કાપણીની સીઝનને અનુલક્ષી લોકડાઉનમાં રાહત આપવા ખેડૂત સંગઠનોની માગ
દેશના વિવિધ વિસ્તારોમાં રવી પાકની લણણી સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. આગામી સમયમાં ઘઉં, ચણા સહિતના અન્ય પાકની મોટાપાયે આવક શરૂ થશે પરંતુ લોકડાઉનના કારણે ખાનગી વાહન વ્યવહાર બંધ હોવાની સાથોસાથ ટ્રાન્સપોર્ટેશન પણ સ્થગિત થઇ ગયું છે.

વિવિધ માલને લોડ/અનલોડ કરવા માટે મજૂરો પણ ઉપલબ્ધ ન હોવાના કારણે પ્રતિકૂળ સંયોગો ઉભા થયેલા છે. અત્રે એ ઉલ્લેેખનીય રહેશે કે આ વરસે ચોમાસુ સારૂ રહેતા તમામ સ્તરે પાકમાં વધારો થવાના ગણિત મંડાયેલા છે.
હાલની પ્રતિકૂળ સ્થિતિમાં પાકને ખેતરથી બજાર સુધી લાવવો એ ખૂબ અઘરી બાબત છે. આ સંજોગોમાં વિવિધ રાજ્યોના ખેડૂત સંગઠનો અને કૃષિ મંડળીઓ દ્વારા જે તે રાજ્ય સરકાર સમક્ષ કૃષિ પાકના વહન માટે લોકડાઉનની અમલમાં રાહત આપવા રજૂઆત કરાઇ છે.
મધ્ય પ્રદેશના ખેડૂત સંગઠનો દ્વારા વિવિધ જણસોના ભાવમાં થયેલ ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી. મધ્ય પ્રદેશના ખેડૂતોના જણાવ્યા મુજબ લોકડાઉનના કારણે અહીંના બજારો બંધ થયા તે પહેલા જ મધ્ય પ્રદેશમાં ચણા અને મસ્ટર્ડ (રાઇ)ના ભાવ ટેકાના ભાવથી ૨૦ થી ૩૦ ટકા નીચા ચાલતા હતા.
આમ પણ નવા પાકની આવકો બજારમાં મોટાપાયે ઠલવાય તે સાથે જે તે જણસના ભાવ પણ ઘટતા હોય છે. તેથી આ મુદ્દાને લઇને મધ્ય પ્રદેશના ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા છે. આ સઘળી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ક્ધસોર્ટીયમ ઓફ ઇન્ડિયન ફાર્મર્સ એસોસીએશને લણણીની આ સિઝનને ધ્યાનમાં રાખી લોકડાઉનમાં છૂટછાટ આપવા રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રોસરી ચેઇન્સ, ઇ-કોમર્સ કંપનીઓ તેમજ વેપારીઓને સીધા ખેતરમાંથી જ ખરીદી કરવા છૂટ આપવા રજૂઆત કરાઇ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


