સરદાર સરોવરમાં ૧૩૩.૩૯ મીટર ઐતિહાસિક
ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે સરદાર સરોવરમાં પાણીની સપાટી અભૂતપૂર્વ ૧૩૩ મીટર પાર કરી ગઇ હતી. ૧૩૮.૮૬ મીટરની પૂર્ણ સપાટી સામે નર્મદામાં સપાટી પહેલીવાર ૧૩૩.૩૯ મીટર પર પહોંચી હતી.

સરદાર સરોવરમાં ૯૪૬૦ એમ.સી.એમ. સ્ટોરેજ ક્ષમતા સામે અત્યારે ૭૭૯૦.૨૦ એમ.સી.એમ (૭.૭૯ લાખ કરોડ લિટર) એટલે કે ૮૨.૩૫ ટકા પાણીનો સંગ્રહ થયો છે.સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડેમની સપાટી ૧૩૩.૩૯ મીટરના ઐતિહાસિક સપાટી પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી થતા પાણીની આવકને પગલે નર્મદા ડેમે આ વર્ષે આ ઐતિહાસિક લેવલ મેળવ્યું છે.
હવે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા માત્ર ૫૮૫૪ ક્યુસેક પાણીની આવક થઈ છે. જેની સામે પાણીની જાવક ૬૬૪૧૦ ક્યુસેક છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ગત વર્ષે વર્તમાન સમયે ૪૩૩૦ એમ.સી.એમ. પાણીનો સંગ્રહ હતો.
ગત વર્ષ કરતાં આ વર્ષે ૩૪૫૯ એમ.સી.એમ. પાણી વધારે છે. ૩૧મી મેના રોજ પાણીનો જથ્થો ૪૯૩૦ એમ.સી.એમ. હતો. અઢી મહિનામાં પાણીના જથ્થામાં ૨૮૫૯ એમ.સી.એમ.નો વધારો થયો છે. જ્યારે રાજ્યના અન્ય જળાશયોમાં ગત વર્ષે વર્તમાન સમયે ૬૫૩૧ એમ.સી.એમ. પાણી હતું એટલે કે ૪૬૪૦ એમ.સી.એમ. પાણી આ વખતે વધારે છે. ગત ૩૧ મેના રોજ ૨૦૪ ડેમમાં ૨૬૭૩ એમ.સી.એમ. પાણી હતું એટલે કે અત્યારે ૮૪૯૮ એમ.સી.એમ.પાણીનો જથ્થો વધારે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


