CIA ALERT

Nashikના સ્ટોરેજ પ્લાન્ટમાં લીકેજ : Oxygenના અભાવે ૨૪ દર્દીએ પ્રાણ ગુમાવ્યા

Share On :

નાશિકની મહાપાલિકાની હૉસ્પિટલમાં સ્ટોરેજ પ્લાન્ટમાંથી થયેલા ઑક્સિજન ગળતરને કારણે ૨૪ દર્દીએ જીવ ગુમાવ્યા હતા. ટૅન્કરમાંથી હૉસ્પિટલ પરિસરમાં ગોઠવવામાં આવેલી ટૅન્કમાં ઑક્સિજન ભરતી વખતે થયેલા લીકેજને કારણે દર્દીઓને મળતા પ્રાણવાયુમાં અવરોધ ઊભો થતાં આ હૃદયદ્રાવક ઘટના બની હતી. મુંબઈના ભાંડુપ વિસ્તારમાં આવેલા ડ્રીમ્સ મૉલમાં લાગેલી આગને કારણે મૉલમાંની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના ૧૧ દર્દીએ જીવ ગુમાવ્યાની ઘટનાને હજુ મહિનો વીત્યો નથી ત્યાં નાશિકમાં બનેલી આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. નાશિકના દ્વારકા વિસ્તારમાં આવેલી ડૉ. ઝાકીર હુસેન હૉસ્પિટલમાં બુધવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.

Oxygen tanker leakage, Oxygene tanker leakage in Nashik, Nashik hospital  oxygen tanker leakage | India News – India TV

કોવિડ-૧૯ના દર્દીઓ માટે સમર્પિત આ હૉસ્પિટલ પરિસરમાં તાજેતરમાં જ બે ઑક્સિજન ટૅન્ક ગોઠવવામાં આવી હતી, જેમાંથી એક ટૅન્કમાં ટૅન્કરમાંથી ઑક્સિજન ભરતી વખતે અચાનક લીકેજ થયું હતું. ગળતરને રોકવા માટે હૉસ્પિટલ દ્વારા પાલિકાના કમિશનર કૈલાસ જાધવનો ટેક્નિકલ મદદ માટે તાત્કાલિક સંપર્ક સાધવામાં આવ્યો હતો.

ઑક્સિજન સપ્લાયની ટૅન્કમાંથી ગળતર બાદ ઑક્સિજન પુરવઠો અવરોધાતાં ૨૪ દર્દીનાં મૃત્યુ થયાં હતાં, જેમાં ૧૧ મહિલાનો સમાવેશ થાય છે. આ દર્દીઓ મોટા ભાગે વેન્ટિલેટર અને ઑક્સિજન સપ્લાય પર હતા, એમ જણાવી જિલ્લાધિકારી સૂરજ માંઢરેએ ઉમેર્યું હતું કે હૉસ્પિટલ પરિસરમાં ગોઠવવામાં આવેલી ઑક્સિજન ટૅન્ક્સની દેખરેખની જવાબદારી એક ખાનગી કંપનીની હતી.

નાશિક મહાનગરપાલિકાના કમિશનર કૈલાસ જાધવે જણાવ્યું હતું કે હાલમાં કોઈ દર્દી ગંભીર હાલતમાં નથી. ઘટના બની ત્યારે હૉસ્પિટલમાં દાખલ ૧૫૦ દર્દીમાંથી ૨૩ જણ વેન્ટિલેટર સપોર્ટ પર હતા, જ્યારે બાકીના ઑક્સિજન પર હતા. એ સિવાય સ્ટોરેજ ટૅન્કમાં ઑક્સિજન લેવલ અંદાજે ૨૫ ટકા જેટલું હતું.

પાલિકાના એક અધિકારીના જણાવ્યા મુજબ ખરેખર તો બુધવારે સવારે ૧૦ વાગ્યે જ ઑક્સિજન સ્ટોરેજ ટૅન્કનું સોકેટ તૂટી ગયું હતું, જેને કારણે લીકેજ શરૂ થઈ ગયું હતું. આ બાબતની જાણ થતાં હૉસ્પિટલના સ્ટાફે દર્દીઓને જમ્બો સિલિન્ડરમાંથી ઑક્સિજનનો સપ્લાય આપવામાં આવ્યો હતો અને કેટલાક દર્દીઓને અન્યત્ર ખસેડવાનું શરૂ કર્યું હતું.

ગળતર રોકવામાં આવ્યા બાદ ટૅન્કનું સમારકામ કરી ઑક્સિજન સપ્લાય પૂર્વવત્ કરવામાં આવ્યો હતો, જેને કારણે સ્થિતિ સામાન્ય બની હતી.

દરમિયાન ઑક્સિજન લીકેજની વાત વાયુવેગે ફેલાતાં બચાવકાર્ય માટે સ્થાનિક લોકો હૉસ્પિટલમાં દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ત્યાં એકઠા થયેલા લોકોને દૂર ખસેડ્યા હતા. ઑક્સિજન લીકેજનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હૉસ્પિટલે પહોંચેલા દર્દીઓના પરિવારજનોએ આ દુર્ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :