Navi Mumbai Airport : દોઢ લાખ કરોડના ખર્ચે બનેલા વર્લ્ડ ક્લાસ ઍરપોર્ટનું આજે (8/10/25) ઉદ્ઘાટન કરશે નરેન્દ્ર મોદી

નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ડિસેમ્બરથી ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ શરૂ થઈ જશે.
આજે ઉદ્ઘાટન થયા બાદ નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ડિસેમ્બર મહિનાથી ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સના સંચાલન માટે સજ્જ થઈ જશે. શરૂઆતથી જ નવી મુંબઈ ઍરપોર્ટ પર એક કલાકમાં ૧૦ ફ્લાઇટનું સંચાલન થશે. ટૂંક સમયમાં જ ઍરલાઇન્સના ઑનલાઇન પોર્ટલ પર ટિકિટ-બુકિંગ માટે મુસાફરો નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટની ફ્લાઇટ માટે ‘NMI’ વિકલ્પ પસંદ કરી શકશે.
ઇમિગ્રેશન અને કસ્ટમ પ્રક્રિયાની બાબતે નવી મુંબઈ ઍરપૉર્ટની વ્યવસ્થા મુંબઈ ઍરપોર્ટ કરતાં જુદી રહેશે, નવી મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ ૧ પર સિક્યૉરિટી ચેક-ઇન પહેલાં ઇમિગ્રેશન અને કસ્ટમની પ્રક્રિયા પૂરી થઈ જશે. સાથે જ બે ઇન્ટરનૅશનલ કનેક્ટિંગ ફ્લાઇટ માટે ટ્રાન્ઝિટ પૅસેન્જરોને કસ્ટમ અને ઇમિગ્રેશનમાંથી ફરી પસાર થવું ન પડે એ માટે રૅમ્પ ટ્રાન્સફરનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.
કેવી હશે નવી મુંબઈ ઍરપોર્ટની સુવિધા?
૨,૩૪,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ઊભું કરવામાં આવ્યું છે ટર્મિનલ ૧, જેમાં વાર્ષિક ૨ કરોડ મુસાફરોનું સંચાલન કરવાની ક્ષમતા છે.
૨૦૨૯માં નવી મુંબઈનું ટર્મિનલ ૨ કાર્યરત થશે, જે ૪,૦૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ઊભું થશે અને વાર્ષિક ૩ કરોડ મુસાફરોનું સંચાલન કરી શકશે. તબક્કાબાર ટર્મિનલ ૩ અને ૪ કાર્યરત થયા પછી નવી મુંબઈ ઍરપોર્ટ પર દર વર્ષે ૯ કરોડ મુસાફરોનું સંચાલન સરળતાથી થઈ શકશે.
ઍરલાઇન્સ માટે ૪૨ પાર્કિંગ સ્ટૅન્ડ્સ, ચાર્ટર્ડ અને પ્રાઇવેટ ઍરક્રાફ્ટ માટે ૨૩ પાર્કિંગ સ્ટૅન્ડ અને કાર્ગો માટે ૭ પાર્કિંગની વ્યવસ્થા છે.
એન્ટ્રી પૉઇન્ટ માટે પ્રત્યેક ૪ વેસ્ટિબ્યુલસમાં ૬ પૅસેન્જર પ્રોસેસિંગ ઈ-ગેટ હશે.
ચેક-ઇન માટે ૩ આઇલૅન્ડ, કુલ ૮૮ કાઉન્ટર ને ૨૨ સેલ્ફ-બૅગેજ ડ્રૉપ કાઉન્ટર્સ હશે.
સેલ્ફ-સર્વિસ ચેક-ઇન માટે ટર્મિનલની બહાર ૨૫ અને ટર્મિનલની અંદર ૫૦ કાઉન્ટર હશે.
ડોમેસ્ટિક માટે ૧૨ ઑટોમૅટિક ટ્રે રિટ્રાઇવલ સિસ્ટમ (ATRS) લેન અને ઇન્ટરનૅશનલ માટે ૫ લેન હશે.
બોર્ડિંગ માટે ૨૯ ઍરો બ્રિજ, ૧૦ બોર્ડિંગ ગેટ હશે.
ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળ પરથી પ્રેરિત આર્કિટેક્ચર, ૧૨ કૉલમ પર પાંખડીઓના આકારમાં બનેલા ઍન્કર અને આખા કમળનું વજન ઊંચકતી ૧૭ કૉલમ.
બધા જ ગેટ ડીજી યાત્રા સાથે કનેક્ટેડ હોવાથી ઝીરો મૅન્યુઅલ ચેકની સુવિધા.
ઑટોમેટેડ કમ્યુનિકેશન સાથે સ્માર્ટ ટ્રાફિક મૅનેજમેન્ટ.
ઑટોમેટેડ બૅગેજ હૅન્ડલિંગ સિસ્ટમ.
૨ લાઉન્જ, બ્રુઅરી અને બાર સાથે ફૂડ હૉલ.
નવી મુંબઈમાં આજે 8/10/25 સવારે ૬થી રાતે ૧૦ વાગ્યા સુધી ટ્રાફિક ડાઇવર્ઝન
નવી મુંબઈ ઍરપોર્ટના ઉદ્ઘાટન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અનેક VVIPઓ આજે નવી મુંબઈ પહોંચશે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક-પોલીસે અમુક સૂચનાઓ આપી છે. સવારે ૬ વાગ્યાથી રાતે ૧૦ વાગ્યા સુધી ભારે વાહનોને નવી મુંબઈમાં પ્રવેશવા કે પાર્ક કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભારે વાહનો વાશી અને ઐરોલી ટોલપ્લાઝા પર અટકાવી દેવામાં આવશે. અટલ સેતુ પરથી નવી મુંબઈમાં પ્રવેશતાં વાહનોને પણ ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. પ્રાઇવેટ બસ કે વાહનોમાં નવી મુંબઈ ઍરપોર્ટની મુલાકાતે આવનારાએ ટ્રાફિક-પોલીસે આપેલા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. નવી મુંબઈ ઍરપોર્ટ સુધીના રસ્તાઓ પર ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
