સનો ચૅમ્પિયન છે. તે ભાલા ફેંકમાં જુનિયર વર્લ્ડ રેકૉર્ડ ધારક પણ છે. ૨૦૧૭ની સાલમાં તેણે એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. તેણે ભાલો ૮૫.૨૩ મીટર દૂર ફેંક્યો હતો. ૨૦૧૬માં તે અન્ડર-૨૦ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતે જેમની પાસે સુવર્ણચંદ્રકની સૌથી વધુ આશા રાખી છે એમાં નીરજનો પણ સમાવેશ છે.
નીરજે ફિનલૅન્ડમાં તાલીમ માટેના સ્થળેથી કહ્યું હતું કે ‘મને તિરંગા સાથે ભારતીય સંઘની આગેવાની સંભાળવાનું કહેવામાં આવ્યું છે એનાથી હું ખૂબ ઉત્સાહિત થઈ ગયો છું. મને બહુ મોટું ગૌરવ પ્રાપ્ત થયું છે. મને આ ગૌરવપૂર્ણ જવાબદારી સોંપાશે એ મેં ધાર્યું જ નહોતું.’
આગામી ૧૮ઑગસ્ટ-૨ સપ્ટેમ્બર દરમિયાન જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારત ૫૭૨ ઍથ્લેટો મોકલશે જેની સામે ચીન ૮૪૫ ઍથ્લેટોની સૌથી મોટી ફોજ મોકલી રહ્યું છે. ભારત વતી ૫૭૨ ઍથ્લેટો અને બાકીના કોચ-અધિકારીઓ સહિતનો કુલ ૮૦૦ જણનો સંઘ જકાર્તા જશે. ભારત ૨૦૧૪ની ગઈ એશિયન ગેમ્સમાં ૧૧ ગોલ્ડ મેડલ સહિત કુલ ૫૭ ચંદ્રકો જીત્યું હતું. એની તુલનામાં, ચીને ગયા વખતે ૧૫૧ ગોલ્ડ મેડલ સહિત કુલ ૩૪૫ ચંદ્રકો પોતાના કબજામાં કર્યા હતા. ચીનના આ વખતના ૮૪૫ ઍથ્લેટોમાં ૧૯ ઑલિમ્પિક ચૅમ્પિયનો છે. ૬૩૧ ઍથ્લેટો પહેલી જ વખત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
