ગુજરાતના 29 શહેરોમાં રાત્રિ કરર્ફ્યુ 5 મે સુધી જારી રહેશે, વધુ નિયંત્રણો લદાયા
હાલ ગુજરાતમાં 8 મહાનગરો તેમજ 20 શહેરોમાં સાંજે 8થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ અમલમાં છે. આજે ગુજરાત સરકારે જાહેર કરેલી સૂચના મુજબ ગુજરાતના વધુ 9 શહેરોમાં આજથી જ રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવશે.
રાત્રિ કરફ્યુ, કોરોના કરફ્યુમાં વધારાના સામેલ કરાયેલા 9 શહેરોમાં હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર, વેરાવળ-સોમનાથનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે આજે તા.27મી એપ્રિલ 2021ની સવારે મળેલી આ તાકીદની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. શ્રીમતી જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત સરકારે કેટલાક અન્ય નિયંત્રણોની પણ જાહેરાત કરી છે. નવા નિયમો અને નિયંત્રણો આગામી તારીખ 05 મે સુધી અમલમાં રહેશે. જોકે, તેમાં આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી છે.
રાજ્યના તમામ 29 શહેરોમાં 05 મે સુધી અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે તેવું સરકારે સ્પષ્ટ કર્યું છે. આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. જોકે, આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરાં બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ જ ચાલુ રાખી શકાશે. તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ પણ 05 મે સુધી બંધ રાખવાનો આદેશ અપાયો છે.
સમગ્ર રાજ્યમાં તમામ APMC પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે, શાકભાજી અને ફળ-ફળાદીનું વેચાણ ચાલુ રહેશે. આ ઉપરાંત, આખાય રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ પણ બંધ કરી દેવાના આદેશ અપાયા છે. માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં હાલ એએમટીએસ તેમજ બીઆરટીએસની બસો બંધ છે. જોકે, રાજ્યમાં એસટીની બસો 50 ટકા ક્ષમતા સાાથે ચાલુ રાખવાનું સરકારે જાહેર કર્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
